ગુજરાત સરકાર ના ગાંધીનગર સ્થિત ઇન્ડસ્ટ્રીયલ કમિશ્નર દ્વારા સ્ટાટઅપ અને ઇનોવેશન પોલિસી ૨૦૨૦ હેઠળ એક કમિટી નું ગઠન કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આ કમિટી નો હેતું નવા એન્ટરપ્રિનીયર (ઉદ્યોગ સાહસિક) ને જરૂરી માર્ગદર્શન પૂરું પાડી શકાય એવો છે. ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાત માંથી આશરે ૫૦ જેવી નામાંકિત સંસ્થાની પસંદગી કરવામાં આવી છે. આ સંસ્થાઓ જેવીકે આઇ.આઇ.ટી. ગાંધીનગર, આઇ.આઇ.એમ. અમદાવાદ, ઇસરો, પી.આર.એલ., પી.ડી.પી.યુ., અટીરા અને એન.આઇ.ડી. જેવી નામાંકિત સંસ્થાઓ નો સમાવેશ થયેલ છે. સુરત માટે ગર્વની વાત એ છે કે ગુજરાત સરકાર દ્વારા સુરતની બે સંસ્થાઓ ને આ કાર્ય માટે પસંદ કરવામાં આવી છે. આ સંસ્થાઓ MAN MADE TEXTILES RESEARCH ASSOCIATION (MANTRA) અને INDIAN DIAMOND INSTITUTE (IDI) આ કાર્યમાં આઇ.આઇ.ટી. ગાંધીનગર, આઇ.આઇ.એમ. અમદાવાદ, એન.આઇ.ડી. ની સાથે રહીને કાર્ય કરશે. મંત્રા માથી આઠ જેટલા વૈજ્ઞાનિકો ની આ કમિટી માં નિમણૂક કરવા માં આવી છે. આ વાત જણાવતા મંત્રા ના સેક્રેટરી શ્રી પ્રફુલભાઇ ગાંધી આનંદ ની લાગણી અનુભવી રહ્યા છે. ગુજરાત માંથી નવી ટેક્નોલોજી ના આધારે ઉદ્યોગ સાહસિકો ઇંડસ્ટ્રી વિકસાવે તે માટે મંત્રા હમેંશા યોગદાન આપતું રહેશે.