સ્ક્રેટીંગ ઇન્ડિયાએ સુરતમાં આધુનિક શ્રિમ્પ અને ફીશ ફીડ સુવિધા લોંચ કરી

50,000 એમટીપીએની ક્ષમતા ધરાવતી આ સુવિધા 18.5 મિલિયન યુરોના રોકાણથી નિર્માણ પામી છે તથા ઘરેલુ અને નિકાસ માર્કેટને સેવા આપશે

સુરતઃ એક્વા ફીડ અને ન્યુટ્રિશનમાં વિશ્વભરમાં અગ્રણી નોર્વે-સ્થિત સ્ક્રેટીંગે આજે સુરતના માંગરોળમાં ઝીંગા અને માછલીના ખોરાક માટે તેના અત્યાધુનિક ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ આધુનિક સુવિધાથી સ્ક્રેટીંગ તેના ગ્રાહકો અને ભારતીય એક્વાકલ્ચર સેક્ટરને વધુ સહયોગ પૂરો પાડવા સક્ષમ બન્યું છે.

એનિમલ અને એક્વા ન્યુટ્રિશનમાં અગ્રણી નેધરલેન્ડ-સ્થિત ન્યુટ્રેકોનો હિસ્સો સ્ક્રેટીંગ પરિવારની માલીકીની ડચ મલ્ટીનેશનલ એસએચવી હોલ્ડિંગ્સ એન.વી.ની પેટા કંપની છે. કંપની 18 દેશોમાં ઉત્પાદન સુવિધાઓ સાથે વાર્ષિક 3 મિલિયન ટન ફીડનું ઉત્પાદન કરે છે, જેમાં હેચિંગથી લઇને હાર્વેસ્ટ સુધી 60થી વધુ પ્રજાતિઓ સામેલ છે. કંપની સેલ્મોન અને ઝીંગામાં વૈશ્વિક સ્તરે અગ્રણી છે.

આ સુવિધાનું ઉદ્ઘાટન ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી ડો. સંજીવ બાલ્યાન અને ભારત અને શ્રીલંકા માટે એગ્રીકલ્ચર કાઉન્સેલર, એમ્બેસી ઓફ કિંગ્ડમ ઓફ નેધરલેન્ડના મિશેલ વાન એર્કેલે કર્યું હતું.

ડો. સંજીવ બાલ્યાને આ સિદ્ધિ બદલ ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં અને બહુરાષ્ટ્રીય કંપનીનું સ્વાગત કર્યું હતું, જે ભારતીય એક્વાકલ્ચરના વિકાસ માટે તેમની વિશ્વસ્તરીય નિપૂંણતા અને સંશોધન સાથે લાવી છે. તેમણે વૈશ્વિક સ્તરે અગ્રણી સ્થિતિ જાળવી રાખવા ઉત્પાદકતા અને કાર્યક્ષમતામાં સુધારો કરવા જરૂરી ટેક્નોલોજીનો ઉપયોગ કરવા તથા ઘરેલુ વપરાશને પ્રોત્સાહન આપવા ભારતીય એક્વાકલ્ચર ઇન્ડસ્ટ્રીને પ્રેરણદાયી સંદેશો પાઠવ્યો હતો.

આ પ્રસંગે અર્કેલે જણાવ્યું હતું કે, ગત વર્ષે તેમણે ઉષ્માભર્યાં રાજદ્વારી સંબંધોના 75 વર્ષની ઉજવણી કરી હતી અને નેધરલેન્ડને બિઝનેસે ભારતમાં તેનો માર્ગ પ્રાપ્ત કર્યો છે. વર્લ્ડ ફાઇનાન્સ દ્વારા ગત વર્ષે જ્યારે ન્યુટ્રેકોને એનિમલ ન્યુટ્રિશનમાં સૌથી ઇનોવેટિવ કંપની તરીકે નોમિનેટ કરાઇ હતી ત્યારે તેમણે કહ્યું હતું કે, તેઓ ખેડૂતોને વધુ ઉત્પાદન, પશુઓના સારા આરોગ્ય અને સ્થિતિસ્થાપકતા માટે મદદરૂપ બનવા માગે છે. તેમણે મેક ઇન ઇન્ડિયા પહેલને સપોર્ટ કરવા બદલ સ્ક્રેટીંગ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યાં હતાં.

