હજીરા – સુરત, જૂન 10, 2024: વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપની આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસથી રચાયેલી આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયા (AM/NS India) દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત સુરતના સુંવાલી બીચ પર સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
પર્યાવરણ જાગૃતિ અને સંરક્ષણ પ્રયાસોને પ્રોત્સાહન આપવાના કંપનીના પ્રેરણાત્મક હેતુરૂપ જૂન 08, 2024 શનિવારે સવારે સુંવાલી દરિયાકિનારાની સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યમાં AM/NS Indiaના મોટી સંખ્યામાં કર્મચારીઓ, સરકારી અધિકારીઓ, સ્થાનિકો અને નજીક ગામોના વિદ્યાર્થીઓ સહિત લગભગ 250 જેટલા લોકોએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત જીપીસીબીના પ્રાદેશિક અધિકારી ડૉ. જિજ્ઞાસા ઓઝાએ આ પહેલના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો અને વિશ્વ પર્યાવરણ દિવસ 2024ની થીમ “જમીન પુનઃસ્થાપન, રણીકરણ અને સ્થિતિસ્થાપકતા” અંગે વાત કરી હતી. તેમણે કુદરતી સંસાધનોની જાળવણી અને પુનઃસંગ્રહ માટે સામૂહિક પગલાંની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
હિતેશ શેઠ, હેડ – OIG – સ્ટીલ કોમ્પ્લેક્ષ બી (એક્સ્પાન્શન), AM/NS India, હજીરા, અરબિંદ શર્મા, હેડ – ઈન્ફ્રાસ્ટ્રક્ચર, AM/NS India, હજીરા, શંકરા સુબ્રમણ્યમ, હેડ – એન્વારોમેન્ટ, AM/NS India, હજીરા સહિતના અધિકારીઓએ સુંવાલી દરિયાકિનારાની સફાઇ અભિયાનમાં ભાગ લીધો હતો.
આ પહેલ AM/NS Indiaની પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સમુદાયને જોડવાની તેમની પ્રતિબદ્ધતાનું ઉદાહરણ આપે છે. આવા પ્રયાસો દ્વારા કંપની હરિયાળી ક્રાંતિ અને વિશ્વમાં ટકાઉ અને સકારાત્મક પરિવર્તન લાવવાનું ચાલુ રાખશે.સફાઈ અભિયાન ઉપરાંત કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ સાથીઓ માટે ઝુમ્બાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
AM/NS India દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 600થી વધારે લોકો આ અભિયાનમાં જોડાયા હતા. સંતોષ મુંધડા, ડેપ્યુટી ડાયરેક્ટર – ટેકનોલોજી, AM/NS India, ડો. અરવિંદ બોધનકર, ચીફ સસ્ટેનેબ્લિટી ઓફિસર, AM/NS Indiaની આગેવાનીમાં AM/NS Indiaના હજીરા પ્લાન્ટમાં આવેલા પ્લેટ મિલ ખાતે મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને 1500 જેટલા રોપાનું વાવતેર કરવામાં આવ્યું હતું. તદુપરાંત હજીરા નજીક આવેલા જૂનાગામમાં પણ 100 રોપા રોપવામાં આવ્યા હતા. જ્યારે હજીરા પ્લાન્ટમાં અન્ય જગ્યાઓએ વિવિધ ટીમ દ્વારા વધુ 50 રોપા રોપવામાં આવ્યા હતા.