મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ સ્કૂલ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સમર્પિત

સુરતઃ સુરત એવું શહેર છે જ્યાં ઉદ્યોગસાહસિકતા ધમધમે છે અને સફળતાની ગાથાઓ
રોજબરોજના જીવનના તાણવાણામાં વણાય છે. મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ સ્કૂલ સુરતની
શ્રેષ્ઠ સીબીએસઈ સ્કૂલોમાં સ્થાન ધરાવે છે જે વિઝનરી લીડરશિપ, ઉદ્યોગસાહસિકતાની ભાવના
અને યુવા પેઢીને ઘડવા માટે ગહન પ્રતિબદ્ધતાના મિશ્રણનું ઉત્તમ ઉદાહરણ છે.

શિક્ષણ અને સમાજ સેવા માટે તેની પ્રતિબદ્ધતા માટે જાણીતી અગ્રવાલ એજ્યુકેશન
ફાઉન્ડેશનની પહેલ એવી મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ સ્કૂલ કેવળ શિક્ષણ માટેનું સ્થળ જ
નથી, પરંતુ જીવનના તમામ તબક્કામાં સફળતા માટે જરૂરી એવી 21મી સદીની કુશળતાઓ
કેળવવા માટે તૈયાર કરેલી એક ઇકોસિસ્ટમ છે. નવીનતા, રચનાત્મકતા અને શૈક્ષણિક ઉત્કૃષ્ટતા
પર ધ્યાન સાથે આ સ્કૂલ એવું ઉજ્જવળ ભવિષ્ય ઘડી રહી છે જ્યાં દરેક બાળકની પ્રતિભાને
પોષવામાં આવે છે.

સ્કૂલ મેનેજમેન્ટના દરેક નિર્ણયમાં સંભાળ અને સમર્પણની ભાવના દેખાય છે અને દરેક કમિટિ
મેમ્બર શિક્ષણના ઉમદા કાર્યમાં અંગતપણે રસ લે છે. શ્રી અનિલકુમાર બાલમુકુંદ અગ્રવાલ, ડિરેક્ટર – વિપુલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ, શ્રી ગિરીશ કુમાર જગદીશ કુમાર મિત્તલ, ડિરેક્ટર – સુરભી સિન્થેટીક્સ પ્રાઇવેટ લિમિટેડ અને શ્રી અશોક મહાબીરપ્રસાદ તિબ્રેવાલ, ડિરેક્ટર – ભાસ્કર સિલ્ક મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ જેવા સુરતના ખૂબ જ સફળ બિઝનેસ લીડર્સ આ સ્કૂલના પ્રતિષ્ઠિત લોકોની યાદીમાં સમાવિષ્ટ છે જેઓ તેમની સેવાઓથી સ્કૂલની સફળતાને આગળ ધપાવે છે.

અનેક સાંસ્કૃતિક અને ઇતર પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ અમૂલ્ય જીવન કૌશલ્યો શીખે છે જે તેમને ક્લાસરૂમની બહારની સ્પર્ધાત્મક દુનિયા માટે તૈયાર કરે છે. આ સ્કૂલ ઇન્ડસ્ટ્રી લીડર્સ દ્વારા દર મહિને એક્સપર્ટ સેશન્સનું આયોજન કરે છે જેથી વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએટ થાય ત્યારે
ઉદ્યોગજગત માટે તૈયાર થઈ શકે.

શ્રી અજય કુમાર દ્વારિકા પ્રસાદ અગ્રવાલ, ડિરેક્ટર – કનિષ્કા પ્રિન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને શ્રી શ્યામસુંદર નંદકિશોર ગુપ્તા, ડિરેક્ટર – ગુપ્તા ડાઇંગ એંડ પ્રિન્ટીંગ મિલ્સ પ્રાઇવેટ લિમિટેડ જણાવ્યું હતું કે મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે અમે શિક્ષણને એક અભ્યાસક્રમ તરીકે જ નહીં પરંતુ મનને સીમાઓથી આગળ વધવા માટે ટ્રેનિંગ ગ્રાઉન્ડ તરીકે માનીએ છીએ. અમે બાળકોની સંજ્ઞાત્મક ક્ષમતાઓનું જતન કરીને અને નવીનતા તથા રચનાત્મકતાને પ્રોત્સાહન આપે તેવી સંસ્કૃતિ પૂરી પાડીને તેમના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ.

