વાઉ વિંગ્સ ફોર ડ્રીમ્સ દ્વારા ટેલેન્ટ શો – 2023નું કરાયું સફળ આયોજન

ગુજરાતના વિવિધ શહેરોમાં યોજાયું હતું ઓનલાઇન ઓડિશન

19મી ફેબ્રુઆરીએ યોજાયેલ ફીનાલેમાં વિજેતા બનેલા સ્પર્ધકોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

સુરત:- ટેલેન્ટ ને પ્લેટફોર્મ પૂરો પાડવા માટે વાઉ વિંગ્સ ફોર ડ્રીમ્સ દ્વારા ટેલેન્ટ શો -2023 નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના વિવિધ શહેરોની પ્રતિભાઓએ ભાગ લીધો હતો. ટેલેન્ટ શોની ગ્રાન્ડ ફીનાલે 19મી ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી, જેમાં અલગ અલગ ત્રણ વયજૂથ કેટેગરીમાં વિજેતા બનેલા સ્પર્ધકોને ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય તમામ સ્પર્ધકોને પણ પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું.

આ આયોજન અંગે આયોજન પ્રીતિ બોકડિયા જૈને જણાવ્યું હતું કે ટેલેન્ટ શો -2023 એ ગુજરાત લેવલે યોજાયેલી સ્પર્ધા હતી. જેમાં મ્યુઝિક, ડાન્સ, સિંગીંગ, મ્યુઝિક ઇન્સ્ટુંમેન્ટ, અભિનય અને રનવે જેવી કેટેગરી રાખવામાં આવી હતી. સ્પર્ધા ત્રણ વયજૂથ કેટેગરી 6 થી 17 વર્ષ 18 થી 35 વર્ષ અને 35 વર્ષથી વધુ રાખવામાં આવી હતી. સ્પર્ધા પહેલા ગુજરાતના વિવિધ શહેરો અમદાવાદ, સુરત, ભરૂચ, વડોદરા, રાજકોટ, વલસાડ, નવસારી ખાતેથી ઓનલાઇન ઓડિશન યોજવામાં આવ્યા હતા. સ્પર્ધાની ફાઇનલ 19 ફેબ્રુઆરીના રોજ યોજાઈ હતી. જેમાં ડાન્સના જયુરી તરીકે સુશાંત પ્રધાન, યોગ થેરાપિસ્ટ ડિમ્પલ અને સ્વાગત લોહાર, સિંગિંગ જ્યૂરી તરીકે સુર કેવલ્ય મ્યુઝિક ક્લાસના જોય સર, ભરત મોદી અને કૃષિ ભાવસાર, એક્ટિંગ ના જ્યુરી તરીકે કલશ જરીવાલા, ક્વીન ઓફ ઇન્ડિયા 2022 ની વિજેતા મિસેસ એકતા ઉપસ્થિત રહ્યા હતા. સ્પર્ધાના અંતે વિજેતાઓના નામોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ગુજરાતથી હાર્દિક પટેલ, પાર્થ પંડ્યા, ઉત્સવ ધ્યામાં, દીપક પંચાલ, પવન કુમાર હિમાંશુ ગજ્જર, અંકિત બારોટ, પ્રવીણદાન ગઢવી, હેતલ જરીવાલા, નિલેશ રાજપૂત, પ્રિયાંશી ઠાકુર, દીપશિખા ભટ્ટાચાર્ય, ગૌરી જાની, વિજય ચેતવાની, સુમિત મંધના, ગણેશ બેહરા, નિખિલ ગુપ્તા, આસ્થા ગાંધી, સુમિક્ષા મોરે, દર્શન રાજ, કિરણ પ્રજાપતિ, દૈવિક સમીર નાલવાડે, શિવ વર્મા સામેલ હતા. સમગ્ર ઇવેન્ટમાં મુખ્ય સપોર્ટ તરીકે એસ.કે.ઇન્વેસ્ટમેન્ટના સારિકા છાપકર, ધ લોકલ કલાકાર ના ગોવિંદજી હતા. જ્યારે મુખ્ય અતિથિ તરીકે કુદરત ફિલ્મ થી ચિરાગજી, વાઉ વિંગ્સ ફોર ડ્રીમ્સની સ્ટાઈલ આઇકોન અને 2022ની વિજેતા સોનિયા સોની હાજર રહ્યા હતા.
આ ઉપરાંત સહાયક સોહમ પટેલ, સની જૈન ,ખુશી રાવત, ભરત કુકાશિયા, મનીષ ભાવસાર, મમતા ભાવસાર અને રવિએ ભૂમિકા નિભાવી હતી. ફાઇનલ સ્પર્ધામાં અંતે તમામ વિજેતાઓને આમંત્રિત મહેમાનો ના હસ્તે ટ્રોફી, મોમેંટો પ્રમાણપત્ર અને ગીફ્ટ આપવામાં આવ્યું હતું તો અન્ય સ્પર્ધકોને પણ પ્રમાણ પત્ર અને ગિફ્ટ આપવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન વાઉ વિંગ્સ ફોર ડ્રીમ્સના સીઇઓ વિશાલ બોકડિયા હતા જ્યારે એંકર તરીકે માનતું હલદર કર્યું હતું.