હવે સુરતમાં પણ મળશે આઈ કેર સાથે સંકળાયેલી વર્લ્ડ ક્લાસ સેવાઓ, સેન્ટર ફૉર સાઇટના નવા સેન્ટરનો શુભારંભ
સુરત: 26 જૂન, સૂરતઃ વર્લ્ડ ક્લાસ સેવાઓ માટે જાણીતી સેન્ટર ફૉર સાઇટ ગ્રુપ ઑફ આઈ હોસ્પિટલે આઈ કેરની દિશામાં વધુ એક પગલુ ભર્યું છે. સેન્ટર ફૉર સાઇટે સૂરતમાં પણ હવે પોતાનું સેન્ટર શરૂ કરી દીધું છે.
આ સેન્ટરના શુભારંભ પ્રસંગે ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા અનેક જાણીતા ચહેરાઓ ઉપસ્થિત રહ્યાં. લોકસભા સાંસદ અને ગુજરાત બીજેપીના અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલ, ગુજરાત સરકારમાં માર્ગ અને મકાન, ટ્રાન્સપોર્ટ, સિવિલ એવિએશન, ટૂરિઝમ અને પ્રિલગ્રિમેજ જેવા મહત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારી સંભાળી રહેલા શ્રી પુર્ણેશ મોદી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
રાજનીતિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો ઉપરાંત કાર્યક્રમમાં સેન્ટર ફૉર સાઇટ ગ્રુપ ઑફ આઈ હોસ્પિટલના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મહિપાલ સિંહ સચદેવ પણ ઉપસ્થિત રહ્યાં. આ પ્રસંગે ડૉ. મહિપાલ સચદેવે જણાવ્યું,
“ભારતમાં આશરે 12 બિલિયન લોકો અંધકારમાં જીવન વ્યતીત કરી રહ્યાં છે. દુનિયામાં અંધ લોકોની કુલ વસ્તીના એક તૃતિયાંશ લોકો ભારતમાં છે, આંખો સાથે જોડાયેલી સમસ્યાઓની સારવાર માટે આમ તો સુપર સ્પેશ્યાલિટી સુવિધાઓમાં ખૂબ જ વધારો થયો છે, તેમ છતાં પણ એવી સ્થિતિ નથી કે સમગ્ર ભારતમાં આ સુવિધાઓ મળી શકે. સેન્ટર ફૉર સાઇટ આ મિશન પર કામ કરી રહી છે કે સમગ્ર દેશમાં ઓછામાં ઓછા ખર્ચે વર્લ્ડ ક્લાસ સેવાઓ આપી લોકોની સારવાર કરવામાં આવી શકે. અમને વિશ્વાસ છે કે દરેક આંખને શ્રેષ્ઠ સારવાર મળવાનો હક છે.”
ગુજરાત બીજેપીના અધ્યક્ષ અને લોકસભા સાંસદ સી. આર. પાટીલે આ પ્રસંગે જણાવ્યું, “સેન્ટર ફૉર સાઇટનું અમે સુરતમાં સ્વાગત કરીએ છીએ અને તેમની ઉપલબ્ધિઓ જોઇને અમે ખુશ છીએ. સેન્ટર ફૉર સાઇટે દર્દીઓને શ્રેષ્ઠ ટેક્નોલોજી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ કરાવવાની બાબતમાં મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે. સાથે જ તેમની પાસે એક્સપર્ટ ટીમ પણ છે. આ કારણ છે કે સેન્ટર ફૉર સાઇટ આદર્શ વન સ્ટોપ આઈ કેર ડેસ્ટિનેશન બની ગયું છે.”
ઉદ્ઘઘાટન સમારંભમાં ઉપસ્થિત ગુજરાત સરકારના મંત્રી પૂર્ણેશ મોદીએ જણાવ્યું કે “સૂરતમાં આ સેન્ટર આવવાથી આંખોની કાળજીનો એક નવો યુગ શરૂ થશે. સેન્ટર ફૉર સાઇટ અહીંયાના લોકોને સારી અને અફોર્ડેબલ સારવાર ઉપલબ્ધ કરાવશે. આ હોસ્પિટલની પાસે ખૂબ જ એડવાન્સ મશીન છે અને જાણીતા ડોક્ટર્સની ટીમ છે. મને વિશ્વાસ છે કે સેન્ટર ફૉર સાઇટના આવવાથી સૂરતના લોકોને લાભ મળશે.”
