પેનોરમા સ્ટુડિયોઝ”ની ફિલ્મ “હું અને તું” ઈન એસોસિયેશન વીથ સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન્સ 30મી ઓગસ્ટથી સિનેમાઘરોમાં થશે રિલીઝ
• કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક હવે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરશે પદાર્પણ
• 30 ઓગસ્ટ, 2023ના રોજ થશે રિલીઝ
જૂલાઇ, 2023: એ વાતમાં કોઈ શંકા નથી કે આજે ગુજરાતી ફિલ્મોનો વ્યાપ વધી રહ્યો છે. અઢળક ગુજરાતી ફિલ્મો બની રહી છે અને દર્શકો તેને પસંદ પણ કરી રહ્યાં છે. હવે અન્ય ભાષાઓની જેમ ગુજરાતી ફિલ્મો પણ સારા કન્ટેન્ટ અને મહત્વપૂર્ણ સંદેશ સાથે બની રહી છે. એટલે જ તો હવે હિન્દી ફિલ્મ નિર્માતા ગુજરાતી ફિલ્મો બનાવી રહ્યાં છે. જી હાઁ! દ્રશ્યમ- 2 અને પ્યાર કા પંચનામા જેવી સફળ હિન્દી ફિલ્મો બનાવનાર કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક હવે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરવા જઈ રહ્યાં છે. પેનોરમા સ્ટુડિયોઝના બેનર હેઠળ બનેલ સિદ્ધાર્થ રાંદેરિયા પ્રોડક્શન્સ ની ફિલ્મ “હું અને તું” આ વર્ષે જ 30 ઓગસ્ટ, 2023ના રોજ આવી રહી છે. આ લિંક નિહાળો- https://bit.ly/HuaneTu
સિદ્ધાર્થ રાંદેરિયા હંમેશાથી પોતાના કોમેડી ટાઈમિંગના કારણે દર્શકોને હસાવતાં આવ્યાં છે. તેમના નાટકો, ફિલ્મો દર્શકોના દિલ અને દિમાગ પર એક અભૂતપૂર્વ છાપ છોડી જાય છે. હવે તેમની અન્ય એક કોમેડી ફિલ્મ “હું અને તું” આવી રહી છે. તેમની સાથે સોનાલી લેલે દેસાઈ, પૂજા જોશી અને પરીક્ષિત તમાલીયા જેવાં દિગજ્જ કલાકારો પણ આ ફિલ્મમાં પોતાના અભિનયના ઓજસ પાથરી રહ્યાં છે. મનન સાગર આ ફિલ્મના ડિરેક્ટર છે કે જેમણે ઘણી હિન્દી ફિલ્મોમાં પોતાની કામગીરી બજાવી છે.
આ ફિલ્મમાં કેદાર અને ભાર્ગવની જોડીએ મ્યુઝિક આપ્યું છે. ઉલ્લેખનીય છે કે પેનોરમા સ્ટુડિયોઝના પ્રોડક્શનની આ પ્રથમ ગુજરાતી ફિલ્મ છે. આપણા માટે ખરેખર ગર્વ લેવા જેવી વાત છે કુમાર મંગત પાઠક અને અભિષેક પાઠક જેવા ફિલ્મ મેકર્સ કે જેમણે સફળ હિન્દી ફિલ્મો આપી છે તેઓ હવે “હું ને તું” ગુજરાતી ફિલ્મ દ્વારા અન્ય એક સફળ પ્રોજેક્ટ આપવા માટે તૈયાર છે. “હું અને તું” એ કોમેડી જોનરની ફિલ્મ છે જેના લેખક વિનોદ સરવૈયા છે કે જે કમ્પ્લિટ ફેમિલી એન્ટરટેઈનર સાબિત થશે.
કુમાર મંગત પાઠક, અભિષેક પાઠક, સિદ્ધાર્થ રાંદેરિયા અને ઇશાન રાંદેરિયા દ્વારા નિર્મિત, સંજીવ જોશી મુરલીધર છટવાની અને અનવિત રાંદેરિયા દ્વારા સહ- નિર્મિત ફિલ્મ “હું અને તું” કે જે મનન સાગર દ્વારા દિગ્દર્શિત છે તે પેનોરમા સ્ટુડિયોઝ દ્વારા ૩૦ ઓગષ્ટના રોજ વિશ્વભરમાં રિલીઝ થઈ રહી છે. પેનોરમા મ્યુઝિક દ્વારા આ ફિલ્મનું મ્યુઝીક આપવામાં આવ્યું છે.