પેશાબની સમસ્યા અને ચાલવામાં મુશ્કેલીથી પીડાતા 6 વર્ષના બાળકને થેયલ કરોડરજ્જુની ગાંઠનું વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે સફળ ઓપરેશન
6 વર્ષના બાળકને પગમાં અચાનક જ નબળાઈ આવી ગઈ હતી અને પેશાબ રોકાઈ ગયો હોવાથી પેશાબની નળી મૂકવી પડી હતી. તેને પગમાં નબળાઈ સતત વધતી જતી હતી. તેથી આ બાળકને અન્ય હોસ્પિટલમાંથી વોકહાર્ટ હોસ્પિટલ્સ ખાતે ડો. કાંત જોગણી અને ડો. વિરલ વસાણીની દેખરેખ હેઠળ સારવાર કરવા માટે લાવવામાં આવ્યો હતો.
બાળકની બીમારી અંગે ડો. કાંત જોગણી (સિનિયર કન્સલ્ટન્ટ- બ્રેઈન એન્ડ સ્પાઈન સર્જન, વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ) અને ડૉ. વિરલ વસાણી (કન્સલ્ટન્ટ- બ્રેઈન એન્ડ સ્પાઈન સર્જન, વોકહાર્ટ હોસ્પિટલ, રાજકોટ) એ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે, “બાળકની કરોડરજ્જુનો એમઆરઆઈ કરતા તેમાં કરોડરજ્જુના મધ્યમાં જ ગાંઠ થઈ હોવાનું જાણવા મળ્યું હતું. ગાંઠ જો કરોડરજ્જુની બહાર હોય તો ઓછા રિસ્ક સાથે કાઢી શકાય પણ આ કેસમાં નસની એકદમ વચ્ચોવચ ગાંઠ હોવાથી તેને હાઈ રિસ્ક સર્જરી ગણવી પડે. અને પગમાં આજીવન ખોડખાંપણ રહેવાની શક્યતા પણ વધી જાય. આ સર્જરીની આવશ્યકતા અને તેની સાથે સંકળાયેલા રિસ્ક સમજીને તેના માતા પિતા એ ઓપરેશન કરવાની પરવાનગી આપી.”
” કરોડરજ્જુનું ઓપરેશન કરીને નસને માઈક્રોસ્કોપ ની મદદથી ખોલીને ગાંઠને સંપૂર્ણ રીતે કાઢી નાખવામાં આવી હતી. ઓપરેશન પછી ધીરે ધીરે તેના પગ માં રિકવરી થવા લાગી અને 10 દિવસમાં બાળક ફરી પોતાના પગ પર ચાલવા લાગ્યો. તેની પેશાબની નળી પણ કાઢી નાખી અને પેશાબ પરનો કંટ્રોલ પણ સરસ રીતે આવી ગયો. એક પગમાં રહેલ નજીવી કમજોરીને બાદ કરતા બાળક અત્યારે દોડ ધામ કરી રહ્યો છે. સમયસર લક્ષણોને ઓળખીને યોગ્ય ડોક્ટર પાસે સારવાર કરાવવામાં આવે તો એનું પરિણામ ઉત્તમ આવી શકે તેનું આ ખુબ સરસ ઉદાહરણ છે.”- વધુમાં તેઓએ જણાવ્યું હતું.