આજ ના સ્વતંત્ર દિન ની ઉજવણી અને ધ્વજારોહણ શાળા ના પ્રતિભા સંપન અને એનસીસી કેડેટ હેત સોજીત્રા ને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપી તેના હસ્તક રાષ્ટ્ર ધ્વજ ફરકાવવા માં આવ્યો હતો . શાળા ના એનસીસી નેવલ કેડેટ્સ દ્વારા માર્ચ પરેડ યોજાઈ હતી અને માર્ચ પરેડ દરમ્યાન મુખ્ય મહેમાને પરેડ ની સલામી જીલી હતી.

શાળા ની ધોરણ ૫ થી ૮ ની વિદ્યાર્થીઓ એ દેશભક્તિ ગીત રજૂ કર્યા હતા. મુખ્ય મહેમાનો હેત સોજીત્રા એ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. હેત પટેલ નાનપણ થી શાળા માં યોજાતી સહાભ્યાસિક પ્રવૃત્તિ માં ભાગ લઈ પોતાની પ્રતિભા વિકસાવવા માં શાળા ની ભૂમિકા ઉત્તમ રહી છે તેવું જણાવી શાળા નો આભાર માન્યો હતો.ધોરણ ૪ ની દીકરી સોનવણે હર્ષિતા અને ધોરણ ૨ ની દીકરી હિરપરા રાધ્યા એ પોતાનું સ્વતંત્રતા દિવસ પર સુંદર વક્તવ્ય આપ્યું હતું.
ટ્રસ્ટી શ્રી જયસુખ કથીરિયા એ પ્રાસંગિક ઉદબોધન માં જણાવ્યું હતું કે હેત સોજીત્રા જેવા બાળકો હસ્તક ધ્વજ વંદન કરાવી, નાના ભૂલકાઓ ને મહેમાન બનાવી સ્ટેજ પર બેસાડવાથી બાળકો માં આત્મવિશ્વાસ સાથે પોતાની પ્રતિભા ના જાતે દર્શન કર્યા હતા. બાળકો ને સ્ટેજ પર મહેમાન તરીકે મળતું સન્માન જોઈ ને વાલીઓ પણ ખુબજ ખુશ હતા .

સમગ્ર કાર્યક્રમ બાળકો એ આયોજિત કર્યો, માસ્ટર ઓફ સેરેમની પણ બાળકો દ્વારા અને ધ્વજ વંદન માં મુખ્ય મહેમાન પણ બાળકો એજ સર્વાંગી વિકાસ નો પાયો છે . બાળકો એ રાષ્ટ્ર પર્વ ને અનુરૂપ ડેકોરેશન કરી શાળા પરિસર ને નયન રમ્ય બનાવ્યું હતું..બાળકો એ સાથે મળી નયા ભારત, વિકસિત ભારત પર રંગોળી બનાવી સૌ ને શુભકામના પાઠવી હતી.અંતે આચાર્ય શ્રી આદિત્ય પટેલ એ તમામ નો આભાર માન્યો હતો.