ઉત્સવની ઉજવણી સાથે પર્યાવરણ જાળવણીનો ઉમદા સંદેશ

પ્રસ્થાન NGO” ગણેશ ઉત્સવ દરમિયાન રાહત દરે માટીની ઇકોફ્રેન્ડલી મૂર્તિનું વિતરણ કરશે

 “ગ્રીન ગણેશા પ્રોજેક્ટઅંતર્ગત સતત ચાર વર્ષથી માટીથી બનેલી મૂર્તિની સ્થાપના

મૂર્તિમાં મુકવામાં આવેલા બીજ વિસર્જન બાદ એક જીવંત છોડનું સ્વરૂપ ધારણ કરશે

સુરત: ઉત્સવપ્રિય સુરતના લોકો પૂરી ધાર્મિક આસ્થા સાથે ગણેશ ઉત્સવની ઉજવણી કરવા માટે આતુર છે. શહેરમાં પર્વની ધૂમધામથી ઉજવણી કરવા માટેની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ધાર્મિક લાગણી સાથે ઉત્સવની ઉજવણી અને પર્યાવરણની જાળવણી માટેના સંદેશ સાથે શહેરમાં “પ્રસ્થાન NGO” દ્વારા ગણેશ ઉત્સવ દરમિયાન રાહત દરે માટીની ઇકોફ્રેન્ડલી મૂર્તિનું વિતરણ કરવામાં આવશે.

“પ્રસ્થાન NGO” દ્વારા શરૂ કરવામાં આવેલા “ગ્રીન ગણેશા પ્રોજેક્ટ” અંગે નૈતિક પરમાર જણાવે છે કે, ગણેશ ઉત્સવ દરમિયાન P.O.P ની પ્રતિમા પર્યાવરણને ભારે નુકસાન પહોંચાડે છે. તેથી લોકોમાં જાગૃતિ ફેલાવવાના હેતુથી સુરતમાં “પ્રસ્થાન NGO” મારફત “સુરત ગ્રીન ગણેશા – 2021” પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યો છે. આ સંસ્થા દ્વારા છેલ્લા ચાર વર્ષથી સમગ્ર ગુજરાતભરમાં સંપૂર્ણ માટીમાંથી બનેલી ઇકોફ્રેન્ડલી મૂર્તિ નું વિતરણ કરવામાં આવે છે. માટીની મૂર્તિની ખાસિયત એ છે કે, મૂર્તિનું વિસર્જન ધર આંગણે કર્યા બાદ એ મૂર્તિમાં વિવિધ પ્રકારના બીજ મૂકવામાં આવ્યા છે, જે વિસર્જન બાદ એક જીવંત છોડનું સ્વરૂપ ધારણ કરશે જેથી ગણેશજીના આશીર્વાદ કાયમ માટે આપણી સાથે બની રહેશે.

નૈતિકભાઇની સાથે સંગઠનના સુધીર પટેલ, ભાવના પરમાર, સાઈરાજ પરમાર સહિતના પ્રતિનિધિઓ શહેરના તમામ અગ્રણીઓ, અધિકારીઓને મળીને સમગ્ર ગુજરાતભરમાં ગ્રીન સંદેશો પહોંચાડવા માટે કાર્ય કરી રહ્યા છે. આ સાથે તેમણે સુરતના માનનીય કલેકટર શ્રી આયુષ ઓક ની મુલાકાત લીધી હતી. “પ્રસ્થાન NGO” વર્ષ 2018 થી સુરતમાં કાર્ય કરી રહી છે. આ સંસ્થા મૂર્તિની સાથે માટી, ખાતર, બીજ ની સાથે સુરત મહાનગરપાલિકાના સહયોગ સાથે વિવિધ પ્રકારના છોડવાઓનું વિતરણ પણ કરે છે, જેના થકી લોકોની ગણેશ ઉત્સવ માટેની ધાર્મિક લાગણી સાથે જ પર્યાવરણ જાળવણી પણ થાય.

સંસ્થા દ્વારા સુરત શહેર ઉપરાંત નવસારી, ભરૂચ, વલસાડ અને અમદાવાદ સુધી વિવિધ પ્રકારની મૂર્તિનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ચાલો… ગુજરાત રાજ્યને પ્રદૂષણ મુક્ત બનાવવા માટેના કાર્યમાં સહકાર સાથે ગુજરાત રાજ્ય ને પ્રદૂષણ મુક્ત બનાવી હરિયાળું બનાવવા આગળ વધીએ. વધુ માહિતી માટે નૈતિક પરમાર ને Mobile Number – 7284859822 અને Instagram page – @suratgreenganesha પર સંપર્ક કરો.