AM/NS India દ્વારા વડોદરાના પૂર પીડિતોને સહાય

હજીરા-સુરત, ઓગસ્ટ 31, 2024: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India)એ વડોદરામાં 50,000 ફૂડ પેકેટ્સનું વિતરણ શરૂ કર્યું છે. આ અઠવાડિયાની શરૂઆતમાં વડોદરા શહેરના મોટાભાગના વિસ્તારો પૂરની આફતથી પ્રભાવિત થયા છે. ત્યારે આ સહાય અભિયાન AM/NS Indiaના સતત કાર્યરત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) પ્રયાસોનો એક ભાગ છે અને અસરગ્રસ્ત સમુદાયને તાત્કાલિક રાહત પૂરી પાડવામાં સ્થાનિક વહીવટીતંત્રને સમર્થન આપવાનો ઉદ્દેશ્ય છે.

કંપની આ પડકારજનક સમયમાં જરૂરિયાતમંદોને જરૂરી અન્નનો પુરવઠો પૂરો પાડવા માટે પ્રતિબદ્ધ છે. કંપની વડોદરાના લોકોની પડખે ઉભી છે અને પુનર્વસનના પ્રયાસોમાં સંપૂર્ણ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે.

AM/NS India તેના CSRના પ્રયત્નો હેઠળ આરોગ્ય, શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને અન્ય અનેક વિકાસકીય પહેલમાં આગેવાની ધરાવે છે. સંકટના સમયમાં કંપની સહાય અને મદદ પણ પૂરી પાડવા પણ તત્પર રહે છે.