રનિંગ ટુ ગેધર, ગ્રોવિંગ ટુ ગેધરના સૂત્ર સાથે યોજાયેલ મેરેથોનમાં દોડ્યા બે હજારથી વધુ લોકો

પ્રોગ્રેસ અલાયન્સ દ્વારા કરાયું પીએ મેરેથોન દોડનું સફળ આયોજન

સુરત: બિઝનેસ ના વિકાસ માટે પ્લેટફોર્મ પુરૂ પાડતા પ્રોગ્રેસ અલાયન્સ દ્વારા શહેરના આંગણે “રનિંગ ટુ ગેધર, ગ્રોવિંગ ટુ ગેધર”ના સૂત્ર સાથે પીએ મેરેથોન દોડનું સફળ આયોજન કરવામાં આવ્યું. જેમાં પ્રોફેશનલ દોડવીરો સાથે જ વિવિધ સંગઠનો અને લોકો મળી ફૂલ 2000 થી બધુએ ભાગ લીધો હતો.
આ સમગ્ર આયોજન અંગે પ્રોગ્રેસ અલાયન્સના પ્રવક્તા એ જણાવ્યું હતું કે સફળ પીએ મેરેથોન દોડના આયોજન સાથે પ્રોગ્રેસ અલાયન્સ દ્વારા વધુ એક બેન્ચ માર્ક સ્થાપિત કરવામાં આવ્યો છે. લોકો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સભાન બને અને જીવનમાં શિસ્ત લાવે તેવા ઉદ્દેશ્ય સાથે તેમજ પ્રોગ્રેસ અલાયન્સ સાથે જોડાયેલા બિઝનેસ મેનોના બિઝનેસ ને વધુ ઊંચાઈ સુધી લઈ જઈ શકાય તેવા ઉદ્દશ્ય સાથે “રનિંગ ટુ ગેધર, ગ્રોવિંગ ટુ ગેધર – પીએ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દોડમાં રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય મેરેથોન દોડમાં ભાગ લઈ ચૂકેલા 300 જેટલા પ્રોફેશન દોડવીરો એ પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત સ્વાસ્થ્ય માટે કાર્ય કરતી વિભિન્ન સંસ્થાઓ અને ડોક્ટરો પણ દોડમાં સામેલ થયા હતા. સૌ માટે આ એક ખાસ અનુભવ રહ્યો હતો. ખાસ કરીને પીએ ના સભ્યોની સકારાત્મકતા અને પ્રેરણા સૌ માટે પ્રેરિત કરનારી રહી હતી.