આઈએફબી દ્વારા સુરત ખાતે એક્સીબિશન કમ ચેનલ પાર્ટનર મીટનું કરાયું આયોજન

સુરત. અગ્રણી ભારતીય હોમ એપ્લાયન્સિસ કંપની IFB દ્વારા 28મી ઓગષ્ટના રોજ સુરત ખાતે એક્સીબિશન કમ ચેનલ પાર્ટનર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. પરવત પાટિયા સ્થિત રામકથા ગ્રાઉન્ડ (લા ફાઉન્ટન ફૂડ ફેર) ખાતે આયોજિત ચેનલ પાર્ટનર મીટ અને પ્રોડેકટ્સ ગાલા એક્સીબિશનમાં મોટી સંખ્યામાં સુરત સહિત દક્ષિણ ગુજરાતના IFBના ચેનલ પાર્ટનર્સ ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે IFB દ્વારા એઆઈ ટેક્નોલોજી સાથેનું અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ વોશિંગ મશીન પણ લોન્ચ કરવામાં આવ્યું હતું.

IFB એ વોશિંગ મશીનની એક પ્રચલિત બ્રાન્ડ છે. આ બ્રાન્ડ દ્વારા તાજેતરમાં જ રેફ્રિજરેટર લોન્ચ કરી હોમ એપ્લાયન્સિસની દુનિયામાં એક આગવું સ્થાન મેળવ્યું છે. IFB દ્વારા વોશિંગ મશીનની નવી ટેકનોલોજી તથા નવા લૂક સાથેની લાઇનઅપ લોન્ચ કરવામાં આવી છે.. IFB વર્ષોથી પોતાની આગવી ટેક્નોલોજી અને હાર્ડવેર ક્વોલિટી માટે જાણીતું છે. IFB દ્વારા નવી 0xyjet Technology IFB DeepClean Ai વોશિંગ મશીન લોન્ચ કરવામાં આવ્યું છે. આ ન્યૂ લોન્ચ IFB મશીન સજ્જ સાથે જ ઇકો ઇન્વેટર મોટર ધરાવે છે અને વાર્મ સોક અનન્ય ફિચર્સ છે. આ મશીનમાં બહારની હવા, ડિટરજન્ટ અને પાણી યોગ્ય પ્રમાણમાં ડ્રમમાં મિક્સ કરીને કપડા ધોવાય છે. અદ્યતન AI ફીચર દ્વારા કપડાનો વજન અને પ્રકાર જાણી તેના માટે પાણીનું લેવલ અને વોશિંગ સમય ઉપરાંત મોશન ક્યા પ્રકારનું રાખવું એ આપ મેળે નક્કી થાય છે.

આ ટેક્નોલોજીની મદદથી કપડાનો કલર, ટેક્સ્ચર અને તેની પૂર્ણ ગુણવત્તા જળવાઈ રહે છે અને ગ્રાહકોને એક નવી આકર્ષક કિંમત પર આ નવું મશીન મળી રહેશે. ઇનબિલ્ટ Wi-Fi હોવાથી વોશિંગ મશીનનો ઉપયોગ કોઇપણ સમયે કોઇપણ જગ્યાએથી કરી શકાય છે. 9 અલગ-અલગ પ્રકારની રીતે કપડા વોશ થાય છે. જે અન્ય કંપનીઓની સરખામણીમાં અદ્યતન કહી શકાય. પાવર સ્ટીમ ફીચર હોવાના કારણે તેમાં 99.9% જર્મ્સનો નાશ થાય છે અને કપડું એકદમ મુલાયમ બનાવી તેમાંથી દરેક ડાઘ યોગ્ય રીતે સાફ થાય છે. ઉપરાંત પાણી 20% થી 25% ઓછા પ્રમાણમાં ઉપયોગ થાય છે. અને 40% એનર્જી પણ બચાવે છે. IFB દ્વારા આ AI ટેક્નોલોજી લોંચ કરી યુઝર્સને ખૂબ જ આરામદાયક સગવડ પૂરી પાડતું વોશિંગ મશીન આપવામાં આવશે. જેથી સમય બચશે, મહેનત ઓછી થશે અને કપડાંનું ધ્યાન અદ્યતન ટેક્નોલોજી દ્વારા રાખવામાં આવશે. જેથી લાઇફની અને કપડાંનીની ગુણવત્તા બન્નેમાં સુધાર આવશે. IFB આગવી ટેક્નોલોજી થકી મેક ઇન ઇન્ડીયાને ખરા અર્થમાં પ્રોત્સાહન આપે છે.

IFB સંપૂર્ણ સ્વચાલિત ટોપ લોડ વોશિંગ મશીનો કાર્યક્ષમતા સાથે આવે છે, તેથી તે ભારતમાં શ્રેષ્ઠ ટોપ લોડ વોશિંગ મશીન તરીકે ઓળખાય છે. IFB ના વોશિંગ મશીનોની ગુણવત્તા અને કામગીરીની સામાન્ય રીતે પ્રશંસા કરવામાં આવે છે, અને તેની આધુનિક સુવિધાઓ વપરાશકર્તાઓને અનુકૂળ અનુભવ પ્રદાન કરે છે.