પારૂલ યુનિની ફેકલ્ટી ઓફ હોમિયોપેથી દ્વારા હોમિયોફેસ્ટ 2026નું સફળ આયોજન, ક્લિનિકલ એક્સેલન્સ અને ઇનોવેશનને પ્રોત્સાહન

વડોદરા, નવેમ્બર, 2026: પારૂલ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ હોમિયોપેથીએ ‘હોમિયોફેસ્ટ 2026’નું સફળ આયોજન કર્યું હતું, જેમાં વિવિધ યુનિવર્સિટીઝ અને કોલેજના હોમિયોપેથીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. “સેલિબ્રેટિંગ ક્લિનિકલ એક્સેલન્સ, કમ્પિટન્સ એન્ડ ઇનોવેશન્સ ઇન હોમિયોપેથી” થીમ ઉપર આયોજિત ફેસ્ટનો ઉદ્દેશ્ય હોમિયોપેથીક ડોક્ટર બનવા ઇચ્છુક વિદ્યાર્થીઓની ક્લિનિકલ રિઝનિંગ, વિષયનું જ્ઞાન અને પ્રેક્ટિકલ સ્કિલમાં વધારો કરવાનો હતો.

શિક્ષણ, સહયોગ અને ક્લિનિકલ યોગ્યતા માટેનું પ્લેટફોર્મ

ડો. હરિભાઇ કટારિયા અને ડો. રજત ચટ્ટોપાધ્યાય સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની શરૂઆત થઇ હતી. આ પ્રસંગે પારૂલ યુનિવર્સિટીના મેડિકલ ડાયરેક્ટર અને વાઇસ પ્રેસિડેન્ટ (મેડિકલ એન્ડ પેરામેડિકલ હેલ્થ સાયન્સિસ) ડો. કોમલ પટેલે પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું, જેમાં તેમણે કુશળ, આત્મવિશ્વાસથી ભરપૂર અને દૂરંદેશીભર્યો અભિગમ ધરાવતા હેલ્થકેર પ્રેક્ટિશનર્સની જરૂરિયાત વિશે વિચારો વ્યક્ત કર્યો હતો.

ડો. કોમલ પટેલે જણાવ્યું હતું કે, હોમિયોપેથીમાં પરંપરાગત પદ્ધતિથી આગળ વધીને બહોળું ક્લિનિકલ જ્ઞાન, જિજ્ઞાસા અને રચનાત્મક અભિગમની જરૂર છે. હોમિયોફેસ્ટનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમની કુશળતાની ઓળખ કરવા, જ્ઞાનના આદાન-પ્રદાન અને કૌશલ્યો વિકસિત કરવામાં મદદરૂપ બનવાનો છે કે જેથી તેઓ આત્મવિશ્વાસથી ભરપૂર હોમિયોપેથીક પ્રેક્ટિશનર્સ બની શકે.

આ કાર્યક્રમમાં ગોવિંગ ગુરૂ યુનિવર્સિટીના ડીન અને પાયોનિયર હોમિયોપેથીક મેડિકલ કોલેજના પ્રિન્સિપાલ ડો. અલ્પેશ શાહનું હોમિયોપેથીમાં અમૂલ્ય યોગદાન અને નેશનલ કમીશન ફોર હોમિયોપેથીના સદસ્ય બનવા બદલ વિશેષ સન્માન કરાયું હતું.

આ કાર્યક્રમમાં વિવિધ એકેડેમિક, ક્રિએટિવ અને કોમ્પિટિટિવ એક્ટિવિટીઝ યોજાઇ હતી, જેનાથી દરેક વિદ્યાર્થીને તેમનું નોલેજ, કમ્યુનિકેશન અને ક્રિએટિવ સ્કિલ રજૂ કરવાની તક મળી હતી. તેમાં વિવિધ કોલેજના વિદ્યાર્થીઓની ઉત્સાહપૂર્વકની સહભાગીતાથી હોમિયોફેસ્ટ 2026 એકેડેમિક ચર્ચા, ટીમવર્ક અને વિચારોના આદાન-પ્રદાન માટેનું એક અર્થસભર પ્લેટફોર્મ બન્યું હતું.

બે-દિવસીય કાર્યક્રમનું સમાપન 26 નવેમ્બરના રોજ થયું હતું. હોમિયોફેસ્ટ 2026 એ પારૂલ યુનિવર્સિટીની હોમિયોપેથી ફેકલ્ટી દ્વારા ગુણવત્તાયુક્ત મેડિકલ એજ્યુકેશન, વિદ્યાર્થીઓના વિકાસ અને હોમિયોપેથિક શિક્ષણમાં શૈક્ષણિક શ્રેષ્ઠતાના વિકાસ માટેની કટીબદ્ધતાને વધુ મજબૂત કરે છે.