ડર્લેક્સ ટોપ સરફેસની પબ્લિક ઇશ્યૂથી રૂ. 40.80 કરોડ એકત્રિત કરવાની યોજના, આઈપીઓ 19 જૂને ખૂલ્લો મૂકાશે

  • કંપની શેરદીઠ રૂ. 65-68ના પ્રાઇઝ બેન્ડ પર રૂ. 10ની ફેસ વેલ્યુના 60 લાખ ઇક્વિટી શેર્સ ઇશ્યૂ કરશે જે એનએસઈના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવામાં આવશે
  • કંપનીના શેર પર ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ. 23 પ્રતિ શેરની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે જે https://www.investorgain.com મુજબ 33%થી વધુનો લિસ્ટિંગ ગેઈન દર્શાવે છે.

મુખ્ય બાબતોઃ

  • આઈપીઓ 19 જૂનથી 21 જૂન દરમિયાન સબ્સ્ક્રીપ્શન માટે ખૂલ્લો રહેશે
  • રૂ. 40.80 કરોડના આઈપીઓમાં રૂ. 28.56 કરોડના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 12.24 કરોડના ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે
  • કંપની બે બ્રાન્ડ્સ LUXOR (એક્રેલિક યુવી સોલિડ સરફેસ) અને ASPIRON (મોડિફાઇડ સોલિડ સરફેસ) દ્વારા કામ કરે છે
  • અરજી માટેની લઘુતમ લોટ સાઇઝ 2,000 શેર્સની છે. આઈપીઓ અરજી માટેની લઘુતમ રકમ રૂ. 1.30-1.36 લાખ છે
  • આ ઇશ્યૂ દ્વારા એકત્રિત થયેલા ફંડ્સનો કાર્યશીલ મૂડી જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવશે
  • નાણાંકીય વર્ષ 2023-24 માટે કંપનીએ રૂ. 90.84 કરોડની આવકો અને રૂ. 5.05 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.
  • એક્સપર્ટ ગ્લોબલ કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે

અમદાવાદ, 17 જૂન:  સોલિડ સરફેસના વ્યવસાયમાં રહેલી અગ્રણી કંપની ડર્લેક્સ ટોપ સરફેસ લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 40.80 કરોડ એકત્રિત કરવાની યોજના ધરાવે છે. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ તરફથી પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની મંજૂરી મળી ગઈ છે. પબ્લિક ઇશ્યૂ સબ્સ્ક્રીપ્શન માટે 19 જૂનથી ખૂલશે અને 21 જૂને બંધ થશે. આ ઇશ્યૂ દ્વારા એકત્રિત થયેલા ફંડ્સનો કાર્યશીલ મૂડી જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવામાં આવશે. એક્સપર્ટ ગ્લોબલ કન્સલ્ટન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર છે.

રૂ. 40.80 કરોડના આઈપીઓમાં રૂ. 28.56 કરોડના ફ્રેશ ઇશ્યૂ (42 લાખ ઇક્વિટી શેર્સ) તથા રૂ. 12.24 કરોડના (18 લાખ શેર્સના) ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. કંપનીએ પબ્લિક ઇશ્યૂ માટે ઇક્વિટી શેર દીઠ રૂ. 65-68નો પ્રાઇઝ બેન્ડ નક્કી કર્યો છે. રૂ. 28.56 કરોડના ફ્રેશ ઇશ્યૂમાંથી કંપની રૂ. 17.50 કરોડનો કાર્યશીલ મૂડી જરૂરિયાતોને આંશિક નાણાં પૂરા પાડવા માટે ઉપયોગ કરવા તથા રૂ. 6 કરોડનો સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. અરજી માટેની લઘુતમ લોટ સાઇઝ 2,000 શેર્સ છે જેના પગલે અરજી દીઠ રોકાણ રૂ. 1.30 લાખ-1.36 લાખનું થાય છે. આઈપીઓ માટે રિટલ ઇન્વેસ્ટર ક્વોટા ઓફરના લઘુતમ 35 ટકા રાખવામાં આવ્યો છે જ્યારે ક્યુઆઈબી ઇન્વેસ્ટર માટેનો ક્વોટા નેટ ઓફરના મહત્તમ 50 ટકા તેમજ એચએનઆઈ ક્વોટા ઓફરના લઘુતમ 15 ટકા છે. ઇશ્યૂ પૂર્વે પ્રમોટર હોલ્ડિંગ 95.44 ટકા છે જે ઇશ્યૂ પછી 60.35 ટકા રહેશે.

