સુરત ખાતે યોજાયેલી વેસ્ટ ઝોનની વુમન ચેસ ટુર્નામેન્ટ 2022માં મહારાષ્ટ્રની ટીમે તમામ પ્રથમ ત્રણમાં જીત હાંસલ કરી

સુરત: એસોસિયેશન ઓફ ઈન્ડિયન યુનિવર્સિટીઝના સહયોગથી સુરતની ઓરો યુનિવર્સિટી ખાતે શારીરિક શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત વેસ્ટ ઝોન વુમેન ચેસ ટૂર્નામેન્ટ-2022માં અન્ય ખેલાડીઓને કડક ટક્કર આપીને મહારાષ્ટ્રની ટીમે પ્રથમ ત્રણ સ્થાન પર જીત હાંસલ કરી છે.

સિઝન 2021-22 માટેની પાંચ દિવસીય (9 થી 13 મી એપ્રિલ 2022) વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી ચેસ ટુર્નામેન્ટ (વુમન) ઇવેન્ટ બુધવારે સુરતના ઓરો યુનિવર્સિટી ખાતે સમાપ્ત થઈ.

વિજેતાઓને આ ટુર્નામેન્ટના મુખ્ય અતિથિ શ્રી અજય કુમાર તોમર (સુરતના પોલીસ કમિશ્નર)ના હસ્ત આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટી (પુણે)એ પ્રથમ સ્થાન મેળવ્યું. હતુ. આ ટીમે હરિફ સ્પર્ધકોને જોરદાર ટક્કર આપી હતી. ત્યાર બાદ,  સંત ગાડગે બાબા અમરાવતી યુનિવર્સિટીએ બીજું સ્થાન મેળવ્યું અને શિવાજી યુનિવર્સિટી (કોલ્હાપુર) એ ત્રીજું સ્થાન મેળવ્યું હતુ.

આ ટુર્નામેન્ટમાં કુલ 45 ટીમોએ ભાગ લીધો હતો જેમાં 227 સ્પર્ધકો હતા જેમાંથી રેટિંગ ધરાવતા 36 ખેલાડીઓ ટુર્નામેન્ટનું આકર્ષણ બન્યા હતા. ખેલાડીઓની સાથે 80 મેનેજર અને કોચ પણ હતા.

આ ટર્નામેન્ટનો સમાપન સમારોહ બપોરે 3:15 વાગ્યે શરૂ થયો. ઓરો યુનિવર્સિટીએ આ કાર્યક્રમના વિડિયોની રજૂઆત કરી હતી. વિજેતાઓને આ ટુર્નામેન્ટના મુખ્ય અતિથિ શ્રી અજય કુમાર તોમર (સુરતના પોલીસ કમિશ્નર) ના હસ્ત આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આઈએ શ્રીમાન ડી. સૌંદર્ય મૂર્તિ (વેલોર, તમિલનાડુના ચીફ આર્બિટર), શ્રી પ્રશાંત રાવલ (ડેપ્યુટી ચીફ આર્બિટર, સુરત), લેડી આર્બ્ટર એફએ બી. પૂર્ણોમા રાવ (ચેન્નાઈ), આર્બિટર્સ એસએનએ વૈભવ શાહ, એસએનએ ક્રિષ્ના શાહ. એસએનએ પંકજ પચોલી , એસએનએ આગમ આદિત્ય નિર્મલ બારાડોલીવાલા , રોહન જુલ્કા , કિરીટ ગજ્જીવાલા (તમામ ગુજરાત તરફથી), શ્રી સુરેશ માથુર (સીઓઓ, ઓરો યુનિવર્સિટી) નયન બેંકર (સીએફઓ), રોહિત સિંઘ (ડીન, એકેડેમિક), અમરિશ મિશ્રા (રજિસ્ટ્રાર), ડૉ. જહાન્વી ઈચ્છાપોરિયા (શારીરિક શિક્ષણ વિભાગના એસો. ડિરેક્ટર) હાજર રહ્યા હતા.

IPS અધિકારી શ્રી તોમરે વિદ્યાર્થીઓને આત્મવિશ્વાસ વધારવા માટે પ્રોત્સાહિત કર્યા અને તેમના ભવિષ્યની માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આયોજક સમિતિના સભ્યોએ મુખ્ય મહેમાન અને તમામ આર્બિટરનું અભિવાદન કર્યું હતું. AIU નિરીક્ષક અનુરાગ સિંઘે ટુર્નામેન્ટ રિપોર્ટ રજૂ કર્યો. ડૉ. મેઘ ગોસ્વામીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. ડૉ. દિલીપકુમારે આભાર પ્રવચન આપ્યુ હતુ.

અવતરણ:

“આ જીવન અને દુનિયામાં માત્ર એક જ એવી બાબત છે જેને તમે નિયંત્રિત કરી શકો છે તે છે તમારા વિચારો” – શ્રી અજય કુમાર તોમર.