સુરત. ધી ઈન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઈન્ડિયા સુરત બ્રાન્ચના વર્ષ 2024 -25 માટે નવા પદાધિકારીઓ અને મેનેજિંગ કમિટીના સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. સીએ દુષ્યંત વિઠ્ઠલાણીને ચેરમેન, સીએ અશ્વિન ભાઉવાલાને વાઈસ ચેરમેન અને વકાસા ચેરમેન, સીએ શૈલેષ લાખણકિયા સેક્રેટરી અને સીએ પ્રિતેશ શાહને ટ્રેઝરર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે સીએ મંથન ચાવટ, સીએ ચિંપુ લાપસીવાલા અને સીએ જોની જૈનને મેનેજિંગ કમિટીમાં સભ્ય બનાવવામાં આવ્યા છે. સીએ અરુણ નારંગ ઇમીજીએટ પાસ્ટ ચેરમેન તરીકે, સીએ નિકેશ કોઠારી પાસ્ટ ચેરમેન તરીકે અને સીએ ઈશ્વર જીવાની રિજનલ કાઉન્સિલ મેમ્બર તરીકે કાર્યરત રહેશે છે. ઉલ્લેખનીય છે કે કમિટી સમગ્ર વર્ષ દરમિયાન સીએ કોમ્યુનિટી અને જાહેર જનતા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરે છે