“સુરત પ્લાસ્ટ શો 2026: નવી ટેક્નોલોજી સાથે મટિરિયલ રિસાયક્લિંગ અને સસ્ટેનેબિલિટી પર ખાસ ફોકસ”

સાઉથ ગુજરાત પ્લાસ્ટિક મેનુફેક્ચર્સ એસોસિયેશન સુરત ના પ્રમુખ શ્રી કિશોરભાઈ વાઘાણી ના જણાવ્યા મુજબ આગામી તારીખ ૨ થી ૫ એપ્રિલ ૨૦૨૬. સ્થળ – સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન અને કન્વિનિશન સેન્ટર – સરસાણા માં “સુરત પ્લાસ્ટ શો 2026” નું આયોજન રાખેલ છે. સુરત : ગુજરાતના પ્રગતિશીલ ઉદ્યોગિક શહેર સુરતમાં “સુરત પ્લાસ્ટ શો 2026”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન પ્લાસ્ટિક અને પોલિમર ઉદ્યોગ માટે નવીનતા, ટેક્નોલોજી અને વ્યાપારિક તકોને ઉજાગર કરતું એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. આ પ્રદર્શનમાં દેશના અનેક પ્રતિષ્ઠિત ઉદ્યોગકારો, ઉત્પાદકો અને સપ્લાયર્સ ભાગ લઈ રહ્યા છે. અહીં આધુનિક મશીનરી, અદ્યતન ટેક્નોલોજી, પેકેજિંગ સોલ્યુશન્સ અને રિસાયક્લિંગ ક્ષેત્રની નવી શોધોનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિશેષરૂપે, પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ અને રિસાયક્લિંગ સોલ્યુશન્સ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેથી ઉદ્યોગ વધુ સસ્ટેનેબલ , રિસાયક્લિંગ દ્વારા સંસાધનોનો યોગ્ય ઉપયોગ અને પર્યાવરણ સંરક્ષણ માટેના પ્રયાસોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ ઉદ્યોગકારો માટે નેટવર્કિંગ, નોલેજ શેરિંગ અને નવા બિઝનેસ અવસરો શોધવાનો ઉત્તમ અવસર પૂરું પાડે છે. પ્રદર્શન દરમિયાન વિવિધ સેમિનાર, વર્કશોપ અને ટેકનિકલ પ્રેઝન્ટેશન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે. “સુરત પ્લાસ્ટ શો 2026” ગુજરાતના ઉદ્યોગ વિકાસને વધુ વેગ આપશે અને પ્લાસ્ટિક ઉદ્યોગને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે. “સુરત પ્લાસ્ટ શો 2026” ને સફળ બનાવવા સાઉથ ગુજરાત પ્લાસ્ટિક મેનુફેક્ચર્સ એસોસિયેશન સુરત તથા સનલાઈન ઈન્ફોટેક ઈવેન્ટ ઇન્ડિયા દ્વારા આયોજન કરેલ છે. એસોસિયેશન ના પ્રમુખ શ્રી કિશોરભાઈ વાઘાણી તથા તેમના કારોબારી સભ્યો નું ખૂબજ મહત્વ નું યોગદાન રહેલ છે અને ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચર ,સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ સુરત , ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન , સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન ,ધોરાજી પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન , ભાવનગર પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન, રાજકોટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચર એસોસિએશન , સુરત ટેક્સટાઇલ પેકેજીંગ એસોસિએશન , દમણ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન , મટીરીયલ રિસાયક્લિંગ એસોસિએશન ઇન્ડિયા , પ્લાસ્ટઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિવર્સિટી , તેમજ અન્ય સંસ્થાઓના સહયોગથી.