20,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા તથા 18.5 મિલિયન યુરો (અંદાજે રૂ. 165 કરોડ)ના રોકાણ સાથે નિર્મિત આ સુવિધા શ્રિમ્પ અને ફિશ કલ્ચર્સની જરૂરિયાતોને પૂર્ણ કરશે. શ્રિમ્પ કલ્ચરમાં વ્હાઇ ટાઇગર અને બ્લેક ટાઇગર તેમજ ફીશ કલ્ચરમાં ઇન્ડિયન મેજર ક્રેપ તથા સ્નેકહેડ, સીબાસ વગેરે જેવી ઉચ્ચ મૂલ્ય ધરાવતી માછલીઓ સામેલ છે.

માંગરોળ સુવિધામાં ત્રણ પ્રોડક્શન લાઇન છે, જેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 50,000 મેટ્રિક ટન છે. તે પ્રજાતિ અને ગ્રાહકની જરૂરિયાતો મૂજબ એક્સટ્રુડેડ/ફ્લોટિંગ અને પેલેટેડ/સિંકિંગ ફીડ બંન્નેનું ઉત્પાદન કરી શકે છે. ભવિષ્યમાં ઉત્પાદન ક્ષમતા વધારવા માટે પર્યાપ્ત જમીન અને માળખું ઉપલબ્ધ છે.

ન્યુટ્રેકો સાઉથ એશિયાના જનરલ મેનેજર ડો. સૌરભ શેખરે જણાવ્યું હતું કે, અમે સુરતમાં માંગરોળ ખાતે અમારી અત્યાધુનિક ઉત્પાદન સુવિધા લોંચ કરવાની જાહેરાત કરતાં ઉત્સાહિત છીએ. અમે ભારતમાં વર્ષ 2018થી શ્રિમ્પ હેચરી, નર્સરી અને ખેડૂતોની જરૂરિયાતોને પૂર્ણ કરી રહ્યાં છીએ તથા અમારી ઉચ્ચ ગુણવત્તાયુક્ત ફીડ અને સર્વિસિસ દ્વારા ફીડ-ફાર્મ-હેલ્થમાં ગ્રાહકોને સહયોગ કરી રહ્યાં છીએ. નવી સુવિધાથી અમે પ્રતિષ્ઠિત આત્મ-નિર્ભર ભારત – મેક ઇન ઇન્ડિયા પહેલમાં યોગદાન આપવા માટે સક્ષમ બનીશું તેમજ અમારા ગ્રાહકો સાથે અમારું જોડાણ વધુ ગાઢ બનાવી શકીશું. અમે ઘરેલુ માર્કેટને સેવા પ્રદાન કરવાની સાથે-સાથે બાંગ્લાદેશ, શ્રીલંકા અને મધ્યપૂર્વના ગ્રાહકોને પણ સેવા આપીશું.

સ્ક્રેટીંગ એક્વાડોરમાં મજબૂત ઉપસ્થિતિ ધરાવે છે અને દેશમાં શ્રિમ્પ કલ્ચરના પરિવર્તનમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. પ્રોડક્ટ્સ, ટેક્નીકલ સેવાઓ અને એક્વાસીમ અને સ્ક્રેટીંગ 360+ જેવાં ડિજિટલી સક્ષમ સોલ્યુશન્સના સાથે, સ્ક્રેટીંગે શ્રિમ્પના ખેડૂતોની કાર્યક્ષમતા અને ઉત્પાદનમાં સુધારો કરવામાં મદદ કરી છે. આ સુવિધા અને મજબૂત હાજરી સાથે સ્ક્રેટીંગ ઇન્ડિયા દક્ષિણ એશિયા માટે સમાન તકનીકો અને ક્ષમતાઓને જમાવવાનું લક્ષ્ય રાખે છે.

