પરવટ પાટિયાની નોબલ પબ્લિક સ્કૂલના 16 વિદ્યાર્થીઓએ ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં A1 ગ્રેડ મેળવ્યો

50 વિદ્યાર્થીઓએ પણ A -2 ગ્રેડ માં સ્થાન પામ્યા

સુરત: ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજરોજ ધોરણ 10 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું, જેમાં

 સુરતના પરવત પાટિયા વિસ્તારમાં આવેલી નોબલ પબ્લિક સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ શ્રેષ્ઠ પરિણામ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાના 154 વિદ્યાર્થીઓમાંથી  16 વિદ્યાર્થીઓ A1 ગ્રૅડ અને 50 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ મેળવ્યો છે. ટાંક ઋષભ દિલીપભાઈએ 99.87 પર્સનટાઈલ અને 95.50 ટકા માર્કસ મેળવી શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે જ્યારે પલક લાખાણીએ 99.72 પર્સનટાઈલ અને 94.50 ટકા સાથે બીજો તથા 99.65 પર્સનટાઈલ અને 94.17 ટકા સાથે યુદવીર સિંહ સિસોદિયાએ ત્રીજો ક્રમ મેળવ્યો છે. આ ઉપરાંત A – 1 ગ્રેડ માં સામેલ વિદ્યાર્થીઓમાં ચોવટિયા સાનિધ્ય મહેશભાઈ ( 99.58 પર્સનટાઈલ, 93.83 ટકા), ગાંગાણી હેત અરવિંદભાઈ ( 99.50 પર્સનટાઈલ અને 93.50 ટકા), રાઠોડ ઋત્વી ભરતભાઈ ( 99.41 પર્સનટાઈલ અને 93.17 ટકા), દિયોર મિરાજ ભાવેશભાઈ ( 99.36 પર્સનટાઈલ અને 93 ટકા), પટેલ વત્સલ અશોકકુમાર ( 99.32 પર્સનટાઈલ અને 92.83 ટકા), વેકરીયા યશ્વી નરેન્દ્રભાઇ (99.32 પર્સનટાઈલ અને 92.83 ટકા), આહીર નૈના વિનોદભાઈ ( 99.32 પર્સનટાઈલ અને 92.83 ટકા), પટેલ આર્યન અશોકભાઈ ( 99.21 પર્સનટાઈલ અને 92.50 ટકા), પટેલ ધ્રુમિલ સંજયકુમાર ( 98.98 પર્સનટાઈલ અને 91.83 ટકા), સોંડાગર બલરામ પ્રકાશભાઈ ( 98.86 પર્સનટાઈલ અને 91.50 ટકા), ગોહિલ ઈશાની ઘનશ્યામભાઈ ( 98.86 પર્સનટાઈલ અને 91.50 ટકા), ઘડિયા રિયા અલ્પેશભાઈ ( 98.59 પર્સનટાઈલ અને 90.83 ટકા) અને પટેલ દેવ બાબુભાઈ ( 98.46 પર્સનટાઈલ અને 90.67 ટકા) સામેલ છે. તમામ વિદ્યાર્થીઓએ મેળવેલ જ્વલંત સફળતા માટે શાળા પરિવાર દ્વારા સૌ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવે છે.