વ્હાઇટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલમાં “ટ્રેશ ટુ ટ્રેઝર” પ્રવૃત્તિનો ભવ્ય આયોજન: સર્જનાત્મકતા અને પર્યાવરણીય જાગૃતિનું મજબૂત સંયોજન

સુરત, જુલાઈ 2025: વ્હાઇટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને પર્યાવરણ પ્રત્યે જવાબદારી ભાવના વિકસાવવા માટે એક અનોખી પ્રવૃત્તિ “ટ્રેશ ટુ ટ્રેઝર” નું આયોજન કરવામાં આવ્યું.
આ પ્રવૃત્તિમાં વિદ્યાર્થીઓએ જુદા જુદા વેસ્ટ મટિરિયલ — જેમ કે જૂના અખબાર, પ્લાસ્ટિકની બોટલ, કાર્ડબોર્ડ, તૂટી ગયેલા રમકડાં અને કપડાંના ટુકડા વગેરે —માંથી નવા અને ઉપયોગી આર્ટ પીસ બનાવ્યા.
સામાન્ય રીતે ફેંકી દેવામાં આવતા સામાનમાંથી વિદ્યાર્થીઓએ નવી વિચારશક્તિ અને કલ્પનાથી સુંદર ચીજવસ્તુઓ તૈયાર કરી, જે જોઈને બધાં આશ્ચર્યચકિત થઈ ગયા. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને પુનઃઉપયોગ (reuse), રીસાયકલિંગ અને પર્યાવરણ બચાવના મહત્વની શીખ આપવામાં આવી.

પ્રવૃત્તિ દરમિયાન શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું અને દરેક સર્જનાત્મક કલાત્મક કાવ્ય પાછળ રહેલી વિચારધારાને પ્રશંસા મળતી રહી.
આ અવસરે પ્રિન્સિપલ શ્રીમતી પૂર્વિકા સોલંકીએ કહ્યું:
“વ્હાઇટ લોટસ સ્કૂલમાં અમારું ધ્યેય છે કે વિદ્યાર્થીઓમાં માત્ર શૈક્ષણિક જ્ઞાન જ નહીં, પણ તેમને જવાબદાર, સર્જનાત્મક અને પર્યાવરણપ્રેમી નાગરિક બનાવીએ. ‘ટ્રેશ ટુ ટ્રેઝર’ પ્રવૃત્તિએ બાળકોમાં નવી દૃષ્ટિ અને જવાબદારી ભાવના ઉભી કરી છે.”
આ પ્રવૃત્તિ ખૂબ જ આનંદદાયક રહી અને બાળકોની કલા સાથે સંવેદનાને પણ ઉજાગર કરતી બની. વિદ્યાર્થીઓએ પોતાનું સર્જન આત્મવિશ્વાસપૂર્વક રજૂ કર્યું અને શાળાએ એક મજબૂત સંદેશ આપ્યો — કે દરેક બાળકમાં બદલાવ લાવવાની ક્ષમતા છે, બસ જરૂરી છે તક અને માર્ગદર્શનની.