રેડી ટુ ઇટ અને રેડી ટુ કૂક વચ્ચેનો ભેદ સમજવા ઈન્સ્ટા ફૂડ દ્વારા કાર્યક્રમનું આયોજન કરાયું હતું

– 29મી એપ્રિલના રોજ ભાઠા ખાતે શેટા એક્સપોર્ટ ના ઈન્સ્ટા ફૂડ દ્વારા આયોજન કરાયું હતું
સુરત. આજે વર્કિંગ કપલ અને વિદેશમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જઈ રહી છે ત્યારે તેમના માટે રસોઈ અને સારું ભોજન મેળવવું એ એક મોટી સમસ્યા બનીને ઉભરી છે ત્યારે આ સમસ્યાના નિરાકરણ રૂપે આજે ઇન્સ્ટા ફૂડ પ્રચલિત થઈ રહ્યું છે પરંતુ મોટાભાગના લોકો રેડી ટુ ઇટ અને રેડી ટુ કૂક ફૂડ વચ્ચે મૂંઝવણમાં મુકાઇ જાય છે તેઓ આ બે વચ્ચેનો ભેદ સમજી નથી શકતા ત્યાં આ ભેદ વિશે લોકો માહિતગાર થાય એ માટે શેટા એક્સપોર્ટ ના ઈન્સ્ટા ફૂડ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ અંગે શેટા એક્સપોર્ટના પિયુષ શેટા અને તેજલ શેટા એ જણાવ્યું હતું કે ઇન્સ્ટા ફૂડ એ પ્રકારનું હોય છે કે વ્યક્તિ માત્ર 5 થી 15 મિનિટમાં નવું ફૂડ બનાવી શકે છે અને ફૂડ માં પોતાના પ્રમાણે સ્વાદ માં ચેન્જ પણ કરી શકે છે. ભાઠા સ્થિત વિશાલા રેસ્ટોરન્ટ ના ગાર્ડનમાં આયોજિત કાર્યક્રમમાં સુરતના લોકો પાસે જ ઇન્સ્ટા ફૂડ બનાવડવવામાં આવ્યું હતું અને ફિડબેક લેવામાં આવ્યું હતું. સ્વાદ કિચન જેવી બ્રાન્ડ માંથી સ્નેહા ઠક્કર અને રાખી બંસલ તથા પૂર્વ ફૂડ ઇન્સ્પેક્ટર બી જે દોંડા સાહેબ ઉપરાંત ઈનફ્લુએન્સર જગદીશ પુરોહિત, જીગર જોશી, મોનાલી વગેરે ઉપસ્થિત રહી રેડી ટુ કૂક માં હાથ અજમાવ્યો હતો અને આ ફૂડ આરોગીને તે ક્યાં લેવલનું છે, કેટલું હેલ્ધી અને સ્વાદિષ્ટ છે તે માટેના અભિપ્રાય આપ્યો હતો. વધુ માં જણાવ્યું હતું કે આ આયોજન પાછળનો ઉદેશ્ય લોકો રેડી ટુ ઇટ અને રેડી ટુ કૂક વચ્ચેનો ભેદ સમજે અને ઇન્સ્ટા ફૂડ વિશે તેમનામાં જાગૃતિ કેળવવાનો છે..