સુરતની સાચી સુખડિયા બની આઈડીસી નેશનલ્સ ગર્લ્સ ચેમ્પિયન

- કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય ડાર્ટ્સ સ્પર્ધામાં દેશભરમાંથી ખેલાડીઓએ લીધો ભાગ

સુરત: અમદાવાદની કર્ણાવતી ક્લબ ખાતે યોજાયેલી આઈડીસી નેશનલ્સ ગર્લ્સ ડાર્ટ્સ ચેમ્પિયનશિપમાં સુરતની હિલ્સ હાઈસ્કૂલ, વેસુની વિદ્યાર્થીની સાચી સુખડિયાએ શાનદાર પ્રદર્શન કરી ગર્લ્સ કેટેગરીમાં રાષ્ટ્રીય ચેમ્પિયનનો ખિતાબ મેળવ્યો છે.

અમદાવાદ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં દેશભરમાંથી ડાર્ટ્સ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

સાચીના આ શાનદાર પ્રદર્શન બદલ ઇન્ડિયન ડાર્ટ્સ કાઉન્સિલ દ્વારા તેને અભિનંદન પાઠવવામાં આવ્યા છે. રાષ્ટ્રીય સ્તરે ચેમ્પિયન બન્યા બાદ હવે સાચી આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે તૈયાર છે.

સાચી આગામી સમયમાં જિબ્રાલ્ટરમાં યોજાનારી જેડીસી ગર્લ્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ, લ્યુક લિટલર લેગસી ઓપન અને વિનમાઉ માસ્ટર્સ જેવી આંતરરાષ્ટ્રીય ડાર્ટ્સ સ્પર્ધાઓમાં ભાગ લેશે. ઇન્ડિયન ડાર્ટ્સ કાઉન્સિલે સાચીને આગામી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે શુભેચ્છા પાઠવી છે.

સાચીની આ સિદ્ધિથી પરિવાર, શાળા અને સુરતના ડાર્ટ્સ રમતપ્રેમીઓમાં આનંદની લાગણી પ્રસરી છે.