અમદાવાદમાં બંજારા કેફે ખાતે જાણીતા પ્લેબેક સિંગર શાહિદ માલ્યા સાથે યોજાયો બંજારા મ્યુઝિક અનફિલ્ટર્ડ-2 કોન્સર્ટ
Ahmedabad: અમદાવાદમાં સિન્ધુભાવન રોડ ખાતે બંજારા કેફે ખાતે જાણીતા પ્લેબેક સિંગર શાહિદ માલ્યા સાથે બંજારા મ્યુઝિક અનફિલ્ટર્ડ-2 કોન્સર્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સિંગર દ્વારા એકોસ્ટિક, બોલીવુડ, ઇન્ડી, પોપ ગીતો સાથે લોકોના દિલ જીત્યા હતા. શાહિદ માલ્યા એક ભારતીય પ્લેબેક સિંગર છે જેણે વિવિધ ફિલ્મોમાં ગીતો ગાયા છે. તે આગવી રીતે હિન્દી, પંજાબી અને તેલુગુ ગીતો પણ ગાય છે. આ કાર્યક્રમનું આયોજન નીરજ બંજારા દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ સેલિબ્રિટી અને આર્ટિસ્ટ મેનેજમેન્ટ રાહુલ ચોપરા,( https://www.instagram.com/itschoprarahulofficial/?igshid=MzRlODBiNWFlZA%3D%3D) દ્વારા કરવામાં આવ્યું હતું.
તેઓના કોન્સર્ટ દરમિયાન યુવાનોના લોકપ્રિય ગીતો જેવાકે ‘રબ્બા મેં તો માર ગયા ઓયે’, ‘દરિયા’, ‘ચિત્ત વે’, ‘સૈયાં’ અને ‘ઇક્ક કુડી’, શૌક, જેવા જાણીતા ગીતોના લાઈવ પર્ફોમન્સ દ્વારા લોકોના દિલ જીત્યા હતા. શરૂઆતમાં ભારતીય ટીવી સિરિયલો માટે પ્લેબેક સિંગિંગ કરી, માલ્યાએ યમલા પગલા દીવાના ફિલ્મના ગીત “ગુરબાની” સાથે બોલિવૂડમાં ડેબ્યૂ પણ કરેલ છે.
જેમ જેમ તે સંગીતમાં ફેસ વેલ્યુ વિશે વાત કરે છે, વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું કે YouTube સ્ટાર્સ અને રિયાલિટી ટીવી શો તરફ વળે છે, જેણે અંતમાં અસંખ્ય યુવા સિંગર્સનું નિર્માણ કર્યું છે. જ્યારે શાહિદ નવી પ્રતિભાને બહાર કાઢવામાં તેમની અસરને સ્વીકારે છે, ત્યારે તે આ સ્ટાર્સના દીર્ઘાયુષ્ય વિશે શંકાશીલ રહે છે. તે સમજાવે છે, “તે સારી વાત છે કે હવે પ્રતિભા સામે આવી રહી છે અને તમારી પ્રતિભાને પ્રદર્શિત કરવા માટે ઘણા પ્લેટફોર્મ છે. પરંતુ મને નથી લાગતું કે સંગીતમાં કારકિર્દી શરૂ કરવાની આ યોગ્ય રીત છે. તમારે ઉસ્તાદ અથવા ગુરુની નીચે યોગ્ય રીતે તાલીમ લેવાની જરૂર છે. નહિ તો જીતના જલ્દી ફેમ મિલેગા, ઉતના હી જલદી ગયબ ભી હો જાઓગે.
આ કોન્સર્ટ વિષે જણાવતા રેસ્ટોરન્ટ ના ઓનર નીરજ બંજારા દ્વાર જણાવામાં આવ્યું હતું કે, બંજારા ગ્રુપ ની ટોટલ ત્રણ રેસ્ટોરન્ટ ઉપ્લ્ભ છે જેમાં બે ઉદયપુરમાં આવેલ છે અને આ ત્રીજી અમદાવામાં છે જ્યાં હમે હમારા મ્યુઝિકેલ કોન્સર્ટ સિરીઝનું આયોજન કર્યું છે. આ સેકન્ડ સિરીઝ છે જેનું નામ મ્યુઝિક અનફિલ્ટર્ડ-૨ છે. આ ઇવેન્ટ માં ૭૦૦ થી વધુ લોકો જોડાયા અને ટોટલ ૧૭ મ્યુઝિકેલ આર્ટિસ્ટ દ્વારા પર્ફોર્મસ આપવામાં આવેલ છે. આ ઇવેન્ટ દ્વારા હમે જાણીતા આર્ટિસ્ટ લોકોને પ્લેટફોર્મ પૂરું પાડીયે છે જેથી દરેક નાના મોટા આર્ટિસ્ટ જોડાયેલી પોતાની કાબિલિયત લોકો સામે રજુ કરી શકે. બંજારા રેસ્ટોરન્ટ વિશે તેઓએ ઉમેર્યું હતું કે બંજારા હોટેલ થીમ અલગ છે. મ્યુઝિક, ફૂડ અને હોટેલ ના એમ્બિયનશ સાથે બંજારા રેસ્ટોરન્ટ ખુબજ અલગ અનુભવ આપે છે.