પ્રાયોગિક શિક્ષણ માટેની સ્કૂલની પ્રતિબદ્ધતા તેની અત્યાધુનિક લેબમાં સ્પષ્ટપણે નજરે પડે છે,
જ્યાં વિદ્યાર્થીઓ એવી વિવિધ પ્રવૃત્તિઓમાં જોડાય છે જે શીખવાને રસપૂર્ણ અને અર્થપૂર્ણ
બનાવે છે. ગુજરાત સરકાર દ્વારા સુરતની સૌથી સ્વચ્છ સ્કૂલોમાંની એક તરીકે ઓળખાતી,
મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ સ્કૂલ માત્ર શૈક્ષણિક સિદ્ધિઓમાં જ નહીં પરંતુ ટ્રાન્સપોર્ટેશન,
ફૂડ અને સ્વચ્છતા સહિતની ટોચની સુવિધાઓ પૂરી પાડવામાં પણ અગ્રીમ સ્થાન ધરાવે છે.

“અમારું ધ્યેય એક ગતિશીલ શિક્ષણ વાતાવરણ બનાવવાનું છે જ્યાં વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકોની બહારના જ્ઞાનની ખોજ કરવા,શોધવા અને તેનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. અમે એક સહાયક સમુદાય કેળવવાનો પ્રયત્ન કરીએ છીએ જ્યાં પ્રત્યેક વ્યક્તિનું સન્માન થાય, તેની કદર થાય અને તેની સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચવા માટે પ્રેરણા મળે” શ્રી અજય કુમાર દ્વારિકા પ્રસાદ અગ્રવાલ, ડિરેક્ટર – કનિષ્કા પ્રિન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ એ જણાવ્યું હતું.

સ્કૂલનો ઉત્કૃષ્ટ ટ્રેક રેકોર્ડ પણ છે, જે ધોરણ 10ની પરીક્ષામાં 100% પાસિંગ રેટ દ્વારા પ્રમાણિત થાય છે, જે તેની શ્રેષ્ઠતા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. નર્સરીથી ધોરણ 12 સુધી, સંસ્થા સીબીએસઈ માર્ગદર્શિકાનું પાલન કરે છે અને સાયન્સ, કોમર્સ તથા હ્યુમેનિટીઝ સ્ટ્રીમ ઓફર કરે છે. સ્કૂલ સ્પેશિયલાઇઝ્ડ લેબ્સ સાથે પ્રાયોગિક શિક્ષણ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે, રમતગમતની ઉત્તમ સુવિધાઓ ધરાવે છે અને વિદ્યાર્થીઓને ઇતર પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવા પ્રોત્સાહિત કરે છે. શ્રેષ્ઠ શિક્ષક-વિદ્યાર્થી ગુણોત્તર સાથે, સ્કૂલ તમામ વિદ્યાર્થીઓ પર વ્યક્તિગત ધ્યાન અપાય તે સુનિશ્ચિત કરે છે.

“અમારું વિઝન મોરલ કેરેક્ટર અને ગ્લોબલ વિઝન સાથે આજીવન શીખનારાઓનો સમુદાય બનાવવાનો છે. સર્જનાત્મકતા, નવીનતા અને પરિવર્તનશીલ શિક્ષણના અનુભવો દ્વારા, અમારું લક્ષ્ય માત્ર વિદ્યાર્થીઓને જ નહીં, પરંતુ ભવિષ્યના નેતાઓને ઘડવાનું છે જેઓ વિશ્વમાં
પરિવર્તન લાવે શ્રી અજય કુમાર દ્વારિકા પ્રસાદ અગ્રવાલ, ડિરેક્ટર – કનિષ્કા પ્રિન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ જ