AM/NS India નવી ટેક્સોનોમી હેઠળ સ્ટીલ મંત્રાલય પાસેથી ગ્રીન સ્ટીલ સર્ટીફિકેશન મેળવનાર દેશની પ્રથમ ઈન્ટીગ્રેટેડ સ્ટીલ ઉત્પાદક બની છે
• ભારતના વિકસતા ગ્રીન સ્ટીલ ઇકોસિસ્ટમ અને ડિકાર્બનાઇઝેશનના રોડમૅપમાં કંપનીનું યોગદાન મહત્વનું રહ્યું છે. • AM/NS India અને આર્સેલરમિત્તલ દ્વારા નવનીકરણીય ઊર્જા ક્ષેત્રે કરાયેલા રોકાણો આ માન્યતા માટેનો મુખ્ય આધાર છે
હજીરા-સુરત, ગુજરાત, ફેબ્રુઆરી 05, 2026: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) સ્ટીલ મંત્રાલયની નવી ગ્રીન સ્ટીલ ટેક્સોનોમી હેઠળ ગ્રીન સ્ટીલ પ્રમાણપત્ર મેળવનાર દેશની પ્રથમ ઈન્ટીગ્રેટેડ સ્ટીલ ઉત્પાદક બની છે. AM/NS Indiaના હોટ રોલ્ડ (HR) કોઇલ્સ અને શીટ્સને 4 સ્ટાર રેટિંગ મળ્યું છે અને કોલ્ડ રોલ્ડ (CR) કોઇલ્સ અને શીટ્સને 3-સ્ટાર રેટિંગ મળ્યું છે.
આ ઉત્પાદનો જે ઓટોમોટિવ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિફેન્સ, કન્સ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ક્ષેત્રો માટે મુખ્ય જરૂરિયાત છે, તેને હવે સત્તાવાર રીતે સરકાર દ્વારા પ્રમાણિત ગ્રીન સ્ટીલ તરીકે માન્યતા પ્રાપ્ત મળી છે, જેના કારણે ગ્રાહકો તેમની વેલ્યુ ચેઇનમાં સ્કોપ 3 સુધીનું કાર્બન ઉત્સર્જન ઘટાડવા સક્ષમ બનશે.
પ્રમાણપત્ર માટેની પાત્રતા સ્ટીલ ઉત્પાદનની ઉત્સર્જન તીવ્રતા પર આધારિત છે, જેમાં થ્રેશોલ્ડ મર્યાદા તૈયાર થયેલા સ્ટીલના પ્રતિ ટન દીઠ 2.2 ટન CO₂ સમકક્ષ (tCO₂e/tfs) કરતાં ઓછું હોવું જરૂરી છે. આ મર્યાદા કરતાં ઓછા ઉત્સર્જન સાથે ઉત્પન્ન થયેલ સ્ટીલને ત્રણ સ્તરની વ્યવસ્થા હેઠળ રેટિંગ આપવામાં આવે છે: 3-સ્ટાર, 4-સ્ટાર અથવા 5-સ્ટાર ગ્રીન સ્ટીલ.
પ્રમાણપત્ર મેળવવા માટે AM/NS Indiaએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સેકન્ડરી સ્ટીલ ટેકનોલોજી (NISST) દ્વારા કરવામાં આવેલી કડક ઓડિટ પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું હતું, જેમાં કંપનીના મુખ્ય ફ્લેટ સ્ટીલ પોર્ટફોલિયોએ ગ્રીન સ્ટીલના માપદંડો પૂર્ણ કર્યા હોવાનું પુષ્ટિ કરવામાં આવી હતી.
શ્રી દિલીપ ઊમ્મેન, ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર (CEO), આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India)ના જણાવ્યાનુસાર, “ભારતની ગ્રીન સ્ટીલ ટેક્સોનોમી સ્ટીલ ઉદ્યોગના ભવિષ્ય અને તેના ડીકાર્બનાઇઝેશન માટે સ્પષ્ટ દિશા નક્કી કરે છે. AM/NS Indiaના માપનીય પ્રયત્નો દ્વારા કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડીને લો કાર્બન સ્ટીલનું ઉત્પાદન કરી રહ્યું છે, અને આ નવું ફ્રેમવર્ક આ પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે. આ પ્રમાણપત્ર અમારી યાત્રામાં થયેલી પ્રગતિને દર્શાવે છે, જે લો કાર્બન પ્રક્રિયાઓ અને સ્વચ્છ ઊર્જા ક્ષેત્રે કરેલા રોકાણો પર આધારિત છે. આ માન્યતા અમારા મુખ્ય ધ્યેય – ‘સ્માર્ટર સ્ટીલ્સ, બ્રાઇટર ફ્યુચર્સ’ – ને પ્રતિબિંબિત કરે છે. આ વિકાસ એ પણ પ્રતિબિંબિત કરે છે કે સ્ટીલ ઉત્પાદકો રાષ્ટ્રીય આબોહવા લક્ષ્યોને સમર્થન આપવાની સાથે વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક રહી શકે છે.”
