AM/NS Indiaએ NECA 2025 ખાતે ટોચનો ઈનોવેશન એવોર્ડ જીત્યો, જે તેના ડીકાર્બનાઈઝેશન અને ઊર્જા નેતૃત્વ પ્રત્યેની પ્રતિબદ્ધતાને ઉજાગર કરે છે

• ‘ઊર્જા કાર્યક્ષમતા ઇનોવેશન’ – ઇન્ડસ્ટ્રી કેટેગરીમાં ‘બેસ્ટ ઇનોવેટર એવોર્ડ’ માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ અને માનનીય વીજ મંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા એનાયત કરાયો
• હઝીરા ખાતેના સ્ટીલ મેકિંગ પ્લાન્ટ-2 (CONARC) પ્રોજેક્ટને ફર્નેસની વીજ વપરાશમાં 10% ઘટાડો લાવવા બદલ સન્માનિત કરાયા
• આ પહેલ દ્વારા દર વર્ષે 56,400 MWhથી વધુ ઊર્જા બચત અને દર વર્ષે 41,700 ટન CO₂ ઉત્સર્જનમાં ઘટાડો
• ભારતના 2070ના લક્ષ્યો સાથે સુસંગત રીતે AM/NS Indiaની નેટ-ઝીરો ઉત્સર્જન પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે

હજીરા-સુરત, ડિસેમ્બર 17, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) ને વીજ મંત્રાલય દ્વારા આયોજિત અને બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી (BEE) દ્વારા અમલમાં મુકાયેલ નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડ્સ (NECA) 2025માં પ્રતિષ્ઠિત બેસ્ટ ઇનોવેટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું છે.
આ એવોર્ડ રવિવારે નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ અને માનનીય વીજ મંત્રી શ્રી મનોહર લાલ ખટ્ટર દ્વારા સંયુક્ત રીતે પ્રદાન કરવામાં આવ્યો હતો. AM/NS India તરફથી આ એવોર્ડ શ્રી બૈજુ મસરાની, ચીફ – હોટ મેટલ ડિલીવરી, હજીરા દ્વારા સ્વીકારવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન નેશનલ એનર્જી કન્ઝર્વેશન ડે 2025ની પણ ઉજવણી કરવામાં આવી હતી.
NECA ભારતના ઊર્જા કાર્યક્ષમતા ક્ષેત્રનું સૌથી ઉચ્ચ સન્માન છે, જેમાં ઇનોવેશન સહિત કુલ સાત કેટેગરીમાં સિદ્ધિ મેળવનારાઓને સન્માનિત કરવામાં આવે છે. AM/NS Indiaને તેના હઝીરા પ્લાન્ટ ખાતે આવેલા સ્ટીલ મેકિંગ પ્લાન્ટ-2 (SMP-2) પ્રોજેક્ટ માટે ઊર્જા કાર્યક્ષમતા ઇનોવેશન – ઇન્ડસ્ટ્રી કેટેગરીમાં પસંદ કરવામાં આવ્યું હતું.
આ એવોર્ડ AM/NS Indiaની સ્ટીલ ઉત્પાદનમાં ડિકાર્બનાઇઝેશન અને ઓપરેશનલ ઇનોવેશન દ્વારા નવા ધોરણો સ્થાપિત કરવાની ક્ષમતાને માન્યતા આપે છે. આ કંપનીના ઉદ્દેશ ‘સ્માર્ટર સ્ટીલ્સ, બ્રાઈટર ફ્યુચર્સ’ પ્રત્યેની અડગ પ્રતિબદ્ધતા દર્શાવે છે અને ટકાઉ ઉકેલ પણ પૂરા પાડે છે.

 

એવોર્ડ વિજેતા પ્રોજેક્ટ વિશે: સ્ટીલ મેકિંગ પ્લાન્ટ-2
SMP-2 કોનાર્ક (કન્વર્ટર + આર્ક) ફર્નેશની કાર્યક્ષમતા સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે – જે ઇલેક્ટ્રિક આર્ક ફર્નેસ (EAF) અને બેસિક ઑક્સિજન ફર્નેસ (BOF) ટેકનોલોજીનું અદ્યતન સંયોજન છે. આ સિસ્ટમ હોટ મેટલ, ડાયરેક્ટ રિડ્યુસ્ડ આયર્ન (DRI) અને સ્ક્રેપનો ઉપયોગ કરીને સ્ટીલ બનાવવામાં ઉપયોગી થાય છે. આ પ્રક્રિયા બહુ ઊર્જા ખર્ચાળ છે, કારણ કે આર્ક ચાલુ રાખવા માટે સતત વીજ પુરવઠો આપવો પડે છે.
AM/NS Indiaએ ઇલેક્ટ્રોડ રેગ્યુલેશન સિસ્ટમ (ERS)માં અદ્યતન પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર (PLC) લોજિક અને ઓટો આર્ક લેન્થ કંટ્રોલ ઉમેર્યા, જેના કારણે આર્કની લંબાઈ રિયલ-ટાઇમમાં નિયંત્રિત થવા લાગી અને ઇલેક્ટ્રોડની સ્થિતિ વધુ સારી થઈ છે. પરિણામે ફર્નેસ વધુ સ્થિર રીતે કાર્યરત અને ફર્નેસની વીજ ઊર્જા વપરાશમાં 10% ઘટાડો થયો છે. જેનાથી ઊર્જા વપરાશ અને CO₂ ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો.
આ પ્રોજેક્ટ દ્વારા મળેલા સ્પષ્ટ પરિણામો:
o દર વર્ષે 56,400 મેગાવોટ-કલાકથી વધુ વીજ બચત – જે હજારો ઘરને એક વર્ષ સુધી વીજ પુરવઠો પૂરો પાડવા માટે પૂરતી છે
o દર વર્ષે 41,700 ટન CO₂ ઉત્સર્જનમાં ઘટાડો – જે એક વર્ષમાં લગભગ 10,000 કારના ઉત્સર્જન જેટલું છે
o ટર્નઅરાઉન્ડ સમય ઘટાડવાના પરિણામે ફર્નેસની ઉત્પાદનક્ષમતા માં 2% વધારો થયો છે
આ સિદ્ધિ AM/NS Indiaના લાંબા ગાળાના ડિકાર્બનાઇઝેશન લક્ષ્યો અને ભારતના 2070 સુધી નેટ-ઝીરો ઉત્સર્જનના રાષ્ટ્રીય લક્ષ્ય સાથે સુસંગત છે. CO₂ ઉત્સર્જનમાં ઘટાડો, ઊર્જાનો યોગ્ય ઉપયોગ અને ટકાઉ રીતો અપનાવીને, કંપની ભારતના હવામાન જાળવણીના લક્ષ્યોમાં યોગદાન આપી રહી છે અને સાથે-સાથે વૈશ્વિક સ્તરે આબોહવા પરિવર્તન સામે લડવાના પ્રયાસોમાં પણ જોડાઈ રહી છે.
બેસ્ટ ઇનોવેટર એવોર્ડ 2025 તરીકે આ પ્રોજેક્ટને મળેલી માન્યતા કંપનીની ઔદ્યોગિક સફરમાં એક ગૌરવપૂર્ણ માઈલસ્ટોન છે, જે પર્યાવરણીય જવાબદારી, ટેકનોલોજીકલ પ્રગતિ અને ટકાઉ વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ નોંધપાત્ર સિદ્ધિ સમગ્ર AM/NS India ટીમને ઊર્જા કાર્યક્ષમતા અને ઇનોવેશન તરફ વધુ પ્રયત્નો કરવા માટે પ્રેરણા આપે છે.