વાલ્મિકી પિક્ચર્સ દ્વારા પ્રસ્તુત ગુજરાતી ફિલ્મ

ભગવાન બચાવે’ એ એવા ત્રણ મધ્યમ વર્ગના મહત્વાકાંક્ષી લોકોની વાત છે જેઓ પોતાના જીવનમાં આવતા અણધાર્યા વળાંક પછી તેમના સામાન્ય જીવનને પુનર્જીવિત કરવાના મિશન પર એકસાથે કામ કરે છે. આ ફિલ્મ ડ્રામા, સસ્પેન્સ, લાગણીઓથી ભરેલી રમુજી રોલર કોસ્ટર રાઈડ છે અને સૌથી અગત્યની વાત, આ ફિલ્મમાં એવા મધ્યમ વર્ગીય લોકો માટે સંદેશ છે જે હંમેશા લોન, ક્રેડિટ કાર્ડ અને હપ્તા સિસ્ટમમાં અટવાયેલા હોય છે.

આ ફિલ્મમાં જિનલ બેલાણી, ભૌમિક સંપત અને મુની ઝા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જિનલ અને ભૌમિકએ સાથે મળીને આ ફિલ્મનું દિગ્દર્શન કર્યુ છે અને સાથે વાલ્મિકી પિક્ચર્સના બેનર હેઠળ આ ફિલ્મનું નિર્માણ પણ કર્યુ છે. ‘ભગવાન બચાવે’  2જી ડિસેમ્બર, 2022ના રોજ રિલીઝ થઈ રહી છે. જેને લઇને ટીમ આજે અમદાવાદ પોહચી હતી અને ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા હતા.  મુંબઈ મૂવી સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત, આ ફિલ્મનું વિતરણ યૂએફઓ સિને મીડિયા નેટવર્ક દ્વારા કરવામાં આવશે.

આ ફિલ્મમાં કલાકારો ભૌમિક સંપત, જીનલ બેલાણી, મુની ઝા, ભાવિની જાની, પ્રેમ ગઢવી, રૌનક કામદાર, હેમાંગ દવે, મેહુલ બુચ, અનુરાગ પ્રપન્ના, ઓજસ રાવલ, મોરલી પટેલ, ચાર્મી પંચાલ, વૈશાખ રતનબેન અને વિશાલ ઠક્કર છે. આ ફિલ્મ ઝીનલ બેલાની દ્વારા લખવામાં આવી છે અને તપન વ્યાસ દ્વારા સિનેમેટોગ્રાફી, રાકેશ સોની દ્વારા સંપાદિત અને ભાવેશ શાહ દ્વારા સંગીત આપવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પ્રેસ કોન્ફેરેન્સ માટે સ્થળ અને F&B ભાગીદારો વાઘ બકરી ટી લાઉન્જ દ્વારા આપવામાં આવ્યું છે  .

નિતિન કેનીની આગેવાની હેઠળના મુંબઈ મૂવી સ્ટુડિયોએ વાલ્મિકી પિક્ચર્સ સાથે ફિલ્મ ‘ભગવાન બચાવે’ થી ગુજરાતી ફિલ્મોમાં પ્રવેશ કર્યો છે. 25થી વધારે વર્ષ સુધી ફિલ્મ ઉદ્યોગમાં સક્રિય રહીને ગદર, સૈરાટ, રુસ્તમ, લંચબોક્સ અને અન્ય ઘણી ફિલ્મો આપનાર દિગ્ગજ વ્યક્તિ દ્વારા હવે આ ગુજરાતી ફિલ્મ રજૂ કરવામાં આવી રહી છે.

વાલ્મિકી પિક્ચર્સ જિનલ બેલાની અને ભૌમિક સંપત દ્વારા સ્થાપિત ફિલ્મ નિર્માણ કંપની છે. બે વર્ષના ખૂબ જ ટૂંકા ગાળામાં તેઓએ અત્યારસુધીમાં ત્રણ પ્રોજેક્ટ તૈયાર કર્યા છે. તીખી મીઠી લાઈફ, પૂરી પાણી અને હવે ‘ભગવાન બચાવે’. જિનલ બેલાની પહેલેથી જ ગુજરાતી સિનેમાની જાણીતી અભિનેત્રી છે અને ભૌમિક સંપત તેની હિન્દી ફિલ્મો ‘સાડા અડ્ડા’ અને ‘સમ્રાટ એન્ડ કં.’ પછી આ ફિલ્મ સાથે ગુજરાતી સિનેમામાં પદાર્પણ કરશે.

આ સાથે જીનલ બેલાણી દ્વારા મુખ્ય  લેખક, દિગ્દર્શક, નિર્માતા અને અભિનેતાનું કાર્ય કર્યું છે. હિન્દી ફિલ્મ અભિનેતા ભૌમિક સંપત કે જેમણે સદા અડ્ડા જેવી ફિલ્મો આપી છે, જે કલ્ટ હિટ સાબિત થઈ છે તે બે સફળ ગુજરાતી વેબસિરીઝ પછી ગુજરાતી સિનેમામાં પ્રવેશ કરી રહ્યો છે જેના માટે તેણે GIFA ખાતે “શ્રેષ્ઠ અભિનેતા ડેબ્યૂ” પણ જીત્યો હતો.તેમજ આ ફિલ્મમાં નિર્દેશક, નિર્માતા, અભિનેતા પોતે સફળ રહ્યા છે. 3 મુખ્ય લીડ સિવાય ફિલ્મ ભગવાનમાં 12 અન્ય જાણીતા કલાકારો છે. સોનુ નિગમ, નકાશ અઝીઝ અને દિવ્યા કુમાર જેવા ટોચના બોલિવૂડ ગાયકોએ પ્લેબેક કર્યું છે.