સુરત, 18 જુલાઇ 2023: એએમએનએસ ઈન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ દેશ રાગ ભારત સંસ્કૃતિ યાત્રા ફેસ્ટીવલમાં અદ્ભૂત ડાન્સ પરફોર્મનન્સ આપીને સુરતને વધુ એક વાર ગ્લોબલ મેપ ઉપર મુક્યુ છે.
ફલોરિડા યુનિવર્સિટી, ભારત સંસ્કૃતિ યાત્રા, હિન્દુ પરિષદ થાઈલેન્ડ, નૃત્યધામ કલા સમિતિ અને હિંદુસ્તાન આર્ટસ એન્ડ સાયન્સ સોસાયટીએ થાઈલેન્ડના પતાયા ખાતે તા. 5 થી 9 જુલાઈ દરમ્યાન 18મા ગ્લોબલ આર્ટસ એન્ડ ક્રાફટસ ફેસ્ટીવલનુ આયોજન કર્યું હતું. દેશ રાગ સંસ્કૃતિ યાત્રા ફેસ્ટીવલનો ઉદ્દેશ ભારતના શાસ્ત્રીય સંગીત અને નૃત્યને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન આપવાનો છે.
થાઈલેન્ડ, યુએસ, નેપાળ, બાંગ્લાદેશ, જાપાન અને ભારતના 72 પ્રતિભાગીઓમાંથી એએમ/એનએસ ઈન્ટરનેશનલ સ્કૂલના વર્ગ 3 થી 7 માં અભ્યાસ કરતા 14 વિદ્યાર્થીઓ વિજયી બન્યા હતા.
કશિશ કેતન જોશીના મલેશિયામાં સોલો ક્લાસિકલ ડાન્સ અને થાઈલેન્ડમાં અનુગામી રાઉન્ડમાં પારિતોષિક-વિજેતા પ્રદર્શનથી તેણીને નૃત્યધામ કલા સમિતિ અને હિન્દુસ્તાન આર્ટ એન્ડ મ્યુઝિક સોસાયટી તરફથી આંતરરાષ્ટ્રીય શિષ્યવૃત્તિ મળી.
સોલો ક્લાસિકલ ડાન્સમાં દિવા ડેનિસ ઠક્કરે ભરતનાટયમ ડાન્સમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યુ છે. આ ઉપરાંત સાનવી મિસ્ત્રી, ફોરમ મેવાવાલા, યોશિતા સના, માન્યા કંસારા,ધૃતિ દરજી અને ફેરી પટેલે બીજો ક્રમ હાંસલ કર્યો છે, જ્યાQરે હિરણ્ય સાંચીહરને ત્રીજો નંબર મળ્યો છે.
વિદ્યાર્થીઓએ હાંસલ કરેલી સિધ્ધિ અંગે આનંદ વ્યક્ત કરતા એએમએનએસ ઈન્ટરનેશનલ સ્કૂલનાં પ્રિન્સિપાલ સુનિતા મટૂએ જણાવ્યુ હતું કે “ અમારા વિદ્યાર્થીઓના દેશ રાગ ભારત સંસ્કૃતિ યાત્રા ફેસ્ટીવલમાં અદ્ભૂત ડાન્સ પરફોર્મનન્સ વડે તેમણે સમર્પણ ભાવના, પ્રતિભા અને પરિશ્રમ દાખવીને સ્કૂલની તથા સુરત શહેરની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે. અમે અત્યંત ખુશ છીએ કે અમારા વિદ્યાર્થીઓ શાળા દ્વારા પૂરી પાડવામાં આવેલી તમામ તકોનો લાભ લઈ રહ્યા છે અને વૈશ્વિક ક્ષેત્રે તેમની કુશળતા અને પોતાની ક્ષમતાને ગુણાત્મક રીતે વધારી રહ્યા છે, ક્રમશઃ આગળ વધી રહ્યા છે.”
સોલો ક્લાસિકલ ડાન્સની સબ-જુનિયર કેટેગરીમાં ધ્રુતિ દેસાઈ અને ઝેનિશા પટેલે દ્વિતીય સ્થાન મેળવ્યું હતું, જ્યારે સોલો ફોક ડાન્સની જુનિયર કેટેગરીમાં દેવીના ભાટિયાએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. શાળાના અન્ય બે વિદ્યાર્થીઓ, મૃગાંક કોઠારી અને અનિકેત અગ્રવાલે પણ નિર્ણાયકોને પ્રભાવિત કર્યા અને યુગલ લોકનૃત્યની જુનિયર શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું.