આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા હજીરા સ્ટીલ પ્લાન્ટ ખાતે મોક ડ્રીલ યોજાઈ

હજીરા – સુરત, જુલાઈ 25, 2023:  આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS ઈન્ડિયા), આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ વચ્ચેના સંયુક્ત સાહસ, વિશ્વની બે અગ્રણી સ્ટીલ ઉત્પાદક સંસ્થાઓએ સુરત પોલીસ અને આસપાસના ઉદ્યોગોની ફાયર ટીમો સાથે મળીને મોકડ્રીલ હાથ ધરી હતી.

 

મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે ફાયરકર્મીઓને આપવામાં આવતા સાધનો અને તાલીમની અસરકારકતા ચકાસવા માટે ફાયર સર્વિસ વિભાગ દ્વારા મોક ઈમરજન્સીની સ્થિતિ બનાવવામાં આવી હતી. ઓફિસમાં કામ કરતાં તમામ કર્મચારીઓને સુરક્ષિત સ્થળાંતર કરવા માટેની તૈયારી અને પ્રતિભાવ સમય ચકાસવામાં પણ મોક ડ્રીલ મહત્વની હતી.

 

આયોજિત મોક ડ્રીલ મુજબ, મંગળવારે સવારે, નેચરલ ગેસ (એનજી) પાઇપલાઇનમાંથી લીકેજ શોધી કાઢવામાં આવ્યું હતું અને ત્યારબાદ સ્પાર્કના પગલે વિકરાળ આગ લાગી હોઈ તેવી સ્થિતિનું સર્જન કરવામાં આવ્યું હતું. જેમાં બે કર્મચારીઓને ઇજા થઈ હતી. ફાયર સર્વિસની ટીમના ઝડપી પ્રતિસાદ અને સજ્જતાને કારણે, પરિસ્થિતિને અસરકારક રીતે કાબૂમાં લેવામાં આવી હતી, અને વધુ નુકસાન ટાળવામાં આવ્યું હતું.

 

દુર્ઘટનાની વિકટ સ્થિતિનો સામનો કરવા માટે બે ટેકનિશિયન અને એક એન્જિનિયરની ટીમને તરત જ લીકેજ સાઇટ પર તૈનાત કરવામાં આવી હતી. AM/NS Indiaની ટીમ, સુરત પોલીસ અને ફાયર ટીમ સાથે, પરિસ્થિતિને કાબૂમાં લેવા હરકતમાં આવી ગઈ હતી. વિશાળ પ્લાન્ટ પરિસરમાં ઘટના સ્થળ સુધી વહેલી તકે પહોંચી શકાય તે માટે સાત માર્ગોની ઓળખ કરવામાં આવી હતી. આયોજિત મોક ડ્રીલમાં બચાવ ટીમો સરળતાથી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

 

આગ લાગી હોવાની સ્થિતિ જાણ થતાની સાથે જ પ્લાન્ટ કંટ્રોલ રૂમ અને AM/NS India, હજીરાના ફાયર કંટ્રોલ રૂમને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને તમામ કર્મચારીઓને સર્જાયેલી સ્થિતિ અંગે ચેતવણી આપવા માટે સવારે 10:48 વાગ્યે ઈમરજન્સી સાયરન વગાડવામાં આવ્યું હતું. સમગ્ર આગ નિયંત્રણની કવાયત સવારે 11:10 વાગ્યા સુધી ચાલી હતી. જે AM/NS India દ્વારા તેના કર્મચારીઓની સલામતી પૂરી પાડવાની પ્રાથમિકતાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

 

AM/NS India, હજીરા ખાતે સિક્યુરિટી વિજીલન્સ અને ફાયર સર્વિસિઝના વડા કેપ્ટન સુજોયકુમાર ગાંગુલી (IN) એ મોકડ્રિલ ના સફળ આયોજન બાદ જણાવ્યું હતું કે, તમામ કર્મચારીઓની સલામતી માટે મહત્વપૂર્ણ સુરક્ષા વ્યવસ્થાની ખાત્રી કરવા માટે સમયાંતરે આવી મોક ડ્રીલનું આયોજન કર્યુ હતું. વધુમાં, કેપ્ટન સુજોયકુમાર ગાંગુલીએ કહ્યું, “અમારા કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી અને અમારા નિર્ણાયક એકમોની સુરક્ષા એ AM/NS Indiaમાં અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. મોક ડ્રીલ અમારી ટીમોને અણધારી કટોકટીને આત્મવિશ્વાસ અને કાર્યક્ષમતા સાથે હેન્ડલ કરવા માટે તૈયાર કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આજે બનેલી આ ઘટના અમારી તૈયારીની અસરકારકતા અને અમારી ટીમ, સુરત પોલીસ અને ફાયર સર્વિસ વચ્ચેના સંકલનને દર્શાવે છે. અમે સતત સુધારણા માટે પ્રતિબદ્ધ છીએ અને અમારી સંસ્થામાં સલામતીને વધુ મજબૂત બનાવવા માટે દરેક કવાયતમાંથી શીખીશું.”

 

સુરતના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (સ્પેશિયલ બ્રાન્ચ)ના નિર્દેશને પગલે આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં AM/NS Indiaના હજીરા સ્ટીલ પ્લાન્ટ જેવા મહત્વપૂર્ણ સ્થાપનોને આ પ્રકારની કવાયત નિયમિતપણે કરવા વિનંતી કરવામાં આવી હતી. આ પ્રકારની કવાયત માત્ર નિયમોના પાલન માટેના પગલાં નથી પરંતુ જીવન બચાવવાની પહેલ છે, જે સંસ્થાઓને જોખમો ઘટાડવા અને કટોકટીની પરિસ્થિતિઓમાં અસરકારક રીતે બચાવ કાર્ય કરવા માટે સશક્ત બનાવે છે.

 

 

FURTHER INFORMATION

Neeraj Sharma                                                           Nitesh Desai

ArcelorMittal Nippon Steel India                  Primex Media Services

Email Id.: Neeraj.Sharma@amns.in               Email Id.: nitesh@primexmediaservices.com

 

ARCELORMITTAL NIPPON STEEL INDIA LIMITED (AM/NS India):

AM/NS India is a joint venture between ArcelorMittal and Nippon Steel, two of the world’s leading steel manufacturing organisations. A leading integrated flat carbon steel producer in India, the company has an achievable crude steel capacity of around 9 million tonnes per annum. It produces a full diversified range of flat steel products, including value-added steel, and has a pellet capacity of 20 million tonnes.