સુરત શહેર જીલ્લા વાલ્મીકી સમાજ દ્વારા આયોજીત કામદાર/કાર્યકર સંમેલન વાલ્મીકી સમાજના સંતો, ડોક્ટરો, વકીલો, એન્જીનિયરો અને સમય લગ્ન પરિચય મેળો યોજાયો

સુરત શહેર જીલ્લા વાલ્મીકી સમાજ દ્વારા તા.૧૫-૦૮-૨૦૨૨ ના રોજ શ્રમજીવી સેવાલય એસ.ટી. ડેપો રેલ્વે સ્ટેશનની સામે બપોરે ૧૨-૦૦ કલાકે યોજવામાં આવેલ કાર્યક્રમનો દિપ પ્રગટાવી શ્રીમતી મણીબેન બામાઇ પટેલે કર્યો. આર્શિવચન સંતશ્રી રવિરામ મહારાજ અને સંતશ્રી મહેશભાઇ શેઠ અને સંતશ્રી કાનદાસ બાપુ આદિરાનથી કાર્યક્રમની શરૂઆત કરી હતી. કાર્યક્રમનું પ્રમુખસ્થાન સુરત શહેર જીલ્લા વાલ્મીકી સમાજના પ્રમુખશ્રી ભાઇલાલ બી. વૈષ્ણવે સંભાળ્યું હતું. મુખ્ય મહેમાન શ્રી મગનભાઇ સોલંકી તથા મહેન્દ્ર પી. સોલંકી, શ્રી પ્રવિણભાઇ બાબુભાઇ પટેલ, શ્રી વિજયભાઇ જે. સુરતી, શ્રી પરેશભાઇ ભગત અને સમાજના સંતો સ્વામી આલોક પુનિતમ, સંતશ્રી શશીભાઇ પરમાર, દિવાન માઘજીદાસ સાહેબ, સંતશ્રી નાથુદાસ સાહેબ, સંતશ્રી નગીનદાસ સાહેબ, ૧૦૮ મહંતશ્રી જાગૃતદસ સાહેબ તેમજ છડીના પટેલો શ્રી પ્રવિણભાઇ પટેલ, શ્રી વસંતભાઇ પટેલ સહિત મોટી સંખ્યામાં હાજર રહયા હતા. હાજર રહેલા તમામ સંતો, પંચના પટેલો વિગેરેનું શાલ અને ફુલહારથી સંસ્થાના પ્રમુખશ્રી ભાઇલાલ નીં. ચૈત્ર તે સ્વાગત કર્યું હતું.

કાર્યક્રમને સંબોધતા સંઘ ના પ્રમુખશ્રી ભાઇલાલ વૈષ્ણવે જણાવ્યુ હતું કે, આઝાદીને આજે ૩૫ વર્ષ થતા પુરો દેશ આઝાદીનો અમૃતપર્વ ઉજવી રહ્યો છે. ખુશીની વાત એ છે કે વાલીકી સમાજ પણ આ પર્વમાં સહભાગી થયા છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું સપનું હતું કે, દાલ્મીકી બાળા દેશની રાષ્ટ્રપતિ બનશે. ત્યારે આ દેશમાં સારું સ્વરાજ આવ્યું ગણાશે. આ દેશને લંકીત કરનાર અસ્પૃશ્યતા સંપૂર્ણ નાબુદ થયેલ નથી. શહેરી વિસ્તારોમાં તો ઠીક પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ અનુસુચિત જાતિના લોકો સાથેનો મેમાવ દુર થયેલ નથી. વાલ્મીકી સમાજમાં કોઇ કામ ધંધા વગરનું ના રહે તેવું મારૂ સપનું છે. દરેક ઘરમાં ઓછામાં ઓછી એક નોકરી હોય કે કામ-ધંધો હોય તે માટેના પ્રયાસ કરીશું. બાબાસાહેબ આંબેડકરનું શિક્ષિત બનો, સંગીન બનો અને સંઘર્ષ કરોનું જીવનમંત્ર જીવનમાં ઉતારવા અનુરોધ કર્યો હતો. ડોક્ટરો, વકીલો, એન્જીનિયરો પાસેથી પ્રેરણા લઇ વિધાર્થીઓ આગળ વધે તે માટે અનુરોધ કર્યો હતો. સમાજના શિક્ષિતો અને બૅકારો માટે એક વિશાળ રેલીનું આયોજન સરદાર વલ્લભભાઇ પટેલના સ્ટેચ્યુથી કલેકટર કચેરી સુધી કાઢી આવેદન પત્ર આપવા નકકી કરવામાં આવેલ છે. વાલ્મીકી સમાજમાં 45 અને IPS અધિકારીઓ બની શકે તે માટે સુરત શહેરમાં એક હોસ્ટેલ સમાજના સહયોગથી શરૂ કરવા નકકી કરવામાં આવેલ છે. તે દિશામાં આગળ કાર્યવાહી કરવામાં આવશે એમશ્રી વૈષ્ણવે જણાવ્યું હતું. સમાજના પટેલો અને સામાજીક કાર્યકરોએ સહયોગ આપવા તેઓનો આભાર માનવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં કાર્યકારી પ્રમુખશ્રી શશીકાંત સોલંકી, શ્રી અજયભાઇ સોલંકી, શ્રી કિશોરભાઇ સોલંકી, શ્રી મૈતુલભાઇ સોલંકી, ઉપપ્રમુખશ્રી બાબુભાઇ ચૌહાણ, ઉપપ્રમુખશ્રી કનુલાલ સોલંકી, મહામંત્રીશ્રી ભાનુમાઇ સુરતી, શ્રી જે.ડી. સોલંકી, શ્રી જયોતિષ સોલંકી, શ્રી સંજમાઇ સોલંકી, શ્રી કાંતિભાઇ સોલંકી, શ્રી કનૈયાભાઇ સોલંકી, શ્રી હસમુખમાદ પટેલ, શ્રી શ્યામભાઇ રેનીયા, શ્રી રવિકુમાર સુરતી, શ્રી રાજભાઇ દિલ્હીવાળા, શ્રી ગણેશભાઇ સુરતી, શ્રી રજનીકાંત અમદાવાદી, શ્રી પ્રકાશભાઇ સુરતી, શ્રી પ્રકાશભાઇ સોલંકી, શ્રી વિરેન્દ્ર સોલંકી, શ્રી મુકેશભાઇ ટી. સોલંકી તેમજ સુરત શહેર વાલ્મીકી સમાજના એજયુકેશન ફોરમના કાર્યકરોએ ખાસ ઉપસ્થિત રહી સમાજના કાર્યોમાં સહભાગી થવા ખાત્રી આપી હતી. સુરત શહેર જીલ્લા વાલ્મીકી સમાજ દ્વારા એજયુકેશન ફોરમને પણ જરૂરી સાથ-સહકાર આપવા પ્રમુખશ્રી ભાઇલાલામાઇ વૈષ્ણવે ખાત્રી આપી હતી. દીલો, ડોકટરો, એન્જીનિયરોનું સ્વાગત શ્રી ભાઇલાલભાઇ વૈષ્ણવે કર્યું હતુ. કાર્યક્રમની આભારવિધી શ્રી અજયભાઇ સોલંકીએ કરી હતી.