એવોર્ડ વિનર બ્રાન્ડ નેઇલ્ડ ઇટ હવે આપણી સમક્ષ નવા રૂપમાં

વડોદરા. વડોદરા ખાતે આવેલ અને ખુબજ જાણીતા નેઇલ સલૂન નેઇલ્ડ ઇટ હવે નવી સુવિધાઓ સાથે નવા રંગરૂપમાં વડોદરા વાસીઓને સેવા આપવા તૈયાર છે. આજરોજ અલકાપુરી ખાતેના આર.જી. સ્ક્વેર ખાતે નેઇલ્ડ ઇટ સલૂન નું ભવ્ય રી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

ડિમ્પલ આહુજા અને સોનિયા આહુજા દ્વારા નેઇલ્ડ ઇટ નું સંચાલન કરવામાં આવે છે. છેલ્લા 10 વર્ષોથી નેઇલ્ડ ઇટ વડોદરા ખાતે સેવા આપી રહી છે. નેઇલ્ડ ઇટ તેની કેટલીક સેવા માટે ખુબજ જાણીતી છે જે તેની યુએસપી છે. જેમાં બેસ્ટ સેલર સ્કિન વ્હાઇટિંગ ટ્રીટમેન્ટ એક યુએસપી છે આ ટ્રીટમેન્ટ માટે માત્ર વડોદરા જ નહીં પણ બહારથી પણ ગ્રાહકો આવે છે. નેઇલ્ડ ઇટ ખાતે બેસ્ટ અને આધુનિક સ્કિન એનલાઇઝેર છે. લક્ઝરી વોટર બેડ્સ જે ભારતમાં ક્યાંય ઉપલબ્ધ નથી જે નેઇલ્ડ ઇટ ખાતે ઉપલબ્ધ છે. આ ઉપરાંત જાપાનીઝ ટેકનોલોજી પણ અહીં ઉપલબ્ધ છે નેઇલ્ડ ઇટ ઇન્ટરનેશનલ અને નેશનલ સ્તરના અનેક એવોર્ડ મેળવી ચૂક્યું છે. જેમાં ઇન્ટરનેશનલ એક્સેલેન્સ એવોર્ડ ફોર બેસ્ટ નેઇલ સલૂન ઈન ઈન્ડિયા, રવિશિંગ એવોર્ડ ફોર બેસ્ટ નેઇલ એન્ડ સ્કિન એક્સપર્ટ ઈન ઈન્ડિયા, ગ્લોબલ એક્સેલન્સ એવોર્ડ ફોર બેસ્ટ નેઇલ એન્ડ સ્કિન સલૂન ઈન ગુજરાત સાથે જ નેઇલોથોન સ્પર્ધામાં રાષ્ટ્રીય સ્તરના 6 એવોર્ડ સામેલ છે.

નેઇલ્ડ ઇટની વધતી લોકપ્રિયતા ને જોઈ હવે નવી સુવિધાઓ જોડવા સાથે જ મોટી જગ્યામાં સલૂન બનવામાં આવ્યું છે અને આજરોજ નેઇલ્ડ ઇટ ને રી લોંચ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે ડિમ્પલ આહુજા અને સોનિયા આહુજા એ સ્કિન એક્સપર્ટ સાથે જ યંગેસ્ટ બિઝનેસ આંત્રપ્રીન્યોર્સ છે. વધુમાં સોનિયા આહુજા એ સેલિબ્રિટી મેકઅપ આર્ટિસ્ટ પણ છે.