સુરતમાં ‘ઍજ્યૂકેશન ઍન્ડ કેરિયર ઍક્સપો-2021’ નું આયોજન

60થી વધુ શિક્ષણ સંસ્થાઓ, યુનિવર્સિટી, ઍકેડેમી, શાળાઓ ભાગ લેશે

વિવિધ ક્ષેત્રે 300થી વધુ કારકિર્દીના વિકલ્પ અંગે નિઃશુલ્ક માર્ગદર્શન

પ્રદર્શનમા ફ્રી ઍન્ટ્રી, ફ્રી જાબ પ્લેસમેન્ટ સેલ સહિત અનેક આકર્ષણ

સુરત: વ્હાલા વિદ્યાર્થીઓ/વાલીઓ, શું તમે ભવિષ્યના શિક્ષણ અને કારકિર્દી ને લઈને મુંઝવણમાં છો? આપને આગળ હાયર ઍજ્યૂકેશન મેળવવું છે, પરંતુ ક્યા અને કઈ સંસ્થામાં યોગ્ય અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળશે? તે અંગે નિર્ણય નથી લઈ શકતા!! તો આપની આ મુંઝવણ અને પ્રશ્નોનું નિવારણ સરળતાથી થઈ શકે તે માટે સુરતમાં પ્રબોધન ગુરૂકુલ અને ઓરા ઍકેડેમી દ્વારા ‘ઍજ્યૂકેશન ઍન્ડ કેરિયર ઍક્સપો-2021’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન 28મી ઓગષ્ટ, 2021ના રોજ પંચવટી હોલ, અગ્રસેન ભવન, સિટીલાઈટ, સુરત ખાતે સવારે 11:00 થી સાંજે 8:00 વાગ્યા દરમિયાન યોજાશે.

દક્ષિણ ગુજરાતમાં શિક્ષણ અને કારકિર્દી અંગે માર્ગદર્શન માટે આ ભવ્ય પ્રદર્શનનું સંચાલન પ્રબોધમ ગુરૂકુલના ચેરપર્સન નિશ્ચિંત પટેલ, ઓરા ઍકેડેમીના ડિરેક્ટર દિપક અગ્રવાલ અને અર્હમ ઇવેન્ટ્સના મીત શાહ દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કોરોના મહામારીના આ વિકટ સમયમાં મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓ, કોલેજ, સ્કૂલ બંધ છે ત્યારે આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓને ઍક જ પ્લેટફોર્મ પર શિક્ષણ અને કેરિયર માટેના વિકલ્પ માટે ઉત્તમ માર્ગદર્શન મળી રહેશે.

આ પ્રદર્શનમાં સુરત ઉપરાંત રાષ્ટ્રીય સ્તરની 60થી વધુ શિક્ષણ સંસ્થાઓ, યુનિવર્સિટી, શાળાઓ ભાગ લઈ રહી છે. અહીં વિવિધ ક્ષેત્રોના નિષ્ણાતો દ્વારા ધોરણ-8 થી ઉપર તમામ વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન, વાણિજ્ય, કલા તથા અન્ય બિઝનેસ અને પ્રોફેશનલ કોર્સ માટે માર્ગદર્શન મળી રહેશે. 300થી વધુ કારકિર્દીના વિકલ્પ અંગે દર્શનમાં માહિતી ઉપલખ્ધ થશે. ફેશન ડિઝાઇનિંગ, ઇન્ટીરિયર ડિઝાઇનિંગ, ફેશન ફોટોગ્રાફી, જ્વેલરી ડિઝાઇનિંગ, ઍયર ઇન્સ્ટીટ્યૂટ, ઇન્ફોરમેશન ઍન્ડ ટેકનોલોજી(આઈટી), પર્સનાલિટી ડેવલોપમેન્ટ, ઇવેન્ટ મેનેજમેન્ટ સહિત વિવિધ ક્ષેત્રે કારકિર્દીના ઘડતર માટે ઉપયોગી માહિતી પ્રદર્શનમાં ઉપલબ્ધ થશે.

આ પ્રદર્શનમાં તમામ માટે ફ્રી ઍન્ટ્રી રહેશે. પ્રદર્શનમાં ભાગ લેનારા તમામ વિદ્યાર્થીઓને ફ્રી ગિફટ આપવામાં આવશે. પ્રદર્શનમાં બુક ઍક્સચેન્જ પ્રોગ્રામ પણ રજૂ કરવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓ વિવિધ પુસ્તકનું ઍક્સચેન્શ કરી શકશે. આ ઉપરાંત વિવિધ જરૂરતમંદ વિદ્યાર્થીઓ માટે પુસ્તક, કપડાં ડોનેટ પણ કરી શકાશે. ડ્રગ અવેરનેસ અને સ્વસ્છતા અંગે જાગરૂકતા કેળવાય તે માટે સ્ટોલ પણ રજૂ કરવામાં આવશે. આ પ્રદર્શનના આયોજન માટે યંગીસ્તાન, યૂથ નેશન, ઍક સોચ ઍનજીઓ, અગ્રવાલ વિકાસ ટ્રસ્ટ યુવા શાખા, સુરત જૈન ક્લબ, રોટરી ઇન્ટરનેશનલ, લાયન્સ ઇન્ટરનેશનલ સહિત વિવિધ સામાજીક સંસ્થાઓનો સહકાર મળયો છે.

પ્રદર્શનનું આકર્ષણ :

———————–

— ફ્રી ઍન્ટ્રી

— નિઃશુલ્ક માર્ગદર્શન

— ફ્રી ડીઍમઆઈટી ટેસ્ટ

— તમામ વિદ્યાર્થીઓ માટે ફ્રી ગિફટ

— ફ્રી ક્લોથ ઍન્ડ બુક ડોનેશન

— બુક ઍક્સચેન્જ પ્રોગ્રામ

— ફ્રી જાબ પ્લેસમેન્ટ સેલ

— ૧૦૦ ટકા સુધીની સ્કોલરશિપ

કેરિયર કાઉન્સેલિંગ :

————————-

— ઍજ્યૂકેશન લોન

— વિદેશમાં અભ્યાસ/ડિસ્ટેન્સ લર્નિંગ ઇન્સ્ટીટ્યૂટ

— પ્રોફેશનલ કોર્સ ઍન્ડ સ્કીલ ડેવલોપમેન્ટ

— સીઍ/સીઍસ/સીઍફઍ/આઈસીડખ્લ્યૂઍ ઇન્સ્ટીટ્યૂટ

— વોકેશનલ કોર્સ

— પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ

— બેંકિંગ ઍન્ડ સ્પર્ધાત્મક પરીક્ષાઓ

— કોમ્પ્યુટક હાર્ડવેર ઍન્ડ સોફટવેર

— જ્વેલરી ડિઝાઇનિંગ, ઍવીઍશન કોર્સ

— કુલિનરી ઍન્ડ ગ્રૂમિંગ ક્લાસીસ

— ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઍડમિનીસ્ટ્રેટીવ સર્વિસ

— પ્રાઇવેટ ઍન્ડ સરકારી શાળાઓ