આજ રોજ લીઓ ગ્રુપ ની સનગ્રેસ, સનલાઈટ, સનરેઝ, લીઓ સ્કૂલ ઓફ સાયન્સ ના સંયુક્ત ઉપક્રમે શાર્ક ટેન્ક .૨ નું આયોજન કરેલ છે,
સુરત : જેમાં વિદ્યાર્થીઓ ની ૧૬ ટીમ દ્વારા બિઝનેસ આડિયા રજૂ કરવામાં આવ્યા હતા. ઉદ્ઘાટક તરીકે DIG ટ્રાફિક સુરત શહેર ના સજ્જનસિંહ પરમાર , સી ડિવિઝન એસીપી ચિરાગ વાડદોરીયા , આશા ગ્રુપ ઓફ સ્કૂલ ના મહેશ ભાઈ રામાણી ઉપસ્થિત રહ્યા હતા.
શાર્ક ટીમ તરીકે ઉપસ્થિત સહજાનંદ ટેકનોલોજી ના સીઈઓ રાહુલ ભાઈ ગાયવાલા, યુરો ફ્રેશ ફૂડ ના સીઈઓ શાહિલ સાસપરા, વ્હાઇટ લાયન ઓટો મેશન ના ચેરમેન વિશાલ કુકડીયા અને સ્કીન ઓક્યું ના દીક્ષિતતા સિનોજીયા એ દરેક બાળકો ના વિચારો સાંભળી પ્રશ્નો પૂછી વધુ સારી રીતે બિઝનેસ કેમ વિકસાવવી તેનું માર્ગદર્શન આપ્યું હતું.

ઇકો બ્રિક્સ, ઇકો ફ્યુલ, સ્લીપિંગ મેડિકલ ઍલારમ, સ્વીટ લીફ મુખવાસ વગેરે બિજનેસ વિચારો રજૂ થયા હતા.
આ કાર્યક્રમ થી બાળકો ભવિષ્ય માં મોટા બિઝનેસમેન બને, નવી નવી પ્રોડક્ટ માર્કેટ માં આવે તેનું માર્કેટિંગ વગેરે કેવી રીતે કરવું તે માર્ગદર્શન મેળવ્યું હતું,