નમિતેશ રોય ચૌધરીએ લેન્ક્સેસ ઈન્ડિયા રિજન માટે વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પદભાર સંભાળી લીધો
જુલાઈઈ: 2022થી અમલ સાથે નમિતેશ રોય ચૌધરીએ લેન્ક્સેસ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડના વાઈસ ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પદભાર સંભાળી લીધો છે. તેમણે ભારત માટે રિજન હેડની જવાબદારી પણ સંભાળી લીધી છે.
આ નવી ભૂમિકામાં તેઓ વૈશ્વિક સંશ્તા માટે લેન્ક્સેસ ઈન્ડિયાના વેપારોનું પ્રતિનિધિત્વ કરશે અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના મેમ્બર અને વૈશ્વિક સ્તરે સર્વ ચાર રિજનના હેડ ડો. એનો બોરકોવ્સ્કીને રિપોર્ટ કરશે.
રોય ચૌધરી 1લી ઓક્ટોબર, 2021થી એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને 2007થી ઈન્ડસ્ટ્રિયલ એન્ડ એન્વાયર્નમેન્ટ અફેર્સ ફોર લેન્ક્સેસ ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ રહ્યા છે. તેમણે બાયરમાં પ્રોડકશન, ટેકનોલોજી, સેફ્ટી એન્ટ એન્વાયર્નમેન્ટ (પીટીએસઈ) એન્ડ કેપિટલ ઈન્વેસ્ટમેન્ટના હેડ તરીકે પોતાની આગવી ઓળખ ઊભી કર્યા પછી 2004માં લેન્કસેસ ઈન્ડિયા સંસ્થામાં જોડાયા હતા.
30 વર્ષના અનુભવના આધાર પર તેમણે બિઝનેસ યુનિટ લિક્વિડ પ્યુરિફિકેશન ટેકનોલોજીઝ માટે અત્યાધુનિક આયોન એક્સચેન્જ રેઝિન્સ પ્લાન્ટ, બિઝનેસ યુનિટ હાઈ પરફોર્મન્સ મટીરિયલ્સ માટે કમ્પાઉન્ડિંગ ફેસિલિટી અને રબર કેમિકલ્સ બિઝનેસ અને રબર કમ્પાઉન્ડિંગ ફેસિલિટીઝનું રિલોકેશન સહિત ઝગડિયા, ગુજરાતમાં ગ્રીનફિલ્ડ લેન્ક્સેસ ઉત્પાદન સાઈટ ખાતે અનેક પ્રોજેક્ટોનો અમલ કર્યો છે.
રોય ચૌધરી ઈન્ડિયન બ્રોમાઈન પ્લેટફોર્મ (આઈબીપી)ના ચેર પણ છે.
લેન્ક્સેસમાં જોડાવા પૂર્વે રોય ચૌધરીએ પ્લાન્ટ એન્જિનિયરિંગ, સેન્ટ્રલ એન્જિનિયરિંગ અને એનર્જી અને એન્વાયર્નમેન્ટ પ્રોજેક્ટ્સ જેવા વિવિધ ડિપાર્ટમેન્ટ્સમાં બાયર ખાતે 16 વર્ષ સેવા આપી છે. તેમણે બાયર માટે ચાયના એક્ઝિક્યુટિંગ પ્રોજેક્ટ્સમાં ત્રણ વર્ષ પણ વિતાવ્યાં છે. બાયરમાં જોડાવા પૂર્વે તેમણે કારકિર્દીના આરંભમાં ટાટા ગ્રુપ સાથે પણ કામ કર્યું છે.
સંપૂર્ણ બોર્ડ ઓફ મેનેજમેન્ટ વતી હું આજ સુધી ઉત્કૃષ્ટ કામ માટે નમિતેશ રોય ચૌધરીનો આભાર માનવા માગું છું અને તેમની નવી ફરજોમાં તેમને દરેક સફળતા મળે એવી શુભેચ્છા, એમ બોરકોવ્સ્કીએ જણાવ્યું હતું.