કંપનીના શેર પર ગ્રે માર્કેટ પ્રીમિયમ રૂ. 23 પ્રતિ શેરની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે જે https://www.investorgain.com મુજબ 33%થી વધુનો લિસ્ટિંગ ગેઈન દર્શાવે છે.

વર્ષ 2010માં સ્થપાયેલી ડર્લેક્સ ટોપ સરફેસ લિમિટેડ સોલિડ સરફેસ મટિરિયલનું ઉત્પાદન કરે છે. કંપની પાસે LUXOR અને ASPIRON નામની બે બ્રાન્ડ છે. LUXOR બ્રાન્ડ એક્રેલિક યુવી સોલિડ શીટ્સ ઓફર કરે છે જ્યારે ASPIRON મોડિફાઇડ સોલિડ શીટ્સ ઓફર કરે છે. બંને બ્રાન્ડ સરળ ડિઝાઇન, એન્ટીબેક્ટેરિયલ અને અગ્નિરોધક ગુણધર્મો પ્રદાન કરે છે તથા ઉચ્ચ ગુણવત્તાની સોલિડ શીટ્સની વ્યાપક શ્રેણી સુનિશ્ચિત કરે છે. પ્રોડક્ટ્સનો ઉપયોગ રેસિડેન્શિયલ, કોમર્શિયલ, હોસ્પિટાલિટી, હેલ્થકેર, આઉટડોર અને અન્ય વિવિધ ઉદ્યોગોમાં થાય છે, જે કાઉન્ટરટોપ્સ, વેનિટી, ઓફિસ, રિટેલ સ્પેસીસ, હોટેલ્સ, હોસ્પિટલો, આઉટડોર પ્રોજેક્ટ્સ અને અન્ય માટે સ્ટાઇલિશ અને ટકાઉ સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કંપનીનું ઉત્પાદન એકમ ગુજરાતના વાપીમાં આવેલું છે. કંપની 19 દેશોમાં નિકાસ પણ કરે છે. કંપનીના ઉત્પાદન એકમને ISO 9001:2015 અને ISO 14001:2015ને અનુરૂપ પ્રમાણિત કરવામાં આવી છે.

કંપનીએ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન ઉત્તમ ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી નોંધાવી છે. કંપનીએ વર્ષોથી આવક અને નફાકારકતામાં અનેક ગણી વૃદ્ધિ જોઈ છે. માર્ચમાં પૂરા થયેલા નાણાંકીય વર્ષ 2023-24 માટે કંપનીએ રૂ. 2.09 કરોડનો ચોખ્ખો નફો અને રૂ. 66.84 કરોડની ચોખ્ખી આવક નોંધાવી હતી જેની સામે નાણાંકીય વર્ષ 2022-24માં રૂ. 5.05 કરોડનો ચોખ્ખો નફો (141 ટકાની વાર્ષિક ધોરણે વૃદ્ધિ) અને રૂ. 90.84 કરોડની આવક (141 ટકાની વાર્ષિક ધોરણે વૃદ્ધિ) નોંધાવી છે.

માર્ચ, 2024ના રોજ કંપનીની નેટવર્થ રૂ. 21.84 કરોડ, રિઝર્વ્સ અને સરપ્લસ રૂ. 9.42 કરોડ અને એસેટ બેઝ રૂ. 105.53 કરોડ રહ્યો છે. માર્ચ, 2024 સુધીમાં કંપનીની આરઓઈ 26.20 ટકા, આરઓસીઈ 20.20 ટકા અને આરઓએનડબ્લ્યુ 23.12 ટકા રહી છે.

IPO Highlights – Durlax Top Surface Ltd
IPO Opens on June 19, 2024
IPO Closes on June 21, 2024
Issue Price Rs. 65-68 Per Share
Issue Size 60 lakh shares – up to Rs. 40.80 crore
Lot Size 2000 Shares
Listing on NSE Emerge Platform of National Stock Exchange

Corporate Video:- https://www.youtube.com/watch?v=p6Bgs1Oka8I&t=235s