સામાજિક કાર્યો સાથે બાળકોને જોડાવા માટે ‘અમદાવાદી ગર્લ’ વિશ્રુતિ શાહે લૉન્ચ કરી અનોખી વેબસાઇટ

http://www.ripplechangers.com/  નામક વેબસાઇટને લૉન્ચ કરવામાં આવી
• ધો.૫થી ૧૦ સુધીના વિવિધ સ્કૂલ્સ પ્રોજ્ક્ટ માટેનું અલાયદું સેક્શન ધરાવે છે વેબસાઇટ
અમદાવાદ, ૫ ફેબ્રુઆરી, ૨૦૨૩: બાળકો દેશનું ભવિષ્ય હોય છે, તેથી જ બાળપણથી જ તેઓ સામાજિક કાર્યો પ્રત્યે બાળકો રસ લેતા થાય અને સેવા કાર્યને ધ્યાનમાં રાખી તેમની કેળવણી કરવામાં આવે તે ઇચ્છનીય બાબત છે. આ માટે બાળકોને સામાજિક કાર્યો સાથે જોડાવા માટે પ્રોત્સાહન આપવું જોઇએ. આ દિશામાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતી અમદાવાદી ગર્લ વિશ્રુતિ શાહે પોતાના પ્રકારની એક અનોખી વેબસાઇટ http://www.ripplechangers.com/  લૉન્ચ કરી છે. આ વેબસાઇટને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આયોજિત એક પુસ્તક વિમોચન કાર્યક્રમ દરમિયાન લૉન્ચ કરવામાં આવી હતી.


વિજ્ઞાન પ્રવાહમાં ધોરણ ૧૧માં અભ્યાસ કરી રહેલી વિશ્રુતિ શાહ મેડિકલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે નિશ્ચયી છે અને સામાજિક કાર્યો સાથે હૃદયથી જોડાયેલી છે. અનોખી વેબસાઇટ શરૂ કરવાના વિચાર વિશે વિશ્રુતિ શાહે જણાવ્યું,“આજની યુવા પેઢી અને બાળકો પાસે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા થકી માહિતીનું આદાન-પ્રદાન કરવાની અનેક તકો રહેલી છે. ઉપરાંત સમાજને સ્પર્શતા મુદ્દાઓ વિશે પણ જાગૃત્તિ જોવા મળી રહી છે. તેથીવિવિધ સામાજિક પ્રવૃત્તિઓની માહિતી યુવાઓ અને બાળકો સુધી પહોંચાડી શકાય તે માટેના એક સમર્પિત પ્લેટફોર્મ http://www.ripplechangers.com/ નામક વેબસાઇટ શરૂ કરી છે. આ વેબસાઇટ પર મને મારા પેરેન્ટ્સ અને માર્ગદર્શકોનું સમર્થન સાથે પ્રોત્સાહન મેળવ્યું તે અન્ય બાળકો સાથે શેર કરીશ. ઉપરાંત, હું જે કોઈ પણ સમાજ સેવાની પ્રવૃર્ત્તીઓ કરી રહી છું એના વિશેની માહિતી અહીં શેર કરીશ, જેથી બીજા યુવાનો અને બાળકોને પણ સમાજ સેવાની પ્રવુત્તિઓમાં જોડાવાની પ્રેરણા મળે.”
આ વેબસાઇટમાં એક સેકશન છે, જેમાં અમે ધોરણ ૫થી ૧૦ના વિદ્યાર્થીઓને વિવિધ વિષયો ઉપર સ્કૂલ પ્રોજેક્ટ બનાવવા માટે પૂરક માહિતી અને ફોર્મેટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માહિતીનો ઉપયોગ કરી તેઓ ક્યાંયથી કોપી કર્યા વિના મૌલિક રીતે ખુબ સરળતાથી પોતાના પ્રોજેક્ટસ બનાવી શકશે અને જો કોઈ પોતે પણ વેબસાઇટ પરના કોઈ સ્કૂલ પ્રોજેક્ટ વિશેની માહિતી શેર કરવા ઇચ્છે તો પણ તે આ વેબસાઇટ પર કરી શકે છે.
વિશ્રુતિ શાહે વધુમાં જણાવ્યું,“આ વેબસાઈટ પર હું સમાજને સ્પર્શતા અને મહત્વના મુદ્દાઓ વિશેના મારા વિચારો બ્લોગના માધ્યમથી શેર કરીશ. આ બ્લોગ્સ દ્વારા હું મારા વિચારો અને એ મુદ્દાઓ ઉપર શું થઇ શકે તેને એવા લોકો સુધી પહોંચાડી શકીશ જેઓ એ તકલીફમાંથી પસાર થઇ રહ્યા છે અથવા એ મુદ્દાઓની ગંભીરતા સમજી શકે છે. અહીં જો કોઈને બ્લોગ લખવા હશે તો તેઓ પણ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે. બ્લોગ્સ અને સોશ્યિલ એકટીવિટીસના સેકશન્સ સમાજને સ્પર્શતા મુદ્દાઓ અને સમાજ સેવામાં રસ ધરાવતી દરેક વ્યક્તિઓ માટે ઉપયોગી છે, જયારે પ્રોજેક્ટસનો સેકશન ધોરણ ૫થી ૧૦ સુધીના બાળકો માટે ઉપયોગી રહેશે.