સેન્ટર ફૉર સાઇટ દેશના 30થી વધુ શહેરમાં 50થી વધુ સ્થળોએ પોતાની સેવાઓ આપી રહ્યું છે. દર વર્ષે 10 લાખથી વધુ દર્દીઓની સારવાર કરનાર સેન્ટર ફૉર સાઇટ હવે સૂરતમાં પણ આવી ગયું છે.
આ સેન્ટર ખાતે આંખ સાથે જોડાયેલી તમામ સમસ્યાઓનું એડવાંસ ટેકનોલૉજી સાથે સારવાર ઉપલબ્ધ છે. મોતિયાથી લઇને ડાયબિટિક રેટિનોપેથી અને ગ્લૂકોમાની સારવાર અહીં કરાવી શકાય છે. લેસિક (LASIK) સહિત તમામ પ્રકારની જટિલથી જટિલ સર્જરી કરવા જેવી તમામ સુવિધાઓ સેન્ટરની એક જ છત નીચે ઉપલબ્ધ છે. આ સેન્ટર પીએસયૂ કે અન્ય કંપનીઓ સાથે જોડાયેલા નોકરીયાત લોકો ટીપીએની સુવિધા મેળવી પણ સારવાર કરાવી શકે છે અને પોતાના વીમાનો ક્લેમ કરી શકે છે. આ ઉપરાંત સૂરતના લોકો માટે સેન્ટર ફૉર સાઇટ આઈ ચેક-અપ કેમ્પ પણ આયોજિત કરી રહ્યું છે. સેન્ટરનો પોતાની ઓપ્ટિકલ વિંગ સીએફએસ વિઝન પણ છે, જ્યાં ચશ્માથી લઇને તમામ ચીજોની ખરીદી કરી શકાય છે.
સૂરતમાં શરૂ કરવામાં આવેલ સેન્ટર ફૉર સાઇટના આ નવા આઈ કેર સેન્ટરમાં લેટેસ્ટ અને અદ્યતન પ્રકારના મશીન છે, જેની મદદથી અહીં વર્લ્ડ ક્લાસ સર્વિસ મળી શકશે. ફ્લેક્સ (ફેમ્ટો) અને એમઆઈસીએસ જેવી મોતિયા સર્જરીની સુવિધા ઉપલબ્ધ છે અને ટ્રાઈફોકલ, મલ્ટીફોકલ, ટોરિક, ઈડીઓએફ અને ઇંટ્રાઓક્યૂલર લેંસ (આઈ ઓ એલ) જેવા એડવાંસ ફોલ્ડેબલ લેંસ લગાવવામાં આવે છે. આ સર્જરી અહીં ખૂબ જ ઓછા સમયમાં થાય છે, જેમાં ન ટાંકા લગાવવાની જરૂરિયાત પડે છે, ન તો લોહી નીકળે છે. દુખાવો પણ થતો નથી અને સર્જરી બાદ દર્દી ખૂબ જ ઝડપથી રીકવરી કરી લે છે. સેન્ટરના પાસે લેટેસ્ટ અને અદ્યતન બ્લેડ-ફ્રી દ્રષ્ટિ સુધારા તકનીક “સ્માઇલ” પણ પણ છે, જે ખૂબ જ સુરક્ષિત છે.
સેન્ટર ફૉર સાઇટમાં તમામ પ્રકારની મેડિકલ અને સર્જિકલ સુવિધાઓ ઉપસ્થિત છે અને અહીં ગંભીર સમસ્યાઓથી પીડિત દર્દીઓના પણ સારા રિઝલ્ટ આવે છે. આંખોની સામે કાળા ધબ્બા, ધૂંધળાપણું, એક વસ્તુ અનેક દેખાવી જેવી સમસ્યાઓની સારવાર એક્સપીરિયંસ ડૉક્ટર્સ એડવાંસ મશીનની મદદથી કરે છે.