– પરિવાર સાથે રંગોની છોળો વચ્ચે ડાંસ અને વાનગીનો આસ્વાદ માણવાનો લાહ્વો
સુરત. 25મી માર્ચના રોજ રંગોનો તહેવાર હોળી – ધુળેટી પર્વની દેશભરમાં ધૂમધામથી ઉજવણી કરવામાં આવશે. ત્યારે સુરતના આંગણે સહપરિવાર આ રંગોત્સવની ઉજવણી સાથે ભરપૂર આનંદ માણી શકાય એવું આયોજન લે મેરિડીયન હોટેલ દ્વારા કરવામાં આવ્યું છે. 25 મી માર્ચના રોજ લે મેરિડીયન હોટેલ ખાતે હોળી પર્વ નિમિત્તે રેન ડાન્સ અને લાઈવ ડીજે નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રંગોની છોળો ઉડાડતા ડાન્સ અને વિવિધ વાનગીઓનો પણ આસ્વાદ માણવાનો લાહ્વો મળશે.
આ અંગે લે મેરિડીયન હોટેલ મેનેજમેન્ટ દ્વારા જણાવ્યું છે કે હોળી એ રંગોનો તહેવાર છે ત્યારે આ રંગોત્સવ લોકો પરિવાર સાથે આનંદ અને ઉત્સાહ સાથે એક સાથે મનાવી શકે તે માટે 25મી માર્ચના રોજ લે મેરિડીયન હોટેલના એકતા લોન પર રેન ડાન્સ અને લાઈવ ડીજે નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં હર્બલ કલર સાથે ધુળેટીની ઉજવણી કરવા સાથે રેન ડાન્સ નો આનંદ માણી શકાશે. સાથે જ સ્થળ પર વિવિધ વાનગીઓનો ફૂડ સ્ટોલ પણ હશે. એટલે કે રંગોના તહેવારની ઉજવણી સાથે ડાન્સ અને સાથે વિવિધ પ્રકારની વાનગીઓનો આનંદ લૂંટી શકાશે.