સિંધી સમાજ દ્વારા નિર્માણ કરાઇ રહેલા સચ્ચો સતરામ તીર્થધામના ઉપલક્ષમાં સુરત ખાતે SSD નૉલેજ સિરીઝ 4.0 નું આયોજન

સંજીવ કુમાર ઓડિટરિયમ ખાતે 15મી ડિસેમ્બરના રોજ કાર્યક્રમમાં કીનોટ સ્પીકર તરીકે જાણીતા મોટીવેશનલ સ્પીકર અને કૉર્પોરેટ ટ્રેનર સોનું શર્મા રહેશે. ઉપસ્થિત મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી મથુરભાઈ સવાણી ઉપસ્થિત રહી તીર્થધામ અંગે પોતાના વિચાર રજૂ કરશે

સુરત. મહારાષ્ટ્ર નાગપુર ખાતે વિશાળ જગ્યામાં નિર્માણ થઇ રહેલા સચ્ચો સતરામ તીર્થધામ ના ઉપલક્ષમાં સુરત ખાતે આગામી 15 ડિસેમ્બરના ૨૦૨૪, રોજ સંજીવ કુમાર ઓડીટરિયમ ખાતે SSD નૉલેજ સિરીઝ 4.0 નું આયોજન કરવામાં આવ્યું છે. સાંજે 3:30 વાગ્યાથી શરૂ થનાર આ કાર્યક્રમમાં કિનોટ સ્પીકર તરીકે જાણીતા મોટીવેશનલ સ્પીકર અને કૉર્પોરેટ ટ્રેનર સોનુ શર્મા ઉપસ્થિત રહેશે. આ ઊપરાંત મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી મથુરભાઈ સવાણી ઉપસ્થિત રહી તીર્થધામ અંગે પોતાના વિચાર રજૂ કરશે.

આ અંગે માહિતી આપતા સિંધી સમાજના અગ્રણી અને સુરતમાં છેલ્લા 24 વર્ષથી સ્થાયી થયેલા મુકેશ ખેમચંદ કેવલાનીએ જણાવ્યું હતું કે આજે આપણો સમાજ અને ખાસ કરીને યુવા પેઢી વ્યવસાય બિઝનેસ ની સાથે જ વેસ્ટર્ન કલ્ચર તરફ વધુ આકર્ષિત થઈ રહ્યા છે જેને પગલે તેઓ આપની પોતાનો સંસ્કૃતિ, ધર્મ ને ક્યાંકને ક્યાંક ભૂલી રહ્યા છે. ત્યારે ભવિષ્યની પેઢી માટે કઈક ને કઈક કરીને જવું એ આપણી ફરજ છે જેને ધ્યાનમાં રાખીને અમારા ગુરુજી સાઇ સાદરામ સાહેબને વિચાર આવ્યો અને હવે નાગપુર ખાતે સિંધી હિન્દુ સનાતની મંદિરનું સો (૧૦૦) એકરમાં નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

જ્યાં આયુર્વેદિક હોસ્પિટલ, શૈક્ષિણક સંસ્થાનો, ગૌ શાળાઓ નું સંચાલન કરવામાં આવશે. ત્યારે તે માટે સચ્ચો સતરામ તીર્થધામ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી છે ત્યારે આ ધર્મના મહાન કાર્યના પ્રચાર પ્રસાર માટે અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને આજના યુવાઓ ધાર્મિક સભાઓ કે ધાર્મિક આયોજનો થી દુર રહે છે ત્યારે યુવાઓ એક જગ્યાએ ભેગા થાય અને તેઓને નૉલેજ સાથે જ આ ધર્મના કાર્ય અંગે માહિતગાર કરી શકાય તેવા ઉદ્દેશ્ય સાથે સુરત ખાતે SSD નૉલેજ સિરીઝ 4.0 નું આયોજન કરવામાં આવ્યું છે. કીનોટ સ્પીકર તરીકે જાણીતા મોટીવેશનલ સ્પીકર અને કૉર્પોરેટ ટ્રેનર સોનું શર્મા ઉપસ્થિત રહી યુવાઓને માર્ગદર્શન આપશે અને મુખ્ય અતિથિ તરીકે પદ્મશ્રી મથુરભાઈ સવાણી ઉપસ્થિત રહી તીર્થધામ અંગે પોતાના વિચાર રજૂ કરશે.