વ્હાઇટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલ, સુરતએ બોર્ડ પરીક્ષામાં 100% પરિણામ આપી શૈક્ષણિક સફળતાનો કિર્તિમાન રચ્યો
સુરત, મે 2025 — વ્હાઇટ લોટસ ઈન્ટરનેશનલ સ્કૂલ, સુરતએ વધુ એક વખત પોતાની શૈક્ષણિક શ્રેષ્ઠતા સાબિત કરતાં ધોરણ 10 અને ધોરણ 12 (સાયન્સ તથા કોમર્સ સ્ટ્રીમ) માં 100% પરિણામ હાંસલ કર્યું છે.
શાળાના તમામ વિદ્યાર્થીઓએ CBSE બોર્ડ પરીક્ષામાં સફળતા મેળવી છે, જે વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોની નિષ્ઠા અને વાલીઓના સહકારનું પ્રતિબિંબ છે. શાળાએ નિયમિત અધ્યયન, આધુનિક શિક્ષણ પદ્ધતિ અને મૂલ્યઆધારિત શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને સર્વાંગી રીતે તૈયાર કર્યા છે.
ધોરણ 12ના વિજ્ઞાન અને વાણિજ્ય વિભાગના તમામ વિદ્યાર્થીઓએ ઉત્તમ પરિણામો આપ્યા છે, જ્યારે ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓએ પણ સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી, શાળાનું નામ એકવાર ફરી શિક્ષણ ક્ષેત્રે શ્રેષ્ઠ શાળાઓમાં સમાવિષ્ટ કર્યું છે.
શાળાની મુખ્યશિક્ષિકા શ્રીમતી પૂર્વિકા સોલંકીએ પોતાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું:”આ પરિણામ માત્ર શૈક્ષણિક સફળતા નથી, પણ આપણા શિક્ષકોની અવિરત મહેનત, વિદ્યાર્થીઓની સમર્પિતતાનો અને વાલીઓના વિશ્વાસનો પરિબળ છે. વ્હાઇટ લોટસ સ્કૂલમાં અમે માત્ર પાઠ્યપુસ્તક શિક્ષણ નહીં, પણ જીવન મૂલ્યો અને આત્મવિશ્વાસ સાથે ભવિષ્યના જવાબદાર નાગરિક ઘડવાની દિશામાં પ્રયત્નશીલ રહીએ છીએ.”
શાળાએ એક શિસ્તબદ્ધ, ટેકનોલોજી આધારિત અને વિદ્યાર્થી કેન્દ્રિત અભિગમ અપનાવ્યો છે, જેમાં અભ્યાસ સાથે સહ-પાઠ્યક્રમ પ્રવૃત્તિઓ પણ વિદ્યાર્થી ઓ ના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ બનાવવામાં આવી છે.
આ અનોખી સિદ્ધિ બદલ વ્હાઇટ લોટસ પરિવારને હાર્દિક અભિનંદન અને અનેક શુભકામનાઓ