ડીલક્સ રિસાયક્લિંગ કંપનીએ સર્ક્યુલેટ કેપિટલના સપોર્ટ સાથે ગુજરાતમાં ભારતની સૌથી મોટી મલ્ટી-લેયર પ્લાસ્ટિક રિસાયક્લિંગ સુવિધાનું ઉદ્ધધાટન કર્યું

● આ વિસ્તરણ ડિલક્સ રિસાયક્લિંગને દક્ષિણ એશિયાના સૌથી મોટા MLP રિસાયકલર બનવાના લક્ષ્યની નજીક લાવે છે
● આ નવી સુવિધા શરૂ થવાથી ગુજરાતમાં રોજગારીની નવી તકોને પણ પ્રોત્સાહન મળશે
● આ સુવિધા ડીલક્સ રિસાયક્લિંગને નાણાકીય વર્ષ 2030 સુધીમાં 200,000 ટનથી વધુ UBCs અને MLP ને રિસાયકલ કરવામાં સક્ષમ બનાવશે

પ્રીમિયર મલ્ટિ-લેયર પ્લાસ્ટિક રિસાયક્લિંગ કંપની, ડીલક્સ રિસાયક્લિંગ, ગુજરાતના સરીગામમાં નવા રિસાયક્લિંગ પ્લાન્ટના ઉદ્ઘાટન સાથે વ્યૂહાત્મક વિસ્તરણ કરી રહી છે. 1999માં સ્થપાયેલી આ કંપની ભારતની કચરાના વ્યવસ્થાપનની સમસ્યા માટે અનોખો અભિગમ અપનાવી રહી છે અને UBC (યુઝ્ડ બેવરેજ કાર્ટન) અને MLPs (મલ્ટિ-લેયર પ્લાસ્ટિક)ને રિસાયકલ કરવા માટે નવી ટેકનોલોજી લાવવામાં અગ્રણી રહી છે, જે વધુ પડતા લેન્ડફિલ્સના દબાણને દૂર કરે છે. આ નવી સુવિધા-પ્લાન્ટ સાથે, ડીલક્સ તેની રિસાયક્લિંગ ક્ષમતા બમણી કરતાં વધુ – 13,000 TPA થી 27,400 TPA સુધી, વિવિઘ બે સ્થળો પર, દક્ષિણ એશિયાના સૌથી મોટા MLP રિસાયકલર્સમાં એક તરીકે તેની સ્થિતિને વધુ મજબૂત બનાવશે. કંપનીએ આગામી નાણાકીય વર્ષ 2030 સુધીમાં, 200,000 ટનથી વધુ UBCs અને MLPsને રિસાયકલ કરવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે.

2023માં વર્લ્ડ ઈકોનોમિક ફોરમ દ્વારા બહાર પાડવામાં આવેલા એક લેખ અનુસાર, એકલાં ભારતમાં જ વાર્ષિક 9.4 મિલિયન ટન પ્લાસ્ટિક કચરો પેદા થાય છે, જેમાંથી માત્ર 50% જ એકત્ર થાય છે. સામાન્ય રીતે કોઈ મૂલ્ય વિનાનો અને રિસાયકલ કરવામાં ખૂબ જ મુશ્કેલ માનવામાં આવતો MLP કચરો, પ્લાસ્ટિક પેકેજિંગના સૌથી પ્રદૂષિત સ્વરૂપોમાંનો એક છે. વળી, જો તેને એકત્રિત પણ કરવામાં આવે તો, તેનો ઉપયોગ બળતણ, ભસ્મીકરણ અથવા સિમેન્ટ પ્લાન્ટમાં સહ-પ્રક્રિયા માટે થાય છે. ડીલક્સ કંપનીએ MLP કચરો એકત્રિત કરવા અને સૉર્ટ કરવા માટે એગ્રીગેટર્સ અને સ્મોલ મટિરિયલ રિકવરી ફેસિલિટી (MRF)ના નેટવર્ક સાથે કામ કરીને અને તેને ચૂકવણી કરીને MLP ના સંગ્રહ માટે એક સ્કેલેબલ ઇકોસિસ્ટમ વિકસાવી છે. તેના પછી કંપની વિવિધ પ્રકારની ઉચ્ચ માગ ધરાવતા ભારે, કઠોર પ્રોડક્ટનું ઉત્પાદન કરવા માટે પોતાની માલિકીની, આંતરિક વિકસિત તકનીકનો ઉપયોગ કરે છે. ડીલક્સ હાલમાં ઓટોમોટિવ ઉદ્યોગને રિસાયકલ સીટ બોર્ડની 90% જેટલી સપ્લાય કરે છે, જેનો અર્થ છે કે લગભગ દરેક રિક્ષા ચાલક ડીલક્સ-રિસાયકલ સીટ પર બેસે છે.

એશિયામાં સૌથી મોટા રિસાયક્લિંગ પોર્ટફોલિયોનું સંચાલન કરતી અગ્રણી સર્ક્યુલર ઇકોનોમી ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફર્મ, સર્ક્યુલેટ કેપિટલના ભંડોળે આ સાહસના વિસ્તરણને વેગ આપ્યો છે. આ મૂડી ગુજરાતના સરીગામ અને બેંગલુરુમાં નવી સુવિધા સ્થાપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. આ ફંડિંગ સાથે સરીગામ અને બેંગલુરુમાં 13,000 MTPA થી 27,400 MTPA સુધી ક્ષમતામાં વધારો કરવા જેવા પરિવર્તનને આગળ વધારવામાં પ્રોત્સાહન મળ્યું તેમજ કંપની આગામી 2.5 વર્ષમાં 50,000 MTPA ના ભાવિ લક્ષ્ય માટે તૈયારી કરી રહી છે. તે ગુજરાતમાં 150+ નોકરીઓનું સર્જન કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

ડીલક્સ રિસાયક્લિંગ પ્રા. લિ. ના એમડી જીગ્નેશ શાહે જણાવ્યું હતું કે, “ભારતમાં સૌથી મોટો MLP રિસાયક્લિંગ પ્લાન્ટ શરૂ કરવો, એ અમારા વિઝનને વાસ્તવિકતામાં બદલવા તરફનું અમારા માટે મહત્ત્વનું પગલું છે અને અમે સર્ક્યુલેટ કેપિટલના સતત સહકારની પ્રશંસા કરીએ છીએ. આ સુવિધા ભારતમાં પ્રભાવી પર્યાવરણીય પ્રગતિને આગળ વધારતા મલ્ટી-લેયર પ્લાસ્ટિક (MLP) ના સંગ્રહ, સંચાલન અને રિસાયક્લિંગ માટે પર્યાવરણને અનુકૂળ ઉકેલો વિકસાવવા તરફ અમારા માટે ઉલ્લેખનીય પ્રગતિ દર્શાવે છે. અમારો ધ્યેય MLP કચરાના સ્ત્રોત માટે એક નવી ઇકોસિસ્ટમ બનાવવાનો અને તેને ઉચ્ચ મૂલ્યની એપ્લિકેશન્સમાં નવું જીવન આપવાનો છે.”

સર્ક્યુલેટ કેપિટલના સ્થાપક અને સીઈઓ રોબ કપ્લાને કહ્યું કે, “અમે માનીએ છીએ કે ડીલક્સ રિસાયક્લિંગનું નવું બજાર-આધારિત સોલ્યુશન, જે સામાન્ય રીતે હાર્ડ-ટુ-રિસાયકલ MLPના સંગ્રહને પ્રોત્સાહન આપે છે, તે નોંધપાત્ર હકારાત્મક પર્યાવરણીય અને સામાજિક પરિણામો તરફ દોરી જશે, જે ભારતમાં પ્લાસ્ટિક માટે સર્ક્યુંલર ઇકોનોમીમાં યોગદાન આપશે. આવનારા વર્ષોમાં આ રોકાણથી થનારા પરિવર્તનકારી ફેરફારો જોવા માટે અમે ઘણાં ઉત્સાહિત છીએ.”