AM/NS Indiaની તેના ફ્લેટ સ્ટીલ માટે ગ્રીન સ્ટીલ પ્રમાણપત્ર મેળવવાની ક્ષમતા માટે મુખ્યત્વે ઓછા કાર્બન સાથેના ઉત્પાદનની પ્રોફાઇલને દર્શાવે છે. કંપનીની અંદાજિત 65% સ્ટીલમેકિંગ ક્ષમતા નેચરલ ગેસ આધારિત ડાયરેક્ટ રિડ્યુસ્ડ આયર્ન (DRI) પદ્ધતિ પર આધારિત છે, જેના કારણે કોલસા આધારિત પ્રક્રિયાઓ પરની નિર્ભરતા નોંધપાત્ર રીતે ઘટી છે. આથી વર્ષ 2015 પછીથી કાર્બન ઉત્સર્જન તીવ્રતામાં 35% કરતાં વધુ ઘટાડો થયો છે.
કંપનીની ઉત્સર્જન કામગીરીને નવનીકરણીય ઊર્જાના સંકલન દ્વારા વધુ મજબૂતી મળી છે, જેમાં AM ગ્રીન એનર્જી દ્વારા વિકસાવવામાં આવેલ આંધ્રપ્રદેશના કર્નૂલ ખાતેનો આશરે 1 GW હાઇબ્રિડ નવનીકરણીય ઊર્જા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટે વર્ષ 2025માં ગુજરાતના હજીરા સ્થિત AM/NS Indiaના મુખ્ય પ્લાન્ટને વીજ પુરવઠો આપવાનું શરૂ કર્યું હતું.
ડિસેમ્બર 2025માં આર્સેલરમિત્તલે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને ગુજરાતમાં ત્રણ વધારાના નવનીકરણીય ઊર્જા પ્રોજેક્ટમાં આશરે USD 0.9 બિલિયન રોકાણ કરવાની યોજનાની જાહેરાત કરી હતી, જેમાંથી ઉત્પન્ન થતી વીજળીનો પૂરવઠો AM/NS Indiaને પૂરો પાડવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ભારતમાં આર્સેલરમિત્તલની નવનીકરણીય ઊર્જા ક્ષમતા બમણી થઈને 2 GW થશે.
આ સાથે AM/NS India ગુજરાતના ભચાઉ ખાતે પોતાનો 550-MW હાઇબ્રિડ નવનીકરણીય ઊર્જા પ્રોજેક્ટ વિકસાવી રહી છે, જેમાં 300 MW સોલાર પાવર અને 250 MW પવન ઊર્જાનો સમાવેશ થાય છે, અને જેના કારણે દર વર્ષે અંદાજે 0.9 મિલિયન ટન CO₂ બચત થવાની શક્યતા છે.
પ્રમાણપત્ર પ્રાપ્ત થયા બાદ AM/NS Indiaએ 4-સ્ટાર રેટેડ HR ઉત્પાદનો અને 3-સ્ટાર રેટેડ CR ઉત્પાદનોનું વ્યાવસાયિક ઉત્પાદન શરૂ કર્યું છે, જે સ્થાનિક ગ્રાહકોને વિશ્વસનીય અને સરકાર દ્વારા પ્રમાણિત ગ્રીન સ્ટીલ વિકલ્પ આપે છે અને ભારતને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક તથા ટકાઉ સ્ટીલ ઉત્પાદક તરીકે વધુ મજબૂત બનાવે છે.
નાણાંકીય વર્ષ 2025 દરમિયાન AM/NS Indiaએ રાષ્ટ્રીય સરેરાશની તુલનામાં 14% ઓછી CO₂ ઉત્સર્જન તીવ્રતા હાંસલ કરી હતી. કંપની વર્ષ 2021ના બેઝલાઇનની સરખામણીમાં વર્ષ 2030 સુધીમાં તેની ઉત્સર્જન તીવ્રતા 20% ઘટાડવાનો લક્ષ્ય ધરાવે છે.