પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 3જી જૂને “સંકલ્પ સે સફલતા” કાર્યક્રમનું આયોજન, બિઝનેસ કોચ હર્ષવર્ધન જૈન આપશે માર્ગદર્શન

સ્મોલ એન્ડ મીડિયમ સ્કેલ બિઝનેસ મેન માટે પ્લેટફોર્મ પુરૂ પાડતા પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા કરાયું છે આયોજન

સુરત: પ્રોગ્રેસ એલાયન્સ ગ્રુપ દ્વારા નાના અને મધ્યમ કદના બિઝનેસમેન અને ઉદ્યોગ સાહસિકો ના માર્ગદર્શન માટે આગામી 3જી જૂનના રોજ શહેરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ” સંકલ્પ સે સફલતા” મોટીવેશન અને માર્ગદર્શન આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિખ્યાત મોટીવેશનલ સ્પીકર અને બિઝનેસ કોચ હર્ષવર્ધન જૈન ઉપસ્થિત રહી બિઝનેસની સાથે જ જીવનમાં કેવી રીતે સફળ થઈ શકાય એ વિષય પર માર્ગદર્શન પૂરૂ પાડશે.

આ આયોજન અંગે માહિતી આપતા પ્રોગ્રેસ એલાયન્સના સંચાલકો માહિતી આપતા જણાવ્યું હતું કે પ્રોગ્રેસ એલાયન્સ નાના અને મધ્યમ કદના બિઝનેસ મેન અને ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પુરૂ પાડતી સંસ્થા છે. જેના થકી પરસ્પરના સહયોગથી વ્યાપાર અને ઉદ્યોગનો વિકાસ કરી લક્ષ્ય સુધી પહોંચી શકાય છે. ત્યારે બિઝનેસ મેન અને ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન મળી રહે અને પોતાના બિઝનેસમાં તેઓ પ્રગતિ લાવી શકે તે માટે સમયાંતરે વિભિન્ન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત 3જી જૂનના રોજ પ્રોગ્રેસ એલાયન્સ દ્વારા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ” સંકલ્પ સે સફલતા” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં 6300 થી વધુ ઉદ્યોગ સાહસિકો ભાગ લઈ રહ્યા છે. માર્ગદર્શન માટે વિખ્યાત મોટીવેશનલ સ્પીકર અને બિઝનેસ કોચ હર્ષવર્ધન જૈનને આમંત્રિત કરવામાં આવ્યા છે. તેઓ ઉદ્યોગનો વિકાસ કેવી રીતે કરી શકાય અને જીવનમાં સફળ કેવી રીતે થઈ શકાય એ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપશે.

વધુમાં જણાવ્યું હતું કે પ્રોગ્રેસ એલાયન્સ એ નોન પ્રોફિટ મોટિવ ઓર્ગેનાઇજેશન છે. જે નાના અને મઘ્યમ કદના ઉદ્યોગ સાહસિકો અને બિઝનેસ મેનને તેમના ઉદ્યોગ ધંધાના વિકાસ માટે અને અને જીવનમાં સંબંધો વિકસાવવા સાથે જ મજબૂત બનાવવા માટે પ્લેટફોર્મ પુરૂ પાડે છે. પ્રોગ્રેસ એલાયન્સ કુલ 40 ચેપ્ટરમાં વિસ્તરેલું છે અને એક એક ચેપ્ટરમાં 60 થી 65 સભ્યો જોડાયેલા છે. જેઓ દર પંદર દિવસે મળે છે અને પરસ્પર સહયોગથી એક બીજાના બિઝનેસ ને ગતિ આપવાનો પ્રયાસ કરે છે. સાથે પ્રોગ્રેસ એલાયન્સ માત્ર બિઝનેસ જ નહીં પણ સભ્યોના પારિવારિક સંબંધો વધુ મજબૂત બને તેમજ આપણી આસપાસ રહેતા લોકોના જીવનમાં ખુશી લાવવાનું કાર્ય કરી રહ્યું છે.