આ સુવિધા સ્ક્રેટીંગના સસ્ટેનેબિલિટી રોડમેપ 2025 અને ન્યુટ્રેકો સાથે સુસંગતતા અને ફીડ-ટુ-ફૂડ સલામતીનાં પગલાં બંન્નેને સમર્થન આપવા માટે સજ્જ છે. રોડમેપ 2025 હેઠળ ટકાઉપણાનાં પગલાંના ભાગરૂપે પરિસરમાં વરસાદી પાણીનો સંગ્રહ અને એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવી સિસ્ટમો છે. ફેક્ટરી દરેક નિર્ણાયક બિંદુ પર પ્રમાણિત સપ્લાયરના મૂલ્યાંકન અને તપાસ સાથે એન્ડ-ટુ-એન્ડ ટ્રેકિંગ અને ટ્રેસીબિલિટી માટે વૈશ્વિક ફીડ-ટુ-ફૂડ સલામતી અને ગુણવત્તા કાર્યક્રમ ન્યુટ્રેસને અનુસરે છે.

ન્યુટ્રેકો, એશિયાના મેનેજિંગ ડાયરેક્ટર જુરિયન ઝેન્ડબર્ગે જણાવ્યું હતું કે, આ ફેક્ટરી એશિયા અને ભારતમાં વૃદ્ધિના પ્રદેશોમાં ફીડીંગ ધ ફ્યુચરના અમારા હેતુને સાકાર કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે. અમે વિયેતનામ, જાપાન, ચાઇના અને ઇન્ડોનેશિયામાં પહેલેથી જ પ્લાન્ટ ધરાવીએ છીએ તથા એશિયામાં અમારી ઉપસ્થિતિને વધુ મજબૂત કરતાં સુરતમાં માંગરોળ ખાતે આધુનિક ઉત્પાદન સુવિધાની સ્થાપના દક્ષિણ એશિયા અને ભારતીય માર્કેટ પ્રત્યેની અમારી કટીબદ્ધતા સૂચવે છે. ફેક્ટરીનું બાંધકામ સપ્ટેમ્બર 2020માં શરૂ થયું હતું અને કોવિડ મહામારીના પડકારો વચ્ચે માત્ર બે વર્ષમાં કામગીરી પૂર્ણ થઇ છે. આ સુવિધા 120 રોજગારની તકો સર્જન કરશે. અહીં મજબૂત ઉપસ્થિતિ હાંસલ કરવાની દિશામાં આ અમારી માત્ર શરૂઆત છે.

ન્યુટ્રેકો ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક વૃદ્ધિની યોજના ધરાવે છે, જેથી દક્ષિણ એશિયામાં ઉપસ્થિતિ વિસ્તારી શકાય. તેના માટે તે એવી કંપનીઓ જૂએ છે કે જે ન્યુટ્રેકોની રોકાણ પાંખ ફીડીંગ ધ ફ્યુચર વાયા ન્યુફ્રન્ટિયર્સના હેતુને સપોર્ટ કરી શકે. ન્યુફ્રન્ટિયર્સ દ્વારા તેમણે વિશ્વભરમાં સ્ટાર્ટ-અપ્સમાં વ્યૂહાત્મક રોકાણ કર્યું છે, જેમાં ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (આઇઓટી) એન્ટરપ્રાઇઝિસ, એક્વાકલ્ચરમાં ઇનોવેશન માટે રુવાકા તથા ડેરી વેલ્યુ ચેઇનમાં કાર્યક્ષમતામાં વધારો કરવા માટે સ્ટેલએપ સામેલ છે.