અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં અંબિકા ધામ ખાતે શ્રી બિપીનભાઈ પટેલ દ્વારા “શ્રીમદ ભાગવત સપ્તાહ”નું આયોજન કરવામાં આવ્યું છે. વ્યાસપીઠના વક્તાશ્રી રાકેશભાઈ નંદકિશોર રાવલ (પિલવાઇવાળા) છે. કથાનો પ્રારંભ 18 જુલાઈના રોજ થયો હતો અને સમાપન 24 જૂલાઇ, સોમવારના રોજ થશે. અધિક માસમાં પૂણ્ય પ્રાપ્તિ માટે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ અને અમીસુધાનું સંગીતમય શૈલીમાં રસપાન કરાવવા માટે આ કથાનું આયોજન કરાયું છે. કથાનો સમય બપોરે 2-30 કલાકેથી સાંજે 6-30 કલાકનો છે.