આખરે આતુરતાનો અંત આવ્યો છે. ‘ધ લેગસી ઑફ જિનેશ્વર’નું બહુપ્રતિક્ષિત ટ્રેલર લૉન્ચ થઈ ગયું છે. આ કાર્યક્રમ સિનેપોલિસ મુંબઈ ખાતે નિર્માતા અભિષેક માલુ, પ્રોજેક્ટ હેડ વિવેક કુલશ્રેષ્ઠ, અભિનેતા સુરેન્દ્ર પાલ અને અન્ય ઘણા લોકોની હાજરીમાં યોજાયો હતો. આ દરમિયાન એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ ફિલ્મ જૈન ધર્મની સંસ્કૃતિ અને ક્યારેય ન સ્પર્શયા હોય એવા પાસાઓને સૌની સામે મજબૂત રીતે રજૂ કરશે. આ ફિલ્મ ૧૯ એપ્રિલ ૨૦૨૪ના રોજ મહાવીર જયંતિના શુભ અવસર પર રિલીઝ થશે.
અનેક પડકારો ઝીલ્યા બાદ આખરે ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું છે. હવે આ ફિલ્મ સિલ્વર સ્ક્રીન પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. વર્તમાન ખરતર ગચ્છાચાર્ય શ્રી જિન પીયૂષ સાગર સૂરીશ્વરજીના આશીર્વાદ અને ખરતર ગચ્છ સહસ્રબાદી મહોત્સવ સમિતિના સહયોગથી, નિર્માતા અભિષેક માલુએ દર્શકોને અદ્ભુત સિનેમેટિક અનુભવનું વચન આપ્યું છે.
‘ધ લેગસી ઑફ જિનેશ્વર’ જૈન પરંપરાની અકથિત વાર્તાને ઉજાગર કરવાનું વચન આપે છે, જે ભગવાન મહાવીરના મહત્ત્વપૂર્ણ ઉપદેશો અને તીર્થંકરના આધ્યાત્મિક વારસાને પ્રકાશિત કરે છે. પ્રેક્ષકો રાજા ઋષભદેવથી લઈને ભગવાન મહાવીર સુધીની સફર તેમ જ ખરતર ગચ્છ (જૈન ધર્મનો એક સંપ્રદાય)ની સ્થાપનાને રસપ્રદ અને વર્ણનાત્મક સ્વરૂપમાં પ્રસ્તુત થતી જોશે.
આ પ્રોજેક્ટના ડિરેક્ટર વિવેક સુધિન્દ્ર કુલશ્રેષ્ઠના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ અને નિર્દેશક પ્રદીપ પી. જાધવ અને વિવેક ઐયર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ જૈન ધર્મના સારને પ્રામાણિકતા અને આદર સાથે જીવંત કરે છે. પ્રખ્યાત લેખક અને ગીતકાર પ્રશાંત બેબર, સંગીતકારો વિવિયન રિચર્ડ અને વિપિન પટવા સાથે ફિલ્મણે ભાવપૂર્વક સંગીતથી ભરી દે છે જે માત્ર મનોરંજન જ નહીં, પરંતુ પ્રેરણા પણ આપે છે.
પદ્મશ્રી ગાયક કૈલાશ ખેર, જાવેદ અલી અને દિવ્યા કુમારે મધુર કૉમ્પૉઝિશનમાં પોતાનો અવાજ આપ્યો છે, પ્રેક્ષકો ફિલ્મના પાવરફૂલ સાઉન્ડટ્રેકથી મંત્રમુગ્ધ થવાની અપેક્ષા રાખી શકે છે. ‘ધ લેગસી ઑફ જિનેશ્વર’ પાછળની ટીમ પ્રેક્ષકોને આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા અને જૈન પરંપરાની સમૃદ્ધ ટૅપિસ્ટ્રીમાં ડૂબી જવા માટે ૧૯મી એપ્રિલ ૨૦૨૪ના રોજ થિયેટરોમાં તેમની સાથે જોડાવા આમંત્રણ આપે છે.
https://youtu.be/FK5p4niC6z8?si=wgxJ_WWGgumpp2Jm
https://www.instagram.com/reel/C5oAhTgPMKA/?igsh=NXAxaWIwZnJ2dzZi