સુરત, તા.27-03-2023: ગારમેન્ટ મંત્રા એ 25 વર્ષ જૂની કંપની છે, જે સસ્તા ભાવે શ્રેષ્ઠ ગુણવત્તાની પ્રોડક્ટ્સ રેન્જ આપી રહી છે તે તેની તપસ્યાનું ફળ છે, હવે તે ફળ સુરત શહેરમાં ફૂલ ચોઈસના રૂપમાં લાવવાની તક મળી છે.
દેશભરના નાના મોટા તમામ વેપારીઓ તેનો લાભ લઈ શકે તે હેતુથી સુરત શહેરમાં ફૂલ ચોઈસની શરૂઆત કરવામાં આવી છે.
કંપનીનું પોતાનું પ્રોડક્શન હાઉસ છે, તેની સાથે તમામ વેપારીઓને સીધા જોડવામાં આવી રહ્યા છે જેથી તમામ વેપારીઓને ઓછા ભાવે ગારમેન્ટ પ્રોડક્ટ મળી શકે, અમે સુરતમાં તિરુપુરના ભાવે કાપડનું વેચાણ કરીએ છીએ.
તમિલનાડુનું તિરુપુર કોટન કામ માટે અને સુરત પોલિએસ્ટરના કામો માટે માટે વિશ્વ પ્રસિદ્ધ છે, ફૂલ ચોઈસની આ બંને શહેરોને જોડવાની એક પહેલ છે જેથી બંને શહેર ની યોગ્યતાને જોડી એક બ્રિજ બનાવી શકાય., જેના કારણે ગારમેન્ટ વેપાર અને કાપડ ક્ષેત્રમાં વધુ સુવર્ણ રોજગારીની તકો ખુલશે.
અમારી પાસે લેડીઝ વેર, જેન્ટ્સ વેર, બાળકોના પહેરવેશની વિશાળ શ્રેણી છે અને અમારી પાસે નાઇટ વેર, પાયજામા, ટ્રેક પેન્ટ, લેડીઝ અને ગર્લ્સ ટોપની 500+ વેરાયટી હંમેશા ઉપલબ્ધ રહે છે.
હોલસેલની અમારી ખાસિયત છે કે તમે તમારી ચોઈસ મુજબ સાઈઝ અને કલરની પસંદગી મુજબ જથ્થાબંધ ખરીદી કરી શકો છો, બસ આ જ ફુલ ચોઈસનો અર્થ છે.