સુરતથી શરૂઆત કરીને છેક બોર્ડર પર જઈને સંસ્થાની બહેનોએ જવાનો માટે દીર્ઘાયુ ની કામના કરી
વિધવા મહિલાઓ અને દિવ્યાંગો ને રોજગાર મળી રહે તે માટે તેમની પાસે થી જ રાખડીઓ બનાવડાવી
સુરત: રક્ષા આપણા રક્ષકોની જેવા સૂત્ર સાથે એક સોચ ફાઉન્ડેશન દ્વારા આ રક્ષાબંધન પર એક અનોખી પહેલ કરવામાં આવી હતી. સંસ્થા દ્વારા એક હાથ અનેક બંધન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ થકી આપની રક્ષા કરનારા પોલીસ જવાનો થી માંડીને સીમા પર તૈનાત જવાનોને રક્ષા સૂત્ર બાંધવામાં આવ્યા હતા. જેની શુરુઆત સુરત ખાતેથી કરવામાં આવી હતી. સુરત ખાતે સંસ્થાની બહેનો દ્વારા આર્મી જવાન, પોલીસ જવાન અને એનસીસી કેસેટ્સ ને સન્માનિત કરવા સાથે જ તેમના હાથ પર રાખડીઓ બાંધવામાં આવી હતી. ત્યારબાદ ગાંધીનગર અને અંતે કાશ્મીર સીમા પર જઈ રીતુ રાઠી, મિત્સુ ચાવડા અને સ્વીટી શાહ એ સૈનિકોને રાખડીઓ બાંધી હતી.
સંસ્થાના રિતુ રાઠી એ જણાવ્યું હતું કે દેશના રક્ષકોને સન્માનિત કરવા સાથે જ તેમની રક્ષા ની કામના કરવા માટે આ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજનમાં 7000 હજાર રાખડીઓ બાંધવામાં આવી હતી.
સાથે જ વિધવા સ્ત્રીઓ અને દિવ્યાંગો ને રોજગાર મળી રહે તે માટે આ તમામ રાખડીઓ તેમની પાસેથી જ બનાવડાવી હતી. સુરતથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ વડોદરા ખાતે પણ આવી જ રીતે રક્ષકોને રાખડીઓ બાંધવામાં આવી હતી. સાથે જ સંસ્થાની ચાર બહેનો બોર્ડર પર ગઈ હતી અને જવાનોની કલાઈ પર રક્ષા સૂત્ર બાંધવામાં આવ્યા હતા
રિતુ રાઠી એ વધુમાં જણાવ્યું હતું કે દર વર્ષે ભાઈઓને રાખડી બાંધીએ છીએ ત્યારે આપની રક્ષા કરતા જવાનો પણ આપણા ભાઈઓ જ છે ત્યારે આ વખતે ઘરના ભાઈઓના બદલે દેશના ભાઈના રાખડી બાંધી તેમની રક્ષા માટેની કામના કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ માટે અજમેરા ફેશનના અજયભાઈ અજમેરા અને ધનજીભાઈ રખોલિયનો અમૂલ્ય સહયોગ મળ્યો હતો.