32મી બનાસ ટ્રોફી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધાનેરા સમાજની dsccની ટીમ ચેમ્પિયન

થીરપુર સ્પોર્ટ્સ ક્લબ થરાદ સમાજ રનર્સ અપ

વિજેતા ટીમને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્રોફી એનાયત કરી

પ્લેયર્સ ઓફ બનાસકાંઠા દ્વારા સુરતમાં કરવામાં આવ્યું હતું  આયોજન

સુરત: પ્લેયર ઓફ બનાસકાંઠા દ્વારા 32મી બનાસ ટ્રોફી 2021-22 ક્રિકેટ ટુર્નામેન્ટ નું સફળ આયોજન ડુમસ રોડ સ્થિત લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું. ફાઈનલ મેચમાં થીરપૂર થરાદ સમાજની ટીમને ધાનેરા સમાજ dscc ટીમે હરાવી ચેમ્પિયન નો ખિતાબ જીત્યો હતો. ફાઈનલ મેચમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ઉપસ્થિતિ રહી વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી હતી.

આ અંગે માહિતી આપતા ભાવેશ શાહ (ગઢ સમાજ ) સ્નેહલ ગાંધી (સત્તર જિલ્લા સમાજ ) અને જયેશ શાહ (વાવ સમાજ ) જણાવ્યું હતું કે બનાસકાંઠા થી સુરત ને કર્મભૂમિ બનાવનાર જૈન સમાજના યુવાનો ને પ્લેટફોર્મ મળી રહે અને સૌ એક બીજાની નજીક આવે તેવા ઉદ્દેશ્યથી ક્રિકેટ ટુર્નામેન્ટ નંी આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટ માં બે ગ્રુપમાં કુલ 14 ટીમો એ ભાગ લીધો હતો. સાથે જ આયોજકો દ્વારા કોવિડ 19 ને લઈને પણ પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. ગ્રાઉન્ડ પર જેમને વેક્સીનના બંને ડોઝ લીધા હોય તેમને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. સાથે નો માસ્ક નો એન્ટ્રી નું પણ પાલન કરવામાં આવ્યું હતું. જેમાં ફાઈનલ મુકાબલામાં ધાનેરા સમાજ dscc ટીમ અને થરાદ સમાજ થીરપૂર સ્પોર્ટ્સ ક્લબ વચ્ચે ટક્કર થઈ હતી. જેમાં થીરપૂર સ્પોર્ટ્સ ક્લબે પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 107 રન બનાવ્યા હતા. જ્યારે dscc ધાનેરા સમાજ ટીમે માત્ર 12 જ ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્ય પ્રાપ્ત કરી ચેમ્પિયન્સ નો ખિતાબ જીત્યો હતો. ફાઈનલ મેચ ના અંતે  ખાસ ઉપસ્થિત રહેલા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિજેતા ટીમના કેપ્ટન મિતુલ પાનસોવોરાને  ચેમ્પિયન ટ્રોફી આપી બહુમાન કર્યું હતું. જ્યારે રનર્સ અપ ટીમના કેપ્ટન સ્મિત મોરખીયા ને પણ ટ્રોફી એનાયત કરાઇ હતી. જયારે મેચમાં 22 રન આપી પાંચ વિકેટ લેનાર બિકેશ સેઠને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.