WIRC ઓફીસ બેરિયર્સ સુરતની મુલાકાતે, સુરત ડાયમંડ બુર્સ સહિત વિભિન્ન સંસ્થાઓની મુલાકાત લીધી

નવા કવાલીફાઈડ થયેલા CA વ્યવસાયિકોની સન્માન સમારોહ પણ યોજાયો

સુરત: WIRC ઓફિસ બેરિયર્સ દ્વારા વિભિન્ન શૈક્ષણિક અને વ્યાપારિક સંસ્થાઓની મુલાકાત અને નવા કવાલીફાઈ થયેલા CA ના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે માહિતી આપતા CA અરુણ નારંગ એ જણાવ્યું હતું કે 3જી ઓગસ્ટના રોજ સવારે સુરત CA સ્ટડી સર્કલ ની મુલાકાત લેવામાં આવી હતી. ત્યારબાદ યુનિવર્સિટી , ચેમ્બર ઓફ કોમર્સ અને સુરત ડાયમંડ બુર્સની મુલાકાત લીધી હતી. સાંજે 5 વાગે ન્યૂ એવેન્યુ ઈન CA પ્રોફેશન વિષય પર CA અર્પિત કાબરા અને CA કેતન સૈયા નો સેમિનાર યોજાયો હતો. પ્રથમ દિવસના અંતે WIRC ના પૂર્વ ચેરમેન સાથે ઇન્ટરેકશન યોજાયું હતું. ત્યારબાદ 4 ઓગસ્ટના રોજ નવા કવાલિફાઈ થયેલા CA નો સન્માન સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે WIRC ના ચેરમેન CA અર્પિત કાબરા, સેક્રેટરી CA સૌરભ અજમેરા, ખજાનચી CA કેતન સૈયા, સુરતના ચેર પર્સન CA અરુણ નારંગ, ઉપસ્થિત રહ્યા હતા.