વર્લ્ડ મોટરસાયકલ ડે – 2026″ નિમિત્તે Ajay’s Cafe અને GMRA ભાઈચારા અને જવાબદાર મોટરસાયકલિંગની ભાવનાની ઉત્સાહભેર ઉજવણી કરશે

મોટરસાયકલિંગની ભાવનાની ઉજવણી કરવા માટે દમણમાં 20-21 જૂને મોટી સંખ્યામાં રાઇડર્સ એકત્રિત થશે : આ પહેલ એક મજબૂત સંદેશ આપે છે કે, 'દરેક રાઇડનો અંત સલામત રીતે ઘરે પાછા ફરવા સાથે થવો જોઈએ'

સુરત, ગુજરાત, 18 જૂન, 2026 : ગુજરાતની અગ્રણી કાફે અને ફૂડ બ્રાન્ડ્સ, Ajay’s Cafe દ્વારા દમણના લે વિનો ખાતે 20-21 જૂન, 2026 ના રોજ “વર્લ્ડ મોટરસાયકલ ડે – 2026” ઈવેન્ટની શાનદાર ઉજવણી કરવામાં આવશે. આ ઉજવણી માટે બ્રાંડ દ્વારા ગુજરાત મોટરસાયકલ રાઇડર્સ એસોસિએશન (GMRA) સાથે સહયોગની જાહેરાત કરવામાં આવી છે. આ ઈવેન્ટના માધ્યમ થકી Ajay’s Cafe અને GMRA સમાજમાં સુરક્ષિત રાઇડિંગનો મજબૂત સંદેશો આપશે.

બે દિવસની આ ઈવેન્ટમાં ગુજરાત અને નજીકના પડોશી પ્રદેશોમાંથી અંદાજીત 160-200 મોટરસાઇકલ સવારો રાઇડિંગ કલ્ચર, મિત્રતા, સાહસ અને જવાબદાર મોટરસાઇકલિંગની ઉજવણી માટે ભેગા થશે તેવી આશા છે. GMRA દ્વારા યોજાનારા આ કાર્યક્રમમાં ઓફ-રોડ રાઇડિંગ અનુભવ, પૂલ પાર્ટી, રમતો, મનોરંજન સત્રો, નેટવર્કિંગ તકો અને સમુદાયિક જોડાણ પ્રવૃત્તિઓ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ સામેલ છે.

મોટરસાઇકલના રોમાંચ અને રાઇડર્સમાં ભાઈચારાની ભાવના ઉપરાંત, એસોસિએશનનો ઉદ્દેશ્ય રોડ સેફ્ટી(માર્ગ સલામતી) અને જવાબદાર રાઈડિંગ પર એક મજબૂત સંદેશ આપવાનો છે. આ ભાગીદારી દ્વારા, Ajay’s Cafe અને GMRA રાઇડર્સને યાદ અપાવવાનો પ્રયાસ કરે છે કે, દરેક સફર સુરક્ષિત રીતે પૂર્ણ થવી જોઈએ કારણ કે, રાઇડિંગનો સાચો આનંદ પ્રિયજનો પાસે ઘરે પાછા ફરવામાં રહેલો છે.

આ પહેલ, Ajay’s Cafe ની ખુશી અને એકતાના ક્ષણો બનાવવાના ફિલસૂફીથી પ્રેરિત છે. બ્રાન્ડ માટે, “હેપ્પી વાલી ફીલીંગ” નો મતલબ માત્ર ફૂડ અને ઉજવણી કરવાનો નથી; પરંતુ તે દરેક મુસાફરી પછી જ્યારે તેમના પ્રિયજનો સુરક્ષિત રીતે ઘરે પાછા ફરે છે, તે સમયે પરિવારો દ્વારા અનુભવાતી માનસિક શાંતિ અને આનંદ વિશે પણ સમાન રીતે મહત્વ ધરાવે છે.

આ પહેલ અંગે, Ajay’s Cafe ના સ્થાપક નિર્દેશક શ્રી જયદીપ સોલંકીએ જણાવ્યું હતું કે, “મારા માટે, મોટરસાયકલ ચલાવવી, એ હંમેશા એક શોખ કરતાં વધુ રહ્યું છે. સાચું કહું તો, તે એક જુસ્સો છે, જેણે અમને રાઇડર્સના એક અદ્ભુત સમુદાયનો પરિચય કરાવ્યો છે, જે સાહસ, મિત્રતા અને એકબીજા પ્રત્યે આદરની સમાન ભાવના ધરાવે છે. GMRA ના સભ્યો તરીકે, અમે રાઇડિંગ સમુદાયમાં રહેલા ભાઈચારાની મજબૂત ભાવનાનો જાતે અનુભવ કર્યો છે. ‘વર્લ્ડ મોટરસાયકલ ડે’ સાથે અમારું જોડાણ એ જ ભાવનાની ઉજવણી છે.”

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “Ajay’s Cafe ખાતે, અમારું માનવું છે કે, સૌથી અર્થપૂર્ણ મુસાફરી એ છે, જે યાદો બનાવે છે અને લોકોને એકબીજાની વધુ નજીક લાવે છે. આની સાથે જ, દરેક રાઇટર્સ, ઘરે રાહ જોઈ રહેલા તેમના પ્રિયજનો પ્રત્યે જવાબદારી નિભાવે છે. કોઈપણ રાઈડનો સાચો આનંદ સુરક્ષિત રીતે પાછા ફરવામાં રહેલો છે, કારણ કે ત્યારે જ પરિવારો વાસ્તવિક ‘હેપ્પી વાલી ફીલિંગ’નો અનુભવ કરે છે. અમે રાઈડિંગ સમુદાય અને તેને જોડતા મૂલ્યોની ઉજવણી કરવામાં GMRA સાથે ઉભા રહેવામાં ખુબજ ગૌરવ અનુભવીએ છીએ.”

ઉલ્લેખનીય છે કે, GMRA લાંબા સમયથી જવાબદાર રાઈડિંગ કલ્ચરને પ્રોત્સાહન આપવા તેમજ મોટરસાઇકલ ઉત્સાહીઓમાં ભાઈચારાની મજબૂત ભાવનાને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે. ‘વર્લ્ડ મોટરસાયકલ ડે’ની ઉજવણી સલામત અને શિસ્તબદ્ધ રાઈડિંગ પ્રેક્ટિસની હિમાયત કરતી વખતે સમાન જુસ્સો ધરાવતા રાઇડર્સને એકસાથે લાવીને આ પ્રતિબદ્ધતાને વધુ મજબૂતી આપશે.

Ajay’s Cafe વિશે માહિતી :
Ajay’s Cafe ની સ્થાપના વર્ષ 2014માં થઈ હતી. તે ભારતની સૌથી ઝડપથી વિકસતી શાકાહારી ક્વિક સર્વિસ રેસ્ટોરન્ટ (QSR) ચેઇન્સમાંની એક છે, જે તમામ લોકો માટે ક્વોલિટી ફૂડને વ્યાજબી ભાવે અને બધા માટે સુલભ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. Ajay’s ગુડ ફૂડ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંચાલિત, આ બ્રાન્ડ ગુજરાતના નવસારી ખાતે તેના પ્રથમ આઉટલેટથી આજે અનેક શહેરોમાં ઝડપથી વિસ્તરતા કાફે નેટવર્કમાં વિકસી છે, જે લાખો ગ્રાહકોને તેની સિગ્નેચર કોલ્ડ કોફી, બર્ગર, પિઝા અને અન્ય લોકપ્રિય કાફે ઓફરિંગ સાથે સર્વિસ આપી રહી છે.

“હેપ્પી વાલી ફીલીંગ” ની ફિલસૂફી પર નિર્મિત, Ajay’s Cafe ની સ્થાપના અજય સોલંકી અને જયદીપ સોલંકી ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી. તેમણે એક એવી લોકો-કેન્દ્રિત ફૂડ બ્રાન્ડ બનાવવાની કલ્પના કરી હતી, જેની ક્વોલિટી બેસ્ટ હોવા સાથે તે પોષણક્ષમ ભાવે ઉપલબ્ધ હોય. અત્યાધુનિક 45,000 ચોરસ ફૂટ પ્રોડક્શન ફેસીલીટી અને ઇન-હાઉસ ટેસ્ટિંગ લેબોરેટરી દ્વારા સમર્થિત, કંપની તેના ઉત્પાદનોમાં કડક ગુણવત્તા ધોરણો અને સુસંગતતા જાળવી રાખે છે. તેની મજબૂત સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમ દરેક આઉટલેટ પર સમયસર ડિલિવરી સુનિશ્ચિત કરે છે, જેનાથી ગ્રાહકો દરેક મુલાકાત સાથે તાજા અને ઉચ્ચ-ગુણવત્તાવાળા ખોરાકનો આનંદ માણી શકે છે.

Ajay’s Cafeનું મિશન સારું, સ્વાદિષ્ટ અને બધા માટે સુલભ ભોજન પીરસવાનું છે. આની સાથે જ, તે 2030 સુધીમાં ભારતની સૌથી મોટી QSR ચેઇન બનવાનું વિઝન ધરાવે છે. ગ્રાહકોને કેન્દ્રમાં રાખવા સાથે નૈતિક વ્યવસાયિક પ્રથાઓ, સતત સુધારણા દ્વારા આ બ્રાન્ડ મૂલ્ય-આધારિત ફૂડ અનુભવો આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે તેની પહોંચનો વિસ્તાર કરવાનું જારી રાખે છે.

સફળ ફૂડ બ્રાન્ડ બનાવવા ઉપરાંત, Ajay’s Cafe એ એક સમૃદ્ધ ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ બનાવી છે, તેના ફ્રેન્ચાઇઝ નેટવર્ક દ્વારા 200+ ઉદ્યોગસાહસિકોને સશક્ત બનાવ્યા છે તેમજ તેના ઓપરેશન્સ અને પાર્ટનર આઉટલેટ્સમાં લગભગ 1,000 વ્યક્તિઓ માટે રોજગારની તકો ઉભી કરી છે.

વધુ માહિતી માટે visit https://ajays.co.in/ ની વિઝીટ કરો.