હારાષ્ટ્ર રાજયના મુંબઇ શહેરના રહેવાસી અને જૂનાગઢ ખાતે આવેલ ઓટો રીક્ષામાં ભુલાયેલ લગેજ બોક્ષ વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા જૂનાગઢ પોલીસ દ્રારા ગણતરીની કલાકોમાં શોધી કાઢેલ.
રજદાર મુકેશભાઇ નટવરલાલ પારેખ મહારાષ્ટ્ર રાજયના મુંબઇ શહેર ખાતે રહેતા હોય અને જૂનાગઢ ખાતે લગ્ન પ્રસંગ માટે આવેલ હોય, જૂનાગઢ રેલ્વે સ્ટેશનથી લોઢીયા વાડી ખાતે જવા માટે ઓટો રીક્ષામાં તેમના પરીવાર સાથે બેઠેલ, લોઢીયા વાડી ઓટો રીક્ષામાંથી ઉતર્યા બાદ તેઓને માલુમ થયેલ કે તેમની સાથેનુ રૂ. ૨,૫૦૦/- ની કીંમતનુ લગેજ બોક્ષ કે જેમાં મેડીકલ ડોક્યુમેન્ટસ, દવાઓ, તેમજ હાઇજેનીક ખાણી પીણીની વસ્તુઓનુ બોક્ષ ઓટો રીક્ષામાં ભુલી ગયેલ. મુંબઇ ખાતે ચાલતી સારવાર અને તેની દવાઓ અહીયા મળવી મુશ્કેલ હોય અને તેમની જીંદગીનો પ્રશ્ન હોય જેથી તે અને તેમના પરીવારના સભ્યો વ્યથીત થઇ ગયેલ હતા, અને આ બાબતની જાણ નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પોલીસ સ્ટાફ દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
જૂનાગઢ રેન્જના આઈજી શ્રી મયંકસિંહ ચાવડા તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે.
જૂનાગઢ હેડ ક્વા. ડી.વાય.એસ.પી. એચ.એસ.પટણીના માર્ગદર્શન હેઠળ નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર)ના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, હે.કોન્સ. રામશીભાઇ ડોડીયા, પો.કોન્સ. શીલ્પાબેન કટારીયા, કીંજલબેન કાનગડ, કુસુમબેન મેવાડા સહીતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી મુકેશભાઇ જે સ્થળેથી પસાર થયેલ હતા તે સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા ઓટો રીક્ષાના નંબર શોધી કાઢેલ.
જૂનાગઢ નેત્રમ શાખા દ્રારા ઓટ રીક્ષા ચાલકનો સંપર્ક કરી મુકેશભાઇનુ રૂ. ૨,૫૦૦/- ની કીંમતનુ લગેજ બોક્ષ સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને મુકેશભાઇ દ્રારા નેત્રમ શાખાના પોલીસ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો….
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પોલીસ ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં મુકેશભાઇનુ રૂ. ૨,૫૦૦/-ની કીંમતનુ લગેજ બોક્ષ સહી સલામત પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે..