એચએસએફ નેચરલ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો આરંભ

પોલીસ કમિશનર અજય કુમાર તોમારના હસ્તે એચએસએફ નેચરલ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનો આરંભ

સરસાણા કનવેશન સેન્ટર ખાતે 2 અને 3 જુલાઈએ યોજાનાર એચએસએફ નેચરલ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ નો ઉદ્દેશ્ય નેચરલ ફિટનેસ પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવું અને યુવાનોને ડ્રગ અને સ્ટીરોઈડના વ્યસન અંગે જાગૃત કરવાનો છે

બે દિવસ દરમિયાન સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં 280 થી વધુ સ્પર્ધકો ભાગ લેશે

સુરત: હિમાલયન સ્ટેલિયન, જે નચરલ ફિટનેસ પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવા અને યુવાનોને ડ્રગ અને સ્ટીરોઈડના વ્યસન અંગે જાગૃતિ લાવતુ એક નેશનલ પ્લેટફોર્મ છે ત્યારે 2 જુલાઈ અને 3 જુલાઈસ 2022ના રોજ સરસાણા સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર (SIECC) ખાતે હિમાલયન સ્ટેલિયન સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજરોજ સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમરના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં નેચરલ એથલેટ્સને તેમની સખત મહેનત અને પ્રતિભા દ્વારા સ્પર્ધામાં ઉતરીને પોતાની ક્ષમતાઓ દર્શાવવાની તક મળશે. બે દિવસ યોજાનાર આ ફેસ્ટિવલમાં દેશભરમાંથી 280 સ્પર્ધકો ભાગ લેશે.

ફેસ્ટિવલ ના ઉદ્ઘાટક પોલીસ કમિશનર અજય કુમાર તોમરે પોતાના સંબોધનમાં આ પ્રકારના આયોજનની સરાહના કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સાચી ફિટનેસ એ નેચરલ જ હોય છે પ્રોટીન અને બોડી વધારવા માટે આજે બજારમાં અનેક દવાઓ મળે છે પરંતુ આવી બાબતો છાશવારે શરીરને નુકસાન જ કરતી હોય છે. ત્યારે નેચરલ એથ્લેટ અને બોડી બિલ્ડર ચોક્કસ જ આ બાબતે સુરતના યુવાનોને જાગૃત કરવા માટે પ્રેરક બનશે.

 હિમાલયન સ્ટેલિયનના સ્થાપક જીત સેલાલ જણાવ્યુ કે, હિમાલયન સ્ટેલિયન સ્પોર્ટ્સ ફેસ્ટિવલ યોજના પાછળનો ઉદ્દેશ્ય નેચરલ એથલેટ્સની ક્ષમતાઓને પ્રદર્શિત કરવા અને હેલ્થ અને ફિટનેસ ઇન્ડસ્ટ્રીઝમાં તેમની કારકિર્દી બનાવવા પ્રેરિત કરવાનો છે. જીત સેલાલના જણાવ્યા મુજબ, રમતગમત એ એક એવી ઇન્ડસ્ટ્રીઝ છે જે સમગ્ર વિશ્વમાં લોકોને તંદુરસ્ત જીવનશૈલી જીવવા માટે પ્રેરિત કરે છે. જો કે, ડ્રગ અને સ્ટીરોઈડ હંમેશા આ ક્ષેત્રથી દૂર કરનાર સૌથી પડકારજનક અવરોધ હતો અને રહેશે. ભારતમાં પણ, તે ખાસ કરીને બોડી બિલ્ડીંગ ઉદ્યોગમાં ચર્ચાનો સર્વસામાન્ય વિષય બની ગયો છે.

હિમાલયન સ્ટેલિયન નેચરલ એથ્લેટ્સ અને બોડી બિલ્ડરોને એક પ્લેટફોર્મ આપશે જે મોટી સંખ્યામાં ફિટનેસ ઉત્સાહીઓને આરોગ્ય અને તંદુરસ્તીમાં કુદરતી પદ્ધતિઓને પ્રોત્સાહન આપવા માટે ઉત્સાહિત કરશે.

ભારતમાં માદક દ્રવ્યોના વ્યવસની વિરુદ્ધ અવાજ ઉઠાવનાર જીત સેલાલ જણાવ્યું હતું કે, સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રીઝમાં ડ્રગ તેમજ સ્ટીરોઈડનું વ્યસન એ સૌથી મોટો પડકાર છે, અને યુવાનો તેમના આરોગ્ય પર તેની અસર જાણ્યા વગર જ તેનો શિકાર બની રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી નેચરલ ફિટનેસ પ્રેક્ટિશનર તરીકે, તેમણે #DRUGFREEINDIA ના મિશન સાથે 2016 માં તેમની યુટ્બ સફરની શરૂઆત કરી હતી. તેમનો ધ્યેય દરેક ભારતીયને લાંબા ગાળે ડ્રગ અને સ્ટીરોઈડ ના ઉપયોગની આડઅસરો અને ત્યારબાદના તબક્કે થતી વિવિધ સમસ્યાઓ વિશે જાગૃત કરવાનો છે.

હિમાલયન સ્ટેલિયન સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં ઓપન બોડીબિલ્ડિંગ, ક્લાસિક ફિઝિક, મેન્સ ફિઝિક અને વુમન્સ બિકીની જેવી સ્પર્ધાઓ યોજાશે.