ફેશન અને ઇન્ટરિયર ડિઝાઇનિંગના 75 વિધાર્થીઓનો પદવીદાન સમારોહ યોજાયો

સુરત: શહેરની ખ્યાતનામ ફેશન અને ઇન્ટરિયર ડીઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ આઈ આઈ એફ ડી દ્વારા ડિપ્લોમાનો અભ્યાસક્રમ સફળતા પૂર્વક પૂર્ણ કરનાર 75 વિધાર્થીઓનો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો.

ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ડીઝાઇનિંગ મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે રીગા સ્ટ્રીટ શાંતમ ખાતે પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતિથિ તરીકે શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહલોત, ફોસ્ટા પ્રમુખ કૈલાશ હાકિમ, નરેન્દ્ર સાબુ, પિયુષ વ્યાસ અને ગીતા શ્રોફ ઉપસ્થિત રહ્યા હતા. ઇન્સ્ટિટ્યૂટમાં ફેશન ડિઝાઇનિંગમાં ડિપ્લોમા કોર્સ પૂર્ણ કરનાર 60 અને ઇન્ટરિયર ડિઝાઇનિંગના 15 વિદ્યાર્થીઓ મળી 75 વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનોના હસ્તે ડિપ્લોમા સર્ટીફીકેટ એનાયત કરવામાં આવ્યું હતું. વધુમાં મુકેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે સુરત ટેકસટાઇલ સાથે જ હવે ગારમેન્ટ્સ ક્ષેત્રે પણ હરણફાળ ભરી રહ્યું છે ત્યારે ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રે વિપુલ પ્રમાણમાં ડિમાન્ડ વધી રહી છે જે એક સારી એવી કેરિયર આપી શકે છે. ત્યારે વધુમાં વધુ વિદ્યાર્થીઓ હવે ફેશન ડિઝાઇનર તરીકે કેરિયર બનવાનું પસંદ કરી રહ્યા છે.