સુરત: લગ્નસરાની સાથે ઉનાળાની ઋતુને ધ્યાનમાં રાખી સુરતની ફેશનપ્રિય જનતા માટે સુરતના સિટીલાઇટ વિસ્તારમાં આવેલ મહારાજા અગ્રસેન ભવન ખાતે નેશનલ સિલ્ક એક્સ્પોનો આરંભ થયો છે. 30મી એપ્રિલ સુધી ચાલનારા આ ટ્રેડિશનલ એન્ડ લાઈફ સ્ટાઇલ અને સેલ એક્સ્પોમાં દેશભરની વિવિધ ક્ષેત્રોની જાણીતી અને લોકપ્રિય વેરાયટીની સાડીઓ, સુટ, ફેશન જ્વેલરી અને ડ્રેસમટેરિયલ્સ રજુ કરવામાં આવ્યા છે. 25મી એપ્રિલથી શરૂ થયેલા એક્સ્પો જેમ જેમ આગળ વધી રહ્યો છે તેમ તેમ મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે જે આ એક્સપોને મળી રહેલા ભવ્ય પ્રતિસાદને દર્શાવે છે.
ગ્રામીણ હસ્તકલા વિકાસ સમિતિ દ્વારા આયોજિત નેશનલ સિલ્ક એક્સ્પોમાં વિવિધ પ્રાંતો, રાષ્ટ્રીય તેમજ અંતરરાષ્ટ્રીય વેરાયટીનો ડિઝાઈનસ, પેન્ટ્સ, કલર કોમ્બીનેશનનું મોટું કલેક્શન ઉપલબ્ધ કરાયું છે. જેમાં બનારસી, પટોલા, પૈઠની, ઉપાડા, તામિલનાડુથી કોયમ્બતૂર સિલ્ક, કાંજીવરમ સિલ્ક, કર્નાટકની બેંગલુરુ સિલ્ક, ક્રેપ અને જોજેન્ટ સાડી, કાશ્મીરી સાડી, બેંગલુરુ સિલ્ક, આંધ્રપ્રદેશની કલમડરી, પોચમપલ્લી, મંગલગીરી, ડ્રેસ મટેરિયલ્સ ઉપાડા, ગડવાલ, ધર્માવરામ, પ્યોર સિલ્ક વગેરેનો સમાવેશ થાય છે. સાથે જ લગ્ન સિજન માટે ખાસ સિલ્ક તેમજ કોટન હેન્ડલૂમની સ્વદેશી વસ્તુઓ લોકો ખૂબ પસંદ કરી રહયા છે. આ ઉપરાંત અન્ય ફેશન જ્વલેરીનો પણ ઘણી વેરાયટી ઉપલબ્ધ છે. શ્રેષ્ઠ વનકરો અને ડીઝાઇઈનરો દ્વારા બનાવેલ સિલ્કની અનેક લેટેસ્ટ વેરાઇટીનો ખજાનો ઉપલબ્ધ છે. અને ખાસ બાબત એ છે ગ્રાહકોને 50 ટકા સુધીનું માતબર ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવી રહ્યું છે.એક્સ્પો મુલાકાતીઓ માટે સવારે 11 થી રાત્રે 9 વાગ્યા સુધી ખુલ્લો